નરગીસ રાજકુમાર રાવની સાથે ફિલ્મને લઇને સંતુષ્ટે

નરગીસ ફાકરીના ચાહકો માટે સારા સમાચાર છે. કારણ કે તે ટુંક સમયમાં કેટલાક નવા પ્રોજેક્ટમાં નજરે પડનાર છે. નરગીસ ટુંક સમયમાં હોલિવુડ ફિલ્મ ૫ વિડિંગમાં નજરે પડનાર છે. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ કામ કરી રહ્યો છે. નરગીસે કહ્યુ છે કે રાજકુમાર રાવ જેવા અભિનેતા સાથે કામ કર્યા બાદ તે બેસ્ટ બની ગઇ છે. તેના જેવા કલાકાર સાથે કામ કરીને કોઇ પણ કલાકાર બેસ્ટ બની શકે છે. નરગીસે કહ્યુ છે કે રાજકુમાર રાવ સાથે કામ કર્યા બાદ તે વધારે સારી અભિનેત્રી તરીકે ઉભરી રહી છે.નમૃતા સિંહ ગુજરાલદ્વારા નિર્દેશિત ફિલ્મમાં નરગીસ અને રાજકુમાર રાવની સાથે અન્ય કેટલક કલાકારો પણ કામ કરી રહ્યા છે.

નરગીસ અને રાજકુમાર રાવ પ્રથમ વખત કોઇ ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે. તેમની જોડીને લોકો પસંદ કરે તેવી શક્યતા છે. આ ફિલ્મ બોલિવુડમાં લગ્ન પર આધારિત છે. ફિલ્મમાં નરગીસ એક પત્રકારની ભૂમિકા અદા કરી. જે બોલિવુડમાં લગ્ન પ્રસંગને કવર કરવા માટે અમેરિકાથી આવે છે. નરગીસે કહ્યુ છે કે તેની બોલિવુડ કેરિયર હાલમાં સારી રીતે આગળ વધી રહી છે. રાજકુમાર રાવ સાથેની ફિલ્મને લઇને નરગીસ ઉત્સુક છે. સલમાન ખાન સાથેની ફિલ્મ કિકમાં આઇટમ સોંગ કર્યા બાદ નરગીસ રાતોરાત સુપરસ્ટાર બની ગઇ હતી. ત્યારબાદ તેને અનેક સારી ફિલ્મોની ઓફર મળી હતી. નરગીસ બોલિવુડ ફિલ્મો જ નહી બલ્કે હોલિવુડ પ્રોજેક્ટમાં પણ દેખાઇ રહી છે. સાથે સાથે ફેશનની દુનિયામાં પણ સક્રિય છે. તે જાહેરાત મારફતે પણ જંગી કમાણી કરી રહી છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope