અમરસહને મોટો ફટકો : ટેપ જાહેર કરવા ઊપર સ્ટે ઊઠાવ્યો

સમાજવાદી પાર્ટીના ભૂતપૂર્વ નેતા અમરસહની અરજી સુપ્રીમે ફગાવી : ફોન ઊપર વાતચીતની ટેપ જારી કરાશ

(સંપૂર્ણ સમાચાર સેવા)

નવી દિલ્હી,તા. ૧૧

સુપ્રીમ કોર્ટે સમાજવાદી પાર્ટીના ભૂતપૂર્વ નેતા અમરસહને આજે મોટો ફટકો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે અમરસહ દ્વારા કરવામાં આવેલી અરજીને આજે ફગાવી દીધી હતી. સાથે સાથે તેમની ફોન પર થયેલી વાતચીતની ટેપને મિડિયામાં પ્રકાશિત કરવા પર મુકવામાં આવેલો મનાઈહુકમ ઊઠાવી લીધો હતો. આનો મતલબ એ થયો કે હવે અમરસહની થયેલી ફોન પર વાતચીતની ટેપ જાહેર કરવામાં આવશે. અત્રે નાધનીય છે કે એક નેતાઓ અને બોલિવુડની અભિનેત્રીઓ સાથે તેમની વાતચીત ટેપ કરવામાં આવી હતી. જસ્ટીસ જી. એસ. સિઘંવી અને જસ્ટીસ એ.કે. ગાંગુલીની બચે અમરસહની અરજીને ફગાવી દેતા ટેપ મિડિયામાં પ્રકાશિત  કરવાના મામલે મુકવામાં આવેલા વચગાળાના સ્ટેને ઊઠાવી લીધો હતો.
અલબત્ત અમરસહને આંશિક રાહત આપીને સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તેઓ ગેરકાયદે રીતે ફોન ટેપ કરવાના મામલે ટેલિકોમ ઓપરેટરની સામે પગલા લઈ શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અમરસહે આ તમામ મામલે કેટલીક બાબતો છુપાવી છે. અત્રે નાધનીય છે કે સુપ્રીમ કોર્ટે ૨૭મી    ફેબ્રુઆરી ૨૦૦૬ના દિવસે ઈલેકટ્રોનિક મિડિયા અને પ્રિન્ટ મિડિયા દ્વારા અમરસહ અને અન્ય કોઈ પણ વ્યકિતની વાતચીતની ટેપ પ્રકાશિત કરવા સામે સ્ટે મુકી દીધો હતો. બચે ૨૯મી માર્ચના દિવસે અમરસહ  અને એક બિન સરકારી સંગઠન સીપીઆઈએલની દલીલો સાંભળ્યા બાદ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. સીપીઆઈએલ દ્વારા અમરસહની અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો. તેમની વાતચીતની ટેપ જાહેર કરવાની માંગણી કરી હતી.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope