બીએસ યેદિયુરપ્પાને ફટકો : બળવાખોરોનું સભ્યપદ યથાવત જ રહેશેઃ સુપ્રીમ

(સંપૂર્ણ સમાચાર સેવા)

નવી દિલ્હી, તા. ૧૩

સુપ્રીમ કોર્ટે કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ. યેદીયુરપ્પાને જોરદાર ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આજે ભાજપના ૧૧ અને પાંચ અપક્ષ ધારાસભ્યોને અયોગ્ય ઠેરવતાં કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષના નિર્ણયને રદ કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, કર્ણાટક વિધાનસભા અધ્યક્ષના નિર્ણય અસંગત તર્ક પર આધારિત હતો. નોંધનીય છે કે ગત વર્ષે નવેમ્બરમાં કર્ણાટકમાંની ભાજપ સરકારના ૧૬ ધારાસભ્યો બળવાખોર બની ગયા હતા. જેને અધ્યક્ષે પક્ષાંતર વિરોધી કાયદા હેઠળ દોષિત ઠેરવી સભ્ય પદ રદ કરી દીધું છે.

 

લોકોને ગેરમાર્ગે દોરવા બદલ ભાજપ પર માયાવતીના પ્રહાર

નોઈડામાં ખેડૂતોના પ્રત્યે હમદર્દી જતાવનાર કોગ્રેસ ઉપર જવાબી હુમલો કર્યાના બીજા દિવસે ભાજપ ઉપર પ્રહારો

(સંપૂર્ણ સમાચાર સેવા)

લખનૌ, તા. ૧૩

ગ્રેટર નોઇડામાં ખેડૂતો પ્રત્યે હમદર્દી જતાવનાર કોંગ્રેસ પર જવાબી હુમલો કર્યાના બીજા દિવસે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી માયાવતીએ પોતાની સરકારના કથિત ભ્રષ્ટાચારને જાહેર કરવા માટે ખોટા કૌભાંડોનું પુસ્તક પ્રસિદ્ધ કરીને જનતાને ગેરમાર્ગે દોરવા બદલ ભાજપ પર નિશાન ટાંક્યું હતું. રાજયમાં પોતાની સરકારના ચાર વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે મુખ્યમંત્રી માયાવતીએ કહ્યું હતું કે, ભાજપ સહિતના વિપક્ષો પાસે સુશાસન આપવાવાળી રાજય સરકાર વિરુદ્ધ કોઇ મુદ્દો રહ્યો નથી. તેથી જ તેઓ એક ષડયંત્ર રચીને જૂઠ્ઠો આક્ષેપ સરકાર પર કરીને કાર્યપદ્ધતિ પર પ્રશ્નો ઉભાં કરી રહ્યાં છે. ભાજપે લોકોને ગેરમાર્ગે દોરવા માટે નકલી કૌભાંડના પુસ્તક છાપીને વિપક્ષોમાં થયેલી સ્પર્ધામાં બાજી મારી લીધી છે. અફવા ફેલાવવા ભાજપ દેશમાં ટોચનો પક્ષ હોવાનું ગણાવતા માયાવતીએ કહ્યું હતું કે, ૨૦૦૭માં થયેલી ચૂંટણીમાં પણ બહુજનસમાજ પક્ષને નુકસાન પહોંચાડવા માટે ભાજપે એક પુસ્તક છાપ્યું હતું. પરંતુ તે ત્રીજા સ્થાને રહી હતી. ભાજપ ફરીથી તેવું જ કરી રહ્યું છે. માયાવતીએ કહ્યું હતું કે, ભાજપના નેતાઓને નિશ્ચિતરૂપથી કહું છું કે તેમને કરેલા આક્ષેપોને સાબિત કરવા પુરાવા લાવે અને લોકો સમક્ષ મુકે નહીં તો સિદ્ધાંતોની વાત પર ચાલવાનો દાવો કરનાર ભાજપ તેવોપણ નથી તેમ લોકો માનશે. માયાવતીએ ભારપૂર્વક કહ્યું હતું કે, મેં મારી પૂર્વ સરકારોની કાર્યવાહીની તપાસ કરાવવામાં આવે તો અનેક મંત્રીઓ અને સંબંધિત અધિકારીઓને કાર્યવાહીનો સામનો કરવો પડે તેમ છે. ભ્રષ્ટાચાર વિરુદ્ધના અન્ના હજારેના આંદોલનને તે ટેકો આપે છે પરંતુ લોકપાલબિલની સમિતિમાં સભ્યો મોટાભાગના રાજકીય પક્ષોના મહોરા છે.

 

આસામમાં તરૂણ ગોગોઇની હેટ્રીક

(સંપૂર્ણ સમાચાર સેવા) ગુવાહાટી,તા. ૧૩

આસામમાં મુખ્યપ્રધાન તરૂણ ગોગોઇ કોંગ્રેસને આસામમાં સતત ત્રીજી વખત સત્તા અપાવવામાં સફળ રહ્યા છે. તેમનો જાદુ અકબંધ રહ્યો છે. આસામના તમામ વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થઇ ચુક્યા છે. જે પૈકી કોંગ્રેસે ૭૪ સીટ મેળવી ને જોરદાર સપાટો બોલાવ્યો છે. ૧૨૬ સીટ પૈકી ૭૪માં કોંગ્રેસને જીત મળતા તેના કાર્યકરોમાં ઉત્સાહનું મોજુ જોવા મળ્યું હતું. આસામ ગણ પરિષદે કુલ ૧૧ બેઠકો જીતી છે. જયારે ભાજપે પાંચ બેઠકો જીતી છે. એકલા હાથે ચૂંટણી લડનાર કોંગ્રેસને આ વખતે ફાયદો થયો છે. ગયા વખતે કોંગ્રેસને ૫૩ સીટ મળી છે. જેથી તેને બોડો પીપલ્સ ફ્રન્ટના સમર્થનમાં રહેવુ પડ્યું હતું.

 

તૃણમૂળ રેલવે મંત્રાલય પોતાની પાસે જ રાખશે

પશ્ચિમ બંગાળમાં સત્તા મેળવવા માટેની તૈયારીમાં વ્યસ્ત તૃણમૂલ કોગ્રેસના નેતા મમતા બેનર્જીએ કરેલી સ્પષ્ટતા

(સંપૂર્ણ સમાચાર સેવા)

નવી દિલ્હી,તા. ૧૩

પશ્ચિમ બંગાળમાં સત્તા સંભાળવાની તૈયારીમાં વ્યસ્ત થઇ ગયેલા તૃણમૂળ કોંગ્રેસના નેતા મમતા બેનરજીએ આજે એવી ઇચ્છા વ્યક્ત કરી હતી ક રેલવે ખાતુ તૃણમૂળ પાસે જ રહે તેવી અમારી ઇચ્છા છે. મમતાએ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે આ સંબંધમાં ટુંક સમયમાં નિર્ણય કરવામાં આવશે. મમતાએ કહ્યું હતું કે તેઓ ટુંક સમયમાં જ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને મળશે. રેલવે પ્રધાને કહ્યું હતું કે તેઓ ઇચ્છે છે કે રેલવે ખાતુ તેમના પક્ષ પાસે જ રહે. કારણ કે તેમની પાસે પ્રધાનમંડળમાં એક જ સીટ છે. તેમણે કહ્યું હતું કે મંત્રાલયમાં અમાપી ઘણી સિદ્ધી રહી છે. અમે લોકો માટે સારી કામગારી કરી રહ્યા છીએ. જેથી રેલવે ખાતુ અમારી પાસે રહે તે જરૂરી છે.

 

અવાજ પોતાનો હોવાનો બિપાશાનો ઇન્કાર

બિપાશાના મુદ્દે પત્ની સમક્ષ સ્પષ્ટતા કરીશ : અમરસિંહ

(સંપૂર્ણ સમાચાર સેવા)

નવી દિલ્હી, તા. ૧૩

સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા અમરસિંહની બોલીવુડની અભિનેત્રી સાથેની ટેલિફોનિક વાતચીતની ટેપ સાર્વજનિક થયા બાદ સનસનાટી મચી ગઇ છે. અમરસિંહને પહેલેથી વિવાદમાં રહેવાનું પસંદ છે. તેઓ અવારનવાર નિવેદન કરીને વિવાદ ઉભો કરતા હોય છે. સાર્વજનિક થયેલી ટેપમાં અમરસિંહ સાથે બિપાશા નામની મહિલાની વાતચીતની રેકોર્ડ છે. લોકોનું માનવું છે કે ટેપમાંનો અવાજ બોલિવડુ અભિનેત્રી બિપાશા બાસુનો છે. જો કે ટેપ સાંભળ્યા પછી લાગતું નથી કે આ અવાજ બિપાશા બાસુનો છે. બિપાશા બાસુએ પણ ટેપમાં પોતાનો અવાજ હોવાનો ઇનકાર કરી દીધો છે. બિપાશાએ કહ્યું હતું કે, તેણે ક્યારેય અમરસિંહ સાથે વાત કરી નથી. બીજી બાજુ અમરસિંહ કહી રહ્યા છે કે જયાં સુધી ટેપ અંગેની સ્પષ્ટતાની વાત છે તે હું મારી પત્ની સમક્ષ જ કરીશ. અમરસિંહે સ્વીકાર્યું હતું કે, ટેપમાં તેમની અવાજ છે પરંતુ તેમાં અમુક બાબતો કાપીને જોડવામાં આવી છે. અમરસિંહે ટેપ પરનો પ્રતિબંધ હટાવવા બદલ સુપ્રીમ કોર્ટનો આભાર પણ માન્યો હતો. હવે હું શાંતિ ભૂષણની ટેપ પણ જાહેર કરી શકું છું. તેણે મારી સાથે ચાર કરોડ રૂપિયા માંગ્યા હતા. આ મુદ્દો સંસદમાં પણ ઉઠાવીશ. અમરસિંહે કહ્યું હતું કે ટેપ મુદ્દે સુપ્રીમ કોર્ટે મને અનિલ અંબાણીની રિલાયન્સ કંપની પર કેસ કરવાની મંજૂરી આપી દીધી છે. જો કે હું તેમ કરીશ નહીં કારણ કે તે બનાવટી પત્રના આધારે કાર્યવાહી કરી હતી. અમરસિંહે કહ્યું હતું કે, લોકોએ મને મુલાયમસિંઘના શાસનકાળ દરમિયાન ઉત્તરપ્રદેશ ઔદ્યોગિક વિકાસ કોર્પોરેશનના સભ્ય તરીકે સોદા કરવાવાળો મને સમજી લીધો છે. જો કે એ જરૂરી નથી કે મારા તમામ સુચનો માનવામાં આવ્યા હોય. હું એક રાજકારણીની સાથે સાથે બિઝનેસમેન પણ છું. બોલવાની તાકાત મારી પાસે છે. પરંતુ નિર્ણય લેવાની તાકાત મારી પાસે નથી. હું સાધુ પણ નથી કે શૈતાન પણ નથી. બીજી બાજુ નવ વર્ષ પછી જોન અબ્રાહમથી અલગ થયેલ ૩૨ વર્ષીય બિપાશાએ કહ્યું હતું કે, આ બધું ખોટું જ છે. ટ્વીટર પર તેણે પોતાના પ્રશંસકોને કહ્યું હતું કે, તમે આ વાત પર વિશ્વાસ ના કરો. આ એક ગંદો મજાક છે. મેં ક્યારેય અમરસિંહ સાથે વાત કરી નથી.

બિપાશા બસુની સાથે ટેલિફોનિક વાતચીતની ટેપ જાહેર થયા બાદ હોબાળો મચી જતા અમરસિંહે ખુલાસો કર્યો

 

પાંચ રાજયોમાં પક્ષવાર સ્થિતિ

(સંપૂર્ણ સમાચાર સેવા) ચેન્નઈ, તા.૧૩

પશ્ચિમ બંગાળ(૨૯૪)

પક્ષ………………..………………..………………..જીત………………..………………..……………….. ઉછાળો(સ્વીંગ)

ાબેરીઓ………………..………………..………………..૬૧………………..………………..……………….. ૧૬૭ ઘટાડો

તૃણમૂલ-કોગ્રેસ………………..………………..………………..૨૨૫………………..………………..………………..૧૭૬ ઉછાળો

ભાજપ………………..………………..………………..………………..………………..………………..

અન્ય………………..………………..………………..………………..………………..………………..૯ ઘટાડો

તમિળનાડુ(૨૩૪)

ાક્ષ………………..………………..………………..જીત………………..………………..………………..ઉછાળો(સ્વીંગ)

ડીએમકે-કોગ્રેસ-સાથી………………..………………..………………..૨૪………………..………………..………………..૧૨૦ ઘટાડો

અન્નાદ્રમુખ-સાથી………………..………………..………………..૧૮૩………………..………………..………………..૧૨૫ ઉછાળો

ભાજપ………………..………………..………………..………………..………………..………………..

અન્ય………………..………………..………………..………………..………………..………………..૫ ઘટાડો

આસામ(૧૨૬)

પક્ષ………………..………………..………………..જીત………………..………………..………………..ઉછાળો(સ્વીંગ)

એજીપી………………..………………..………………..૧૦………………..………………..………………..૧૪ ઘટાડો

કોગ્રેસ………………..………………..………………..૭૭………………..………………..………………..૨૪ ઉછાળો

ભાજપ………………..………………..………………..………………..………………..………………..૬ ઘટાડો

અન્ય ………………..………………..………………..૩૫………………..………………..………………..૪ ઘટાડો

કેરળ(૧૪૦)

પક્ષ ………………..………………..………………..જીત ………………..………………..………………..ઉછાળો(સ્વીંગ)

એલડીએફ ………………..………………..………………..૬૬ ………………..………………..………………..૨૧ ઘટાડો

યુડીએફ ………………..………………..………………..૭૨ ………………..………………..………………..૩૯ વધારો

ભાજપ ………………..………………..………………..………………..………………..………………..

અન્ય ………………..………………..………………..………………..………………..………………..૧૮ ઘટાડો

પુડ્ડુચેરી(૩૦)

પક્ષ ………………..………………..………………..જીત ………………..………………..………………..ઉછાળો(સ્વીંગ)

ડીએમકે-કોગ્રેસ-સાથી ………………..………………..………………..………………..………………..………………..૧૦ ઘટાડો

એનઆર કોગ્રેસ ………………..………………..………………..૨૦ ………………..………………..………………..૧૬ વધારો

ભાજપ ………………..………………..………………..………………..………………..………………..

અન્ય ………………..………………..………………..………………..………………..………………..૬ ઘટાડો

નોંધ :પશ્ચિમ બંગાળમાં ત્રણ અને તમિળનાડુમાં ૨૫ બેઠકોના પરિણામ હજુ જાહેર થયા નથી

 

આસામમાં ગોગોઈ રાજકીય આંધી વચ્ચે સત્તા જાળવી રાખવામાં સફળ : ાશ્ચિમ બંગાળમાં છેલ્લા ૩૪ વર્ષથી ચાલતા ડાબેરીઓના શાસનનો અંત

મમતાએ બંગાળમાં અને જયાએ તમિળનાડુમાં બોલાવેલો સપાટો

 

ાશ્ચિમ બંગાળ, તમિળનાડુ અને કેરળ તથા પુડ્ડુચેરીમાં આખરે સત્તા બદલાઈ વિવિધ ભ્રષ્ટાચારના કેસના કારણે કરુણાનિધીનો તમિળનાડુમાં સફાયો થયો

 

(સંપૂર્ણ સમાચાર સેવા)

નવી દિલ્હી,તા. ૧૩

પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના નેતૃત્વમાં તૃણમૂળ કોંગ્રેસ અને જે. જયલલિતાના નેતત્વમાં અન્નાદ્રમુકે આજે તમિળનાડુમાં જોરદાર સપાટો બોલાવ્યો હતો. બંગાળમાં આશરે ૩૪ વર્ષથી ચાલતા ડાબેરીઓના એકચક્રી શાસનનો અંત આવી ગયો છે.પશ્ચિમ બંગાળ, તમિળનાડુ, કેરળ અને કેન્દ્ર શાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં સત્તા બદલાઈ ગઈ છે. પશ્ચિમ બંગાળમાં મમતા અને તમિળનાડુમાં જયલલિથાની તાજપોશીની તૈયારીઓ પણ શરૂ થઈ ચુકી છે. બંને પક્ષોમાં ખુશીનું મોજુ ફરી વળ્યુ છે. બીજી બાજુ તમિળનાડુમાં જયલલિતાએ કરૂણાનિધીના નેતૃત્વમાં ડીએમકેનો સફાયો કરી દીધો છે. કેરળ અને બંગાળમાં ડાબોરીઓનો સફાયો થયો છે. તમિળનાડુ અને પુડ્ડુચેરીમાં ડીએમકે-કોંગ્રેસના શાસનનો અંત આવી ગયો છે. આસામમાં તરૂણ ગોગોઇ તેમની સત્તા ટકાવી રાખવામાં સફળ રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં ૧૯૭૭ બાદથી પ્રથમ વખત ડાબેરી મોરચાને હારનો સામનો કરવો પડ્યો છે.

૨૯૪ વિધાનસબાની બેઠકો માટે થયેલી ચૂંટણીમાં તૃણમૂળ કોંગ્રેસ અને કોંગ્રેસના ગઠબંધને શાસક ડાબેરી મોરચાને પછડાટ આપી દીધી છે. મમતાના નેતૃત્વમાં આ ગઠબંધન બે તૃતિયાશ બહુમતિ મેળવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. મમતા બેનરજીને એકલા હાથ સરકાર બનાવવા માટેની સીટ બને તેવી વકી છે. તૃણમૂળ છેલ્લા સમાચાર મળ્યા ત્યાં સુધી ૨૧૭ બેઠક ચુકી છે. અને ૯૧ પર લીડ છે. છેલ્લા સમાચાર મુજબ ડાબેરીઓને મોટો ફટકો પડ્યો છે. આ પક્ષ છેલ્લા સમાચાર મુજબ ૬૦ સીટ મેળવી ચુક્યું છે. રાજયના મુખ્યપ્રધાન બુદ્ધદેવ ભટ્ટાચાર્ય જાદવપુર વિધાનસભા બેઠક પરથી હારી ગયા છે. ડાબેરીઓની હાલત કફોડી છે તેવા સંકેત થોડાક સમય પહેલા યોજાયેલી ચૂંટણીથી જ મળવા લાગી ગયા હતા.

બુદ્ધદેવ ભટ્ટાચાર્યે રાજીનામુ પણ આપી દીધુ છે. બીજી બાજુ તમિળનાડુમાં કરૂમાનિધીનો સફાયો થયો છે. જયલતિલાની તાજપોશી હવે નક્કી થઇ ગઇ છે.ભ્રષ્ટાચારના કારણે કરૂણાનિધીના પક્ષનો સફાયો થયો છે. તમિળનાડુમાં જયલલિતાની તાજપોશી નિશ્ચિત બનતા તેમના સમર્થકોમાં ઉત્સાહનું મોજુ ફરી વળ્યુ છે. ડીએમકે ગઠબંધનની કારમી હાર થઈ છે. ડીએમકેના નેતા પર ભ્રષ્ટાચારના વ્યાપક આક્ષેપો થતા તેમની હાલત કફોડી બની છે. કરુણાનિધીની પણ પ્રતિષ્ઠા દાવ પર લાગી ગઈ હતી. તેમની પુત્રી કાનીમોઝી પર ધરપકડ થવાનો ખતરો તોલાઈ રહ્યો છે. પાર્ટીના મોટા નેતા અને ભૂતપૂર્વ દૂરસંચાર પ્રધાન એ રાજા ટુજી કૌભાંડ મામલામાં જેલમાં પહોંચી ચુક્યા છે. રાજાની મદદથી સ્પેક્ટ્રમ હાંસલ કરનાર કંપની સ્વાન ટેલિકોમ દ્વારા કલેગનર ટીવીને ૨૦૦ કરોડ રૂપિયા આપવાના મામલામાં સીબીઆઈ તપાસ ચલાવી રહી છે. કાનીમોઝીની સામે સીબીઆઈ ચાર્જશીટ દાખલ કરી ચુકી છે. ભ્રષ્ટાચારના કારણે કરુણાનિધીની કારમી હાર થઈ છે. આવી જ રીત. કેરળમાં ભ્રષ્ટચારના કારણે ઉથલપાથલની સ્થિતિ સર્જાઈ છે. કોગ્રેસના નેતૃત્વમાં યુડીએફને નજીવી બહુમતિ મળી છે. તમામ ૧૪૦ બેઠકોના પરિણામ જાહેર થઈ ચુક્યા છ.ે જેમાં યુડીએફના ખાતામાં ૭૨ અને એલડીએફના ખાતામાં ૬૮ બેઠકો આવી છે. રાજયમાં દર વખતની જેમ જ આ વખતે પણ સત્તા પરિવર્તન થયુ છે. જો કે યુડીએફનો દેખાવ અગાઉ જેવો શાનદાર રહ્યો નથી. બીજીબાજુ આસામમાં કોગ્રેસને શાનદાર જીત મળી છે. તરુણ ગોગઈ કોગ્રેસને સત્તામાં જાળવી રાખવામાં સફળ રહ્યા છે. આસામમાં કોગ્રેસે ૭૪ બેઠકો કબજે કરી છે. અસામ ગણ પરિષદને ૧૧ બેઠકો મળી છે. ભાજપે પાંચ બેઠકો જીતી છે. એકલા હાથે ચુંટણી લડનાર કોગ્રેસને પૂર્ણ બહુમતિ મળી છે. આવી જ રીતે કેન્દ્ર શાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં પણ ઓલ ઇન્ડિયા એનઆર કોગ્રેસ અને અન્નાદ્રમુક ગઠબંધનને બહુમતિ મળી છે.

 

 

 

 

ારિણામોની સાથે સાથે….

 

(સંપૂર્ણ સમાચાર સેવા) ચેન્નઈ, તા.૧૩

* પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોગ્રેસનો જોરદાર સપાટો

* પશ્ચિમ બંગાળમાં ડાબેરીઓનો સંપૂર્ણ સફાયો થયો

* તૃણમૂલે સત્તા કબજે કરી

* જંગી બહુમતિ મેળવીને મમતા બેનર્જીએ સપાટો બોલાવ્યો

* પશ્ચિમ બંગાળ, તમિળનાડુ, કેરળ અને પુડ્ડુચેરીમાં સત્તા બદલાઈ

* કેરળ અને પશ્ચિમ બંગાળમાં ડાબેરીઓના કિલ્લા પડ્યા

* આસામમાં તરુણ ગોગોઈ સત્તા જાળવી રાખવામાં સફળ

* પશ્ચિમ બંગાળમાં ૧૯૭૭ બાદ પ્રથમ વખત ડાબેરીઓની હાર

* તૃણમૂલ-કોગ્રેસે બે તૃત્યાંસ બહુમતિ મેળવી

* ડાબેરી મોરચાને મોટી પીછેહઠ સાંપડી

* રાજયના મુખ્યમંત્રી બુદ્ધ દેવ ભટ્ટાચાર્યએ રાજીનામુ આપ્યુ

* બુદ્ધદેવ જાદવપુર વિધાનસભા સીટથી ૧૬૦૦૦ મતે હારી ગયા

* તૃણમૂલના મનિષ ગુપ્તાએ મુખ્યમંત્રીને હાર આપી

* સ્થાનિક ચુંટણીમાં હારનો સિલસિલો જારી રહેતા ડાબેરીઓમાં કરુણ રકાશ

* તમિળનાડુમાં ડીએમકેનો સફાયો થયો

* જયલલિથાની તાજપોશી નિશ્ચિત થઈ

* ભ્રષ્ટાચારના કારણે ડીએમકેના પ્રધાનોની કારમી હાર થઈ

* રાજા ટેલિકોમ કૌભાંડમાં જેલમાં પહોંચી ગયા હોવાથી પક્ષને ફટકો

* કેરળમાં યુડીએફને નજીવી બહુમતિ મળી

* આસામમાં તરુણ ગોગોઈને સતત ત્રીજી વખત સત્તા મળી

* ૧૨૬ પૈકી કોગ્રેસને ૭૪ બેઠકો મળી

* આસામ ગણ પરિષદને ૧૧ બેઠકો મળી

* એકલા હાથે ચુંટણી લડનાર કોગ્રેસને ગયા વખતની સરખામણીમાં પૂર્ણ બહુમતિ

* પુડ્ડુચેરીમાં ઓલઇન્ડિયા એનઆર કોગ્રેસ અને અન્નાદ્રમુકના ગઠબંધનને બહુમતિ

 

બંગાળ, તમિળનાડુ અને કેરળમાં આજે પરિણામ : આસામમાં ચૂંટણીનાં પરિણામો જાહેર કરવામાં આવશે

(સંપૂર્ણ સમાચાર સેવા)

નવી દિલ્હી, તા. ૧૨

પાંચ રાજયોમાં તાજેતરમાં જ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવતીકાલે જાહેર થનાર છે જેથી તમામ રાજકીય પક્ષોની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. પાંચ રાજયો પૈકી પશ્ચિમ બંગાળમાં એકઝીટ પોલનાં પરિણામ મુજબ મમતા બેનરજી સપાટો બોલાવે છે જયારે તમિળનાડુ અને કેરલમાં ચુકાદો સ્પષ્ટ દેખાઇ રહ્યો નથી તે જોતાં ચૂંટણી ખૂબજ રોમાંચક રહેશે જયારે આસામમાં પણ ચિત્ર સ્પષ્ટ દેખાઇ રહ્યું નથી. જુદી જુદી ટીવી ચેનલો દ્વારા કરવામાં આવેલા એકઝીટ પોલમાં પશ્ચિમ બંગાળમાં મમતાને સ્પષ્ટ બહુમતી આપવામાં આવે છે. અહ તાૃણમૂલને ૨૨૨ થી ૨૩૪ બેઠકો સીએનએન આઇબીએન દ્વારા આપવામાં આવે છે. હેડલાઇન ટુડેનાં એકઝીટ પોલમાં તાૃણમૂલને બંગાળમાં ૨૧૦ થી ૨૨૦ બેઠકો જયારે ડાબેરીઓને ૬૫ થી ૭૦ બેઠકો મળે છે. સીએનએનઆઇબીએનમાં ડાબેરીઓને ૬૦ થી ૭૨ બેઠકો જયારે કેરળમાં એલડીએફને સીએનએનઆઇબીએનનાં પોલ મુજબ ૬૯-૭૭ બેઠક મળે છે. હેડલાઇન ટુડે યુડીએફને ૮૫-૯૨ બેઠક મળે છે. તમિળનાડુમાં અન્નાદ્રમુકને સીએન-એનઆઇબીએનમાં ૧૨૦ થી ૧૩૨ બેઠકો અપાય છે જયારે ડીએમકેને ૧૦૨ થી ૧૧૪ બેઠકો આપવામાં આવે છે. અત્રે ઊલ્લેખનીય છે કે, દેશની અગ્રણી ટીવી ન્યુઝ ચેનલોના એકઝીટ પોલના પરિણામો પર વિશ્વાસ કરવામાં આવે તો પશ્ચિમી બંગાળમાં ડાબેરીઓનો ગઢ નેસ્તનાબૂદ થઈ રહ્યો છે. ત્યાં હવે મમતા બેનરજીના નેતાૃત્વ હેઠળની તાૃણમૂલ કાગ્રેસની મોરચા સરકાર બનશે. એકઝીટ પોલમાં મમતા બેનરજીને ભારે બહુમતી મળી રહી હોવાનું દર્શાવવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાન પૂર્ણ થયા બાદ અગ્રણી ન્યૂઝ ચેનલોએ એકઝીટ પોલ દર્શાવ્યાં હતાં.

વિધાનસભાની ચૂંટણી પરિપૂર્ણ થઇ ગયા બાદ એકઝીટ પોલનાં પરિણામ આવી જતાં એકબાજુ તાૃણમૂલ કાગ્રેસમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે જયારે ડાબેરીઓમાં આઘાતનું મોજું ફરી વળ્યું છે.

 

સત્યપાલ બિનવિવાદાસ્પદ ઓફિસર રહ્યા છે : સત્યપાલ સહ અંડરવર્લ્ડમાં ખળભળાટ મચાવી ચૂકયા છે

(સંપૂર્ણ સમાચાર સેવા)

મુંબઇ,તા.૧૨

સનસનાટીપૂર્ણ ઇશરત કેસમાં તપાસ ચલાવવા રચવામાં આવેલી સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (સીટ)નાં નવા ચેરમેન તરીકે આજે મુંબઇ કેડર્સનાં ૧૯૮૦ની બેચનાં આઇપીએસ ઓફિસર સત્યાપાલ સહની પસંદગી કરવામાં આવી હતી. એક બિનવિવાદાસ્પદ ઓફિસર તરીકેની તેમની છાપ રહી છે. વિવાદોથી તેઓ દૂર રહ્યા છે. એક જાબાંજ ઓફિસર તરીકે સારી પ્રતિષ્ઠા ધરાવતા સત્યાપાલ હવે ઇસરત કેસને કઇ રીતે હાથ ધરે છે તેની ઊપર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. ૧૭મી જુલાઇ ૨૦૦૮નાં દિવસે તેમની નાગપુરમાંથી પૂણેમાં કમિશનર તરીકે ટ્રાન્સફર કરવામાં આવી હતી. સહ એડિશનલ જનરલ ડિરેકટર ઓફ પોલીસનાં હોદ્દા ઊપર છે. તેઓ ઇન્ડિયