સોનમને લેવા માટે દક્ષિણ ભારતના નિર્માતા ઉત્સુક

(સંપૂર્ણ સમાચાર સેવા)                                                   મુંબઇ,તા. ૨૭

સંજય લીલા ભણશાળીની ફિલ્મ સાંવરિયા મારફતે પોતાની ફિલ્મી કારકિર્દી શરૂ કર્યા બાદ બોલિવુડમાં સોનમ કપુરને હજુ સુધી સુધી કોઇ નોંધપાત્ર સફળતા હાથ લાગી નથી. સોનમ કપુરે કેટલીક ફિલ્મોમા ભૂમિકા અદા કરી છે પરંતુ ચાહકો તેની તરફ ખેંચાયા નથી. સોનમ કપુર બોલિવુડમાં કેરિયર બનાવવા માટે ઉત્સુક છે પરંતુ તે હવે સાઉથની ફિલ્મોમાં પણ ભાગ્ય અજમાવવા ઇચ્છે છે. તે દક્ષિણ ભારતની ફિલ્મોમાં પોતાની કુશળતા સાબિત કરવા સજજ છે. પ્રાપ્ત અહેવાલ મુજબ સોનમ કપુરને દક્ષિણ ભારતના ફિલ્મ નિર્માતા પણ હવે પોતાની ફિલ્મમાં લેવાની તૈયારીમાં છે. સોનમને કેટલીક મોટી ફિલ્મોની ઓફર પણ કરવામાં આવી ચુકી છે. સોનમ કપુરને એઆર મુરુગાદોસ તેમની આગામી ફિલ્મ માટે સાઇન કરે તેવી શક્યતા છે. આ ફિલ્મમાં અભિનેતા તરીકે સાઉથ સુપરસ્ટાર વિજય રહેશે. સોનમને કમલ હાસન તેમની વિશ્વરૂપમ ફિલ્મમાં લેવા માટે પણ વિચારી રહ્યા છે. સુત્રોએ કહ્યું છેે કે સોનાક્ષીની તારીખો મળી શકશે નહી તો સોનમ કપુર આ ફિલ્મમાં કામ કરશે. વિશ્વરૂપમ માટે કલાકારોની પસંદગી કરવામાં આવી રહી છે. બોલિવુડ સાથે સંકળાયેલા લોકોએ કહ્યું છે કે સોનમના નામ પર વિચારણા ચાલી રહી છે. પરંતુ આ અંગે કોઇ ફણ વ્યક્તિએ હજુ સુધી કોઇ ખુલાસો કર્યો નથી.સોનમ કપુર બોલિવુડમા સફળ થવા મથામણ કરી રહી છે પરંતુ કોઇ મોટી ભૂમિકા તેને હજુ મળી નથી.

સોનમને કેટલીક ફિલ્મોની ઓફર પણ કરવામાં આવી ચુકી છે : સોનમને કુશળતા સાબિત કરવા માટેની તક

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope