નરેન્દ્ર મોદીની સરકાર ટેક્સ ઘટાડે તો

ગુજરાતમાં પેટ્રોલ ૧૪ અને ડીઝલ૧૨ સસ્તુ થઇ શકે છ

ગુજરાત સરકારને પેટ્રોલ અને ડીઝલમાં વેટની આવક રૂપિયા ૮૧૨૦ કરોડઃઅન્ય રાજયમાં ટેક્સ ઘટાડાયો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)

અમદાવાદ, તા. ૧૬

પેટ્રોલના ભાવ વધારા સામે કાગારોળ અને નિવેદન કરનારા ગુજરાત ભાજપના નેતાઓએ રાજય સરકાર પર દબાણ લાવીને પેટ્રોલ-ડીઝલ પર લેવાતા ટેક્સનું ભારણ ઘટાડવું જોઇએ. ગુજરાતમાં પેટ્રોલ ઉપર ૨૩ ટકાનો વેટ ઉપરાંત ૨ ટકાનો વધારાનો ટેક્સ ભાજપની રાજય સરકાર દ્વારા ઉઘરાવવામાં આવી રહ્યો છે. જો ગુજરાત સરકારનો ટેક્સ પેટ્રોલ અને ડીઝલ ઉપર નાબુદ કરવામાં આવે તો પેટ્રોલ ૧૪ રૂપિયા અને ડીઝલ ૧૨ રૂપિયા સસ્તુ થઇ શકે છે તેમ ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે આજે જણાવ્યું હતું.

તેમણે પત્રકારો સાથે વાતચીત કરતાં વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર સામે પેટ્રોલના ભાવ વધારા સામે રાજકીય નિવેદનો અને કાદવ ઉછાળવાને બદલે ગુજરાતની ભાજપ સરકારે પેટ્રોલ-ડીઝલ પરના વેટના દરમાં ઘટાડો કરવો જોઇએ. દેશમાં સૌથી વધારે પેટ્રોલ અને ડીઝલ પર વેટ ગુજરાતમાં લેવામાં આવે છે. કમસેકમ પેટ્રોલની વધેલી કિંમત પરથી વેટ દૂર કરવામાં આવે તો પણ ગુજરાતની જનતાને રૂા. ૧.૨૫ પૈસા પેટ્રોલ સસ્તું મળી શકે તેમ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડની કિંમત બેરલના ૬૮ ડોલર હતા તે વધીને ૧૧૦ ડોલરની સપાટીએ પહોંચતા નાછૂટકે પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલ-ડીઝલને નિયંત્રણમુક્ત કરીને ભાવવધારાની છૂટ તત્કાલીન એનડીએ સરકારે આપી હતી.

તેમણે કહ્યું હતું કે પેટ્રોલિયમ પેદાશોમાં ભાવ વધારો થતાં હરિયાણાના મુખ્યમંત્રી વેટના દરમાં ખાસ રાહતો આપી હતી. દિલ્હીની કોંગ્રેસ સરકારે ગેસના સિલિન્ડર ઉપર ૪૦ રૂપિયાની ખાસ સબસિડી જાહેર કરી હતી. જયારે ગુજરાતની ભાજપ સરકારે કોઇ જ રાહત આપી નથી. ગુજરાતમાં પેટ્રોલ ર્વાિષક ૨૫૦ કરોડ લિટર અને ડીઝલ ૩૩૦ કરોડ લિટર વપરાય છે. ગુજરાતની પ્રજા ઉપર અન્ય રાજયોના ૮ ટકાના ટેક્સની સરખામણીએ ગુજરાત સરકાર ૧૪ ટકા વધારાનો કર લઇ રહી છે. એની ગણતરી કરીએ તો ભાજપની સરકાર દર વર્ષે રૂા. ૮૧૨૦ કરોડ વધારે લઇ રહી છે. કેન્દ્રમાં ભાજપની આગેવાનીવાળી એનડીએ સરકારમાં ૬ વર્ષમાં ૧૭ વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરાયો હતો. કોંગ્રેસના શાસનમાં ૫ વર્ષમાં પેટ્રોલના ભાવમાં ઘટાડો પણ કરવામાં આવ્યો હતો. પશ્ચિમ બંગાળમાં તેમજ બિહારમાં પણ ભૂતકાળમાં પેટ્રોલ પરનો ટેક્સ ઘટાડવામાં આવ્યો છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope