સત્ર બોલાવવા ગહેલોતનો રાજ્યપાલ મિશ્રને પ્રસ્તાવ

ફ્લોર ટેસ્ટનો પ્રસ્તાવમાં ઉલ્લેખ નહીં
મુખ્યમંત્રીની ધારાસભ્ય સાથેની બેઠક બાદ લેવાયેલ નિર્ણય
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૨૬
રાજસ્થાનમાં ‘રાજ રમત’ હજુ પણ ચાલુ છે અને રવિવારે મુખ્યમંત્રી અશોક ગહેલોતે રાજ્યપાલ કલરાજ મિશ્રને વિધાનસભાનું સત્ર ૩૧ જુલાઈના રોજ બોલાવવા માટે નવો પ્રસ્તાવ આપ્યો હોવાનું જણાયું છે. રાજ ભવનના સૂત્રોના જણાવ્યા મુજબ સીએમ ગહેલોતે આપેલા પત્રમાં વિધાનસભા સત્ર બોલાવવાની માંગ કરાઈ છે અને ફ્લોર ટેસ્ટનો કોઈ ઉલ્લેખ કરાયો નથી. આ પત્ર શનિવારે મોડી રાત્રે મળ્યો હતો. અગાઉ શુક્રવારે રાજ્યપાલે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા રાજ ભવનની લોનમાં કરેલા ધરણાના મુદ્દે સરકાર પાસેથી છ મુદ્દાઓ પર સ્પષ્ટતા માંગી હતી. વિધાનસભા સત્ર બોલાવવાની માંગ સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ રાજભવનમાં ધરણા કર્યા હતા. જો કે રાજ્યપાલે તે સમયે જણાવ્યું હતું કે તેઓ બંધારણ મુજબ કામ કરશે અને કોઈ પણ પ્રકારના દબાણમાં આવશે નહીં. ત્યારબાદ સીએમ અશોક ગહેલોતના નેતૃત્વમાં કોંગ્રેસના ધારાસભ્યોએ ધરણા આટોપી લીધઆ હતા. રાજ્યપાલે તે વખતે મુખ્યમંત્રીને કેટલીક સ્પષ્ટતાઓ સાથે વિધાનસભા સત્ર બોલાવવાની ભલામણ કરતી અરજી ફરી આપવા જણાવ્યું હતું. રાજ્યપાલે છ મુદ્દે સ્પષ્ટતા માંગ્યા બાદ શનિવારે ફરી મુખ્યમંત્રી ગહેલોતે તેમના નિવાસ સ્થાને કેબિનેટ બેઠક યોજી હતી. રાજ્યપાલે ઉઠાવેલા પ્રશ્નો પર ચર્ચા વિચારણા કર્યા બાદ કેબિનેટે સંશોધિત પ્રસ્તાવ તૈયાર કર્યો હતો અને તેને ફરીથી રાજ્યપાલને સોંપવામાં આવ્યો છે.

 

યુપીમાં સ્થિતિ સતત વણસી રહી છે : પ્રિયંકાનો યોગીને પત્ર

પ્રિયંકાએ યુપીમાં વધતા સંક્રમણ પર ચિંતા વ્યક્ત કરી
સરકારે નો ટેસ્ટ, નો કોરોના પોલિસી અપનાવી રાખી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૨૫
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીને રાજ્યમાં કોરોના વાયરસના દર્દીઓની વધતી જઈ રહેલી સંખ્યાના મામલે પત્ર લખ્યો છે. બે પાનાના આ પત્રમાં તેઓએ લખ્યું છે કે રાજ્યમાં શુક્રવારના રોજ કોરોનાના નવા ૨૫૦૦ કેસ નોંધાયા છે. નવા દર્દીઓની સંખ્યા પૂરઝડપે વધી રહી છે. મહાનગરો ઉપરાંત ગામડાઓમાંથી પણ કોરોનાના દર્દીઓની સંખ્યા સામે આવી રહી છે. પ્રિયંકા ગાંધીએ પત્રમાં લખ્યું છે કે તમારી સરકારે ’નો ટેસ્ટ, નો કોરોના’ની પોલિસી અપનાવી રાખી છે. જેના કારણે પરિસ્થિતિ વિસ્ફોટક થઈ ગઈ છે. જ્યાર સુધી પારદર્શી રસ્તો નહીં અપનાવવામાં આવે ત્યાર સુધી લડાઈ અધૂરી રહેશે અને પરિસ્થિતિ વધારે ભયાનક થઈ જશે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના પુત્રી પ્રિયંકાએ પત્રમાં કહ્યું છે કે ઉત્તર પ્રદેશની હોસ્પિટલ્સની પરિસ્થિતિ અત્યંત ખરાબ છે. લોકો કોરોના માટે કરવામાં આવેલી વ્યવસ્થાના કારણે ડરી રહ્યા છે. આ જ કારણસર લોકો ટેસ્ટ કરાવવા માટે આવવાનું ટાળી રહ્યા છે.
આ સરકારની મોટી નિષ્ફળતા છે. કોરોનાનો ડર બતાવીને ભ્રષ્ટાચાક થઈ રહ્યો છે જેના પર લગામ લગાવવામાં નહીં આવે તો પરિસ્થિતિ ખૂબ જ વણસી જશે. પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશની યોગી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે તમારી સરકાર દાવો કરી રહી છે કે દોઢ લાખ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ હકીકત એ છે કે તેમાં ફક્ત ૨૦ હજાર દર્દીઓ આવી જવાથી પણ અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે.

 

વિધાનસભા સત્ર બોલાવો, સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઇ જશે

રાજસ્થાનના મુખ્યમંત્રીએ રાજ્યપાલને પત્ર લખ્યો
ઉપરથી દબાણ હોવાને કારણે રાજ્યપાલ વિધાનસભા સત્ર બોલાવવા માટેની સૂચના આપતા નહીં હોવાનો દાવો
(સંપૂર્ણ સમાચાર સેવા)
જયપુર, તા. ૨૪
રાજસ્થાન હાઇકોર્ટમાં સચિન પાયલટના સમર્થનમાં ચુકાદો આવ્યા બાદ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજસ્થાનના રાજ્યપાલ સમક્ષ વિધાનસભા સત્ર બોલાવવા માગ કરી છે. અશોક ગેહલોતે જણાવ્યું છે કે તેમને રાજ્યપાલને પત્ર લખ્યો છે કે તેઓ તુરંત વિધાનસભાનું સત્ર બોલાવે. જેમાં, કોરોના સંકટ, લોકડાઉન પર ચર્ચા થઇ શકે. પરંતુ હજુ સુધી રાજ્યપાલ તરફથી કોઈ જવાબ આવ્યો નથી. ગઈકાલે રાત્રે પત્ર લખ્યો હતો. વધુમાં તેમને જણાવ્યું, અમારું માનવું છે કે ઉપરથી દબાણ હોવાને કારણે તેઓ વિધાનસભા સત્ર બોલાવવાની સૂચના આપતા નથી. ગેહલોતે જણાવ્યું કે જયારે ભૈરો સિંહ શેખાવતની સરકાર ઉથલાવી દેવામાં આવી હતી ત્યારે વડાપ્રધાને મળવા ગયો હતો અને આ પ્રકારની વાતોને રોકવા માટે અપીલ કરી હતી. અમે તમામ ધારાસભ્યો રાજ્યપાલને મળીશું અને બને તેટલા જલ્દી સત્ર બોલાવવા અપીલ કરીશું. વિધાનસભામાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે, બધી વાતો દેશની સામે આવી જશે. રાજસ્થાનના રાજકારણમાં ચાલી રહેલા ઘમાસાણમાં ફરીએક વાર ગરમાવો આવી ગયો છે. રાજસ્થાન હાઇકોર્ટમાં આજે સચિન પાયલટ ગ્રુપ તરફથી કરવામાં આવેલી અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી. રાજસ્થાન વિધાનસભા અધ્યક્ષ દ્વારા આપવામાં આવેલ નોટિસના વિરોધમાં આ અરજી કરવામાં આવી હતી. આ અરજી પર સુનાવણી કરતા આજે રાજસ્થાન હાઇકોર્ટે સચિન પાયલટ અને તેમના સાથી ધારાસભ્યોને મોટી રાહત આપતા સ્પીકરની અરજી પર સ્ટે લગાવ્યો છે.

 

રાજસ્થાન ફોન ટેપિંગ મામલે રાજ્ય સરકારે રિપોર્ટ મોકલ્યો

રાજસ્થાનમાં રાજકારણમાં ગરમાવો યથાવત
સરકાર ઊથલાવવાના પ્રયાસમાં કેન્દ્રીય મંત્રીનું નામ હતું
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૨૨
રાજસ્થાનમાં ધારાસભ્યોનું હોર્સ ટ્રેડિંગ કરીને સરકાર ઉથલાવવાના ષડયંત્રમાં એક કેન્દ્રીય મંત્રીનું નામ પણ ઉછળ્યું હતું. કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે આ મુદ્દે ભારે ગરમાગરમી પણ થઈ હતી. ગૃહ મંત્રાલયે રાજસ્થાનમાં સરકાર ઉથલાવવા માટેની કથિત ફોન ટેપના મામલે રાજસ્થાન સરકાર પાસે જવાબ માંગ્યો હતો. રાજસ્થાનની કોંગ્રેસની ગહેલોત સરકારે આ અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પોતાનો જવાબ સાથેનો રિપોર્ટ મોકલ્યો છે. રાજ્ય સરકારની રિપોર્ટમાં ફોન ટેપિંગના આધાર અને ઈનપુટ્સ સહિતના તમામ પાસાંઓનું વિસ્તૃત વિવરણ આપવામાં આવ્યું છે. સૂત્રોના મતે, રાજ્ય સરકારે પોતાની રિપોર્ટમાં સ્પષ્ટતા કરતા સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે હાથ ધરાઈ હોવાની વાત જણાવી છે. રિપોર્ટમાં એવો ઉલ્લેખ કરાયો છે કે સરકારે ફોન ટેપિંગ વખતે તમામ નિયમોનું પાલન કર્યું છે. સાથે જ સરકારે એવી સ્પષ્ટતા પણ કરી છે કે આ પ્રકરણમાં કેન્દ્રીય મંત્રી અથવા અન્ય કોઈ રાજકીય વ્યક્તિના ફોન ટેપ કરવામાં આવ્યા નહતા. રાજસ્થાન એસઓજી ફોન ટેપિંગથી વાયરલ થયેલી ઓડિયો ક્લિપને લઈને એલર્ટ છે. બે દિવસ અગાઉ એસઓજીએ દિલ્હી સ્થિત કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતના ઘરે એક નોટિસ મોકલીને તપાસમાં સહયોગ આપવા અપીલ કરી હતી. જો કે મંત્રીએ એમ જણાવીને તપાસમાં હાજર રહેવા ઈનકાર કર્યો કે, પહેલા આ કથિત ઓડિયો રેકોર્ડિંગની સત્યતા ચકાસવામાં આવે.

 

પાયલોટ જૂથને ૨૪ સુધીની રાજસ્થાન હાઈકોર્ટની રાહત

રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર પરનું ગ્રહણ ટળ્યું નથી
રાજ્યના સ્પિકર સીપી જોશીની નોટિસ સામેના કેસમાં હાઈકોર્ટે ચુકાદો ટાળી દીધો : બન્ને પક્ષે જોરદાર દલીલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
જયપુર, તા. ૨૧
રાજસ્થાન હાઇકોર્ટે સતત ત્રીજા દિવસે અશોક ગેહલોત સરકાર સામે બળવો કરનારા સચિન પાયલોટ જૂથની અરજી પર સુનાવણી કરતાં ૨૪ જુલાઇ સુધીનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. મુખ્ય ન્યાયાધીશ ઇન્દ્રજિત મહાંતિ અને ન્યાયાધીશ પ્રકાશ ગુપ્તાની અદાલતે સચિન પાયલોટ ગ્રુપ દ્વારા દાખલ કરેલી અરજી પર બંને પક્ષકારોની દલીલો સાંભળીને પાયલોટ જૂથને તાત્કાલિક રાહત આપી હતી. ચુકાદો સુરક્ષિત રાખવા ઉપરાંત હાઈકોર્ટે સ્પીકરને ૨૪ જુલાઇ સુધી નોટિસ કેસમાં કાર્યવાહી અટકાવવા વિનંતી પણ કરી છે. રાજસ્થાન સરકાર ઉપર છેલ્લા દસ દિવસથી છવાયેલી રાજકીય કટોકટીના વાદળ મંગળવારે રાજસ્થાન હાઇકોર્ટમાં વિખેરાઈ ગયા હતા, પરંતુ હજી પણ સચિન પાયલોટ જૂથને સંપૂર્ણ રાહત મળી નથી, હવે ૨૪ જુલાઇએ નિર્ણય થવાનો છે. પાયલોટ જૂથ વતી વિધાનસભાના અધ્યક્ષ ડો.સી.પી.જોશી દ્વારા વિધાનસભાના સભ્યપદ સમાપ્ત કરવાની નોટિસ વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
શુક્રવારે વકીલ હરીશ સાલ્વે લંડનથી ઓનલાઇન કોર્ટમાં સચિન પાયલોટ જૂથ વતી દલીલ કરી હતી. લગભગ દોઢ કલાકની દલીલો દરમિયાન સાલ્વેએ સચિન પાયલોટ અને અન્ય ૧૮ ધારાસભ્યોને આપેલી નોટિસને ’ફ્રીડમ ઓફ સ્પીચ’ને ટાંકીને રદ કરવાની માગ કરી હતી. તેમના પછી જૂથના મુકુલ રોહતગીએ પોતાનો કેસ કોર્ટ સમક્ષ રજૂ કર્યો. ગેહલોત સરકાર પર રાજસ્થાનમાં રાજકીય સંકટનો સોમવારે ૧૦ મો દિવસ છે. સરકાર વિરુદ્ધ બળવો કરનારા સચિન પાયલોટ જૂથ સરકારની સામે પડ્યા બાદથી રાજસ્થાનની બહાર વાડાબંદીમાં કેદ છે. તો વળી બીજી બાજુ ગેહલોત જૂથના ધારાસભ્યો જયપુરની એક હોટલમાં રોકાયેલા છે. છેલ્લા સાત દિવસથી ધારાસભ્યોને વાડાબંધીમાં રખાયા છે. પાયલોટ અને ગેહલોત બંને પક્ષોના ધારાસભ્યોની વાડાબંધી વચ્ચે આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો અને હવે તમામની નજર હાઈકોર્ટના નિર્ણય પર હતી.

 

વીરપ્પનની પુત્રીને ભાજપે તામિલ યુવા મોરચાની ઉપાધ્યક્ષ બનાવી

નીતિ વિહોણું ભાજપનું રાજકારણ
ચાલુ વર્ષે જ વિદ્યા ભાજપમાં જોડાઈ છેઃ ભાજપે સામેથી મને પાર્ટીમાં જોડાવાની ઓફર કરી હતી : વિદ્યા રાની
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચેન્નાઈ, તા. ૧૯
અત્યંત ઘાતકી ગણાતા ચંદન ચોર વીરપ્પનની પુત્રીને ભાજપે મોટી જવાબદારી સોંપી છે. તામિલાનાડુમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજવાની છે ત્યારે ભાજપે અહીંયા કાર્યકારી સમિતિમાં મોટા ફેરફાર કર્યા છે.ભાજપે વિરપ્પનની પુત્રી વિદ્યા રાનીને ભાજપના યુવા મોરચાની ઉપાધ્યક્ષ બનાવી છે. વિદ્યા આ જ વર્ષે ભાજપમાં જોડાઈ છે અને ગણતરીના સમયમાં તેને અપાયેલા મોટા પદના પગલે તેના તરફ સૌનુ ધ્યાન ખેંચાયુ છે.તામિલનાડુમાં એઆઈડીએમકે અને ડીએમકેનુ વર્ચસ્વ છે ત્યારે વિદ્યાએ આ બંને પાર્ટીઓને બાજુ પર મુકીને ભાજપ પર પસંદગી ઉતારી છે. એક મીડિયા ઈન્ટરવ્યૂમાં વિદ્યાનુ કહેવુ હુત કે, હું પીએમ મોદીને પસંદ કરુ છું અને એ જ મારું ભાજપમાં જોડાવા પાછળનું કારણ છે. તેઓ હંમેશા એક્ટિવ રહેતા હોય છે.મારા માટે સન્માનની વાત છે કે, ભાજપે સામેથી મને પાર્ટીમાં જોડાવા માટે ઓફર કરી હતી. વિદ્યાએ બીએ અને એલએલબી કર્યુ છે.વિદ્યાનુ કહેવુ છે કે, સમાજસેવામાં મને પહેલેથી જ રસ રહ્યો છે.વિરપ્પનની પુત્રી હોવાથી ઈમેજને નુકસાન થવા અંગે તેનુ કહેવુ છે કે, મારા પિતા કોણ હતા તે બધાને ખબર છે.તેમાં કશું હવે નવુ નથી. ઉલ્લેખનીય છે કે, વિરપ્પન ૧૯૮૭માં દેશમાં ચર્ચાનો વિષય બન્યો હતો.તે વખતે તેણે એક ફોરેસ્ટ ઓફિસરનુ અપહરણ કર્યુ હતુ .એક પોલીસ ટીમને ઉડાવી દીધી હતી અને તેમાં ૨૨ના મોત થયા હતા.કન્નડ ફિલમોના સુપર સ્ટાર રાજકુમારનુ પણ તેણે અપહરણ કર્યુ હતુ.૨૦૦૪માં થયેલા એન્કાઉન્ટરમાં તે માર્યો ગયો હતો.

 

રાજકારણીઓ સામે સામાજિક અંતર માટે કાર્યવાહી જરૂરી છે

કર્ણાટક હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો
કોવિડ-૧૯ નિયંત્રણના નિયમોનો ભંગ કરીને એક પૂર્વ પ્રધાનના પરિવારમાં વિવાહ સમારોહ યોજાયો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
બેંગલુરુ, તા. ૧૯
કર્ણાટક હાઈકોર્ટે ગત શુક્રવારે રાજ્ય સરકારને આદેશ આપ્યો છે કે સોશિયલ ડિસ્ટસિંગ અર્થાત સામાજિક અંતર અને માસ્ક પહેરવાના નિયમોનો ભંગ કરનાર રાજકીય વ્યક્તિઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવે. જસ્ટિસ અભય ઓકા અને જસ્ટિસ એમ.નાગાપ્રસન્નાની બેન્ચે કહ્યું કે રાજ્ય સરકારની જવાબદારી છે કે એ કાર્યવાહી કરીને આ સુનિશ્ચિત કરે કે પછી એ ગમે તેટલી પ્રભાવશાળી વ્યક્તિ હોય, જો એ આફત સંબંધિત કાનૂનના આદેશોનો ભંગ કરે છે તો તેને છોડવામાં આવે નહીં. લાઇવ લો અનુસાર, આ મામલાને લઈને દાખલ કરાયેલી અરજી પર કોર્ટે રાજ્ય સરકારને ૨૪ જુલાઈ સુધી જવાબ દાખલ કરવા કહ્યું છે. અરજીમાં આરોપ લગાવ્યો છે કે કોવિડ-૧૯ નિયંત્રણના નિયમોનો ભંગ કરીને એક પૂર્વ મંત્રીના પરિવારમાં વિવાહ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આરોપોને ગંભીરતાથી લઈને કર્ણાટક હાઈકોર્ટની બેન્ચે કહ્યું કે, જો આ આરોપ સાચા છે તો રાજકીય નેતાઓ દ્વારા સામાજિક અંતર અને માસ્ક પહેરવાના નિયમોનો ગંભીર રીતે ભંગ કરવામાં આવ્યો છે. અરજીમાં કહેવાયું છે કે ૨૭મી જૂને નદાપ્રભૂ કેમ્પેગૌડા ખાતે પ્રતિમા અનાવરણ વિધિમાં પણ નિયમોનો ભંગ કરવામાં આવ્યો હતો. એક અન્ય અરજીમાં કહેવાયું હતું કે ૨૯ જૂને એક વિરોધ પ્રદર્શન યોજાયા, જેમાં કોવિડ-૧૯ની ગાઈડલાઈન્સનું પાલન કરવામાં આવ્યું ન હતું. હાઈકોર્ટની બેન્ચે કહ્યું કે રાજ્ય સરકારની એ જવાબદારી છે કે એ આ મામલોઓને જોવે અને જો એમાં ભંગ કર્યાનું સાબિત થાય તો આકરી કાર્યવાહી કરે. સુનાવણી દરમિયાન રાજ્ય સરકારના એડિશનલ સોલિસીટર ધ્યાન ચિન્નપ્પાએ કોર્ટેને સૂચિત કરી કે તમામ જિલ્લાઓમાં ફરિયાદ નિવારણ તંત્ર સ્થાપિત કરવામાં આવ્યું છે, જેમાં સોશ્યલ ડિસ્ટસિંગના નિયમો અને માસ્ક નહીં પહેરવાને લઈને લોકો ફરિયાદ કરી શકે છે. તેમણે આગળ કહ્યું કે તમામ જવાબદાર અધિકારીઓને એક આદેશ જાહેર કરવામાં આવ્યો છે,જેથી એ સુનિશ્ચિત કરવામાં આવી શકે ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી યોગ્ય રીતે કામ કરે. આ મામલાની આગામી સુનાવણી ૨૭ જુલાઈના રોજ થશે.

 

કોંગ્રેસે પાયલટ જૂથના બે ધારાસભ્યને સસ્પેન્ડ કર્યા

ભંવરલાલ અને વિશ્વેન્દ્રસિંહ સસ્પેન્ડ
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૧૭
સચિન પાયટલ જૂથના બે બળવાખોર ધારાસભ્ય ભંવર લાલ શર્મા અને વિશ્વેન્દ્ર સિંહને કોંગ્રેસ પાર્ટીએ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પાર્ટીએ તેમને કારણ જણાવો નોટિસ ફટકારી છે. કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું છે કે, કાલે સાંજે અને આજ સુધી જે ટેપ સામે આવી છે તેના પરથી સ્પષ્ટ છે કે ભાજપ દ્વારા કોંગ્રેસની ચૂંટાયેલી સરકારને પાડવા અને ધારાસભ્યોની નિષ્ઠાને ખરીદવાનું ષડયંત્ર ઘડવામાં આવ્યું. જેના પરથી આ વાત સ્પષ્ટ થઈ જાય છે કે ચીન અને કોરોનાનો સામનો કરવાનો બદલે મોદી સરકાર સત્તા લૂંટવાના કામ કરી રહી છે. ત્યાંજ કોંગ્રેસ કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર શેખાવતની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાવવાની માગણી કરતા જણાવ્યું કે રાજસ્થાનની સરકારને પાડવા માટે એક ષડયંત્ર ઘડવામાં આવ્યું છે.

 

કોંગ્રેસે પૂછેલા સાત સવાલો

ચીને ૨૨૬૪ વાર ભારતમાં પ્રવેશવાની હિંમત કરી

(સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા.૬
સંરક્ષણની સંસદની સ્થાયી સમિતિની બેઠકો ગુમ ન કરવા બદલ ભાજપે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા અને સોમવારે આક્ષેપ કર્યો હતો કે તેમને ફક્ત ’કમિશન’ બેઠકોમાં જ રસ છે. ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કહ્યું કે વાયનાદના સાંસદો સંરક્ષણ અંગેની સંસદીય સ્થાયી સમિતિની તમામ બેઠકોમાંથી ગુમ છે, પરંતુ દેશના મનોબળને નીચે લાવવા અને સશસ્ત્ર દળોની બહાદુરી પર સવાલ ઉઠાવવા માટે સતત કાર્યરત છે.
• શું સરકાર સૈન્યના ૧૫ લાખ સભ્યો અને ૨૬,૦૦૦ પેન્શનરોની ૧૧,૦૦૦ કરોડ રૂપિયાની રકમ કાપીને સૈનિકોને પ્રોત્સાહિત કરી રહી છે?
• શું ભાજપના નેતા મુરલીમોહર જોશીની અધ્યક્ષતાવાળી સ્થાયી સમિતિએ કહ્યું ન હતું કે ૧૯૬૨ પછી સંરક્ષણ પાછળ સૌથી ઓછો ખર્ચ કરવામાં આવી રહ્યો છે? શું મોદીજી પણ સૈનિકોને એ જ રીતે પ્રોત્સાહિત કરશે?
• શું જનરલ બી.સી.ખંડુરીની અધ્યક્ષતા હેઠળ સંરક્ષણ સ્થાયી સમિતિએ ધ્યાનમાં ન લીધું કે આપણા ૬૮% ઉપકરણો જૂનું છે ’અને’ ચીનની સરહદે વ્યૂહાત્મક રસ્તાઓ બનાવવા માટે અપૂરતા સંસાધનો છે ’? મોદીજી સ્ટેન્ડિંગ કમિટી સાંભળે છે?
• જનરલ ખંડુરીની અધ્યક્ષતાવાળી સ્થાયી સમિતિએ એમ ન કહ્યું કે સંરક્ષણ બજેટની ફાળવણીમાં પીએમઓએ દખલ કરવી જોઈએ? આ હોવા છતાં પીએમઓએ કંઇ કર્યું નહીં. શું આ પ્રધાનમંત્રી માટેની તૈયારી છે?
• મોદી સરકારે ચાઇના સરહદ પર ૯૦ હજાર માઉન્ટન સ્ટ્રાઈક કોર્પ્સ બનાવવાથી કેમ અટકાવ્યો, જે ચીનને યોગ્ય જવાબ હશે? સૈન્યને વ્યૂહાત્મક શક્તિનો ઉપયોગ કરવાથી કેમ રોકી છે?
• મોદી સરકાર દરમિયાન ચાઇનાએ ૨,૨૬૪ વાર આપણા દેશમાં પ્રવેશવાની અથવા ગુના કરવાની હિંમત કેમ કરી?
• સુરજેવાલાએ કહ્યું કે ન્યૂઝ ચેનલો ચાલી રહી છે કે ચીન ગાલવાન ખીણથી પીછેહઠ કરી ચુક્યું છે. જો આ સાચું છે, તો પછી સેનાનું સ્વાગત કરો. તેમણે કહ્યું, ’વડા પ્રધાને કેમ કહ્યું કે ચીને અમારી ધરતી પર કબજો નથી કર્યો? શું તે દેશને ગુમરાહ કરી રહ્યો હતો?

