ત્રિપલ તલાક મુદ્દે સુપ્રિમમાં ઐતિહાસિક સુનાવણી શરૂ

ત્રિપલ તલાકના મુદ્દા પર સુપ્રિમ કોર્ટની પાંચ સભ્યોની બંધારણીય બેચે આજે ઐતિહાસિક સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે કહ્યું હતું કે તે આ બાબત ઉપર વિચારણા કરશે કે ત્રિપલ તલાક મુસ્લિમોના મૂળભૂત અધિકારોનો હિસ્સો છે કે કેમ. ચીફ જસ્ટીસ જેએસ ખેહરના નેતૃત્વમાં બેચે કહ્યું હતું કે તે આ બાબતમાં પણ ધ્યાન આપશે કે ત્રિપલ તલાક લાગુ કરવાથી યોગ્ય મૂળભૂત અધિકારોનો હિસ્સો બને છે કે કેમ જાકે કોર્ટે શરૂઆતથી જ કહ્યું છે કે તે એકથી વધુ લગ્નના મુદ્દા પર વિચારણા કરશે નહીં.

કોર્ટે એમ કહીને ઈનકાર કરી દીધો છે કે એકથી વધુ લગ્નનો મુદ્દો ત્રિપલ તલાક સાથે સંબંધિત નથી. મામલા પર સુનાવણી દરમ્યાન અરજી કરનાર લોકોએ કહ્યું હતું કે જા ત્રિપલ તલાક ઈસ્લામના મૂળભૂત અધિકારોનો હિસ્સો રહ્યો હોત તો મોટી સંખ્યામાં મુસ્લિમ દેશોએ તેના પર પ્રતિબંધ મુક્યો ન હોત. આના પર કોર્ટે કહ્યું હતું કે તે એવા કાયદા પર નજર નાખશે જેમાં ત્રિપલ તલાક પર પ્રતિબંધ મુકવાવાળા દેશોનો સમાવેશ થાય છે. કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીઓમાં ત્રિપલ તલાક, નિકાહ હલાલા, એક કરતા વધુ લગ્નને મૂળભૂત અધિકારોના ભંગ તરીકે ગણવામાં આવ્યા છે.

કોર્ટે કહ્યું હતું કે જા અમે આવા તારણ ઉપર પહોંચીએ તો ત્રિપલ તલાક ધાર્મિક સ્વતત્રતા સાથે જાડાયેલા મૂળભૂત અધિકારોનો હિસ્સો છે તો અમે દરમિયાનગીરી કરીશું નહીં. જસ્ટીસ નરીમને કહ્યું હતું કે એક વખતમાં ત્રણ તલાક આપવાના મુદ્દા પર કોર્ટ દ્વારા વિચારણા કરવામાં આવશે. ત્રણ મહિનાના અંતરમાં આપવામાં આવતા તલાક ઉપર વિચારણા કરવામાં આવશે નહીં. આ મામલા પર સુનાવણી કરી રહેલી સુપ્રિમ કોર્ટની બેચમાં જસ્ટીસ કુરીયન જાસેફ, આરએફ નરિમન, યુયુ લલિત, અબ્દુલ નઝીરનો સમાવેશ થાય છે. તમામ જજ જુદા જુદા ધર્મ સાથે જાડાયેલા છે.

સુપ્રિમ કોર્ટે સુનાવણી માટે છ દિવસ નક્કી કર્યા છે. ત્રણ દિવસ તેમના માટે જા ત્રિપલ તલાકને પડકાર ફેંકી રહ્યા છે જ્યારે બીજા ત્રણ દિવસ એવા લોકો માટે રાખવામાં આવ્યા છે જે બચાવ કરી રહ્યા છે. સુપ્રિમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું છે કે મામલા સાથે જાડાયેલા જુદા જુદા પાસાઓને બેચ દ્વારા નક્કી કરવામાં આવેલા બે પ્રશ્નો ઉપર સુનાવણી કરવા માટે બે બે દિવસ મળશે. આ ઉપરાંત એક દિવસ અન્યોને આપવામાં આવશે.

દલીલોને બીજી વખત રજુ કરવાની સ્થિતિમાં વકીલોને રોકવામાં આવશે. દરેક પક્ષને પણ તક આપવામાં આવી છે પરંતુ કોઈ બાબતને બીજી વખત રજુ કરવાની મંજુરી આપવામાં આવશે નહીં. સુપ્રિમ કોર્ટે પૂર્વ કેન્દ્રિય મંત્રી સલમાન ખુરશીદને આ મામલાની સુનાવણીમાં એમીકસ ક્યુરી તરીકે કોર્ટની મદદ કરવાની મંજુરી આપી છે. ખુરશીદનું કહેવું છે કે ત્રિપલ તલાક કોઈ મુદ્દો નથી કારણ કે પતિ પત્ની વચ્ચે સમજૂતિના પ્રયાસના બદલે તેને પૂર્ણ ગણી શકાય નહીં.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope