‘અફરાતફરી’ ફિલ્મમાં મુગ્ધા ગોડસેની ભૂમિકા
(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઇ,તા. ૨૭
મરાઠી અભિનેત્રી અને બોલિવુડની ફિલ્મોમાં પણ કામ કરી ચુકેલી મુગ્ધા ગોડસે હવે અફરાતફરી નામની ફિલ્મમાં ગોવિંદા અને સુનિલ શેટ્ટી સાથે કામ કરવા જઈ રહી છે. મરાઠી લેલેન્ટ શોમાં જજ તરીકેની ભૂમિકામાં હાલ દેખાઈ રહેલી મુગ્ધા ગોડસેએ કહ્યુ છે કે આવા ટોચના કલાકારો સાથે તેને કામ કરવાની તક મળી છે જે ખુબ મોટી વાત છે. તેના ફેવરિટ સ્ટાર સાથે તે કામ કરવા જઈ રહી છે. ગોવિંદાને તે પોતાના ફેવરિટ કલાકાર તરીકે વર્ષોથી ગણે છે. ગોવિંદા સાથે કામ કરવા તે હંમેશા ઉત્સુક રહી છે. એવુ પણ જાણવા મળ્યુ છે કે ગોવિંદા પાસેથી તે ડાંન્સીંગની ટીપ્સ પણ મેળવી રહી છે. બીજીબાજુ ગોવિંદાએ પણ મુગ્ધાની પ્રશંસા કરી છે અને કહ્યુ છે કે મરાઠી શોમાં તેની કુશળતા સ્પષ્ટપણે નજરે પડે છે.