 

રાહુલ ગાંધી અંગે ટિપ્પણી પર કોંગ્રેસનો વળતો પ્રહાર

સુરજેવાલાના જેપી નડ્ડા પર આકરા પ્રહારો

કોંગ્રેસનો સંરક્ષણ પાછળ ખર્ચ કરવાથી લઈ ચીન સાથેની મુત્સદ્દીગીરી સુધી મોદી સરકારને ઘેરી લેવાનો પ્રયાસ
(સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા. ૬
સંરક્ષણની સંસદની સ્થાયી સમિતિની બેઠકો ગુમ ન કરવા બદલ ભાજપે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા અને સોમવારે આક્ષેપ કર્યો હતો કે તેમને ફક્ત ’કમિશન’ બેઠકોમાં જ રસ છે. ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કહ્યું કે વાયનાદના સાંસદો સંરક્ષણ અંગેની સંસદીય સ્થાયી સમિતિની તમામ બેઠકોમાંથી ગુમ છે, પરંતુ દેશના મનોબળને નીચે લાવવા અને સશસ્ત્ર દળોની બહાદુરી પર સવાલ ઉઠાવવા માટે સતત કાર્યરત છે. આ પછી, કોંગ્રેસના નેતા રણદીપસિંહ સુરજેવાલાએ કહ્યું કે, દરરોજ અપમાનજનક ટિપ્પણીઓ કરીને તમે બીજેપી સાથે ભાજપના પ્રવક્તા બની રહ્યા છો. આ પછી, તેમણે ભાજપ અધ્યક્ષને ૬ પ્રશ્નો પણ પૂછ્યા. તેમણે એમ પણ આરોપ લગાવ્યો કે ભાજપ અને મોદી સરકાર ચીન સામે નહીં પરંતુ દેશને ગેરમાર્ગે દોરવામાં પોતાનું જોર લગાવી રહી છે. નડ્ડાએ ટ્વીટ કર્યું હતું, “રાહુલ ગાંધી સંરક્ષણની સંસદની સ્થાયી સમિતિની એક પણ બેઠકમાં ભાગ લીધો ન હતો.” પરંતુ દુ જટ્ઠઙ્ઘખની વાત એ છે કે, તે જવાબદાર વિપક્ષી નેતાએ ન કરવું જોઈએ તે સાથે તે બધા કામ કરી રહ્યા છે, સશસ્ત્ર દળોની બહાદુરી પર સવાલ ઉઠાવવાની સાથે. “તેમણે કટાક્ષ સાથે કહ્યું કે,” રાહુલ ગાંધીના છે તેજસ્વી વંશ તે પરંપરાનો છે જ્યાં સંરક્ષણની કમિટી નહીં પણ કમિશનની બાબત છે. કોંગ્રેસમાં ઘણા લાયક સભ્યો છે જે સંસદીય બાબતોથી વાકેફ છે પરંતુ રાજવી પરિવાર આવા નેતાઓને ક્યારેય આગળ વધવા દેશે નહીં. ’ સુરજેવાલાએ કહ્યું કે ન્યૂઝ ચેનલો ચાલી રહી છે કે ચીન ગાલવાન ખીણથી પીછેહઠ કરી ચુક્યું છે. જો આ સાચું છે, તો પછી સેનાનું સ્વાગત કરો. તેમણે કહ્યું, ’વડા પ્રધાને કેમ કહ્યું કે ચીને અમારી ધરતી પર કબજો નથી કર્યો? શું તે દેશને ગુમરાહ કરી રહ્યો હતો?

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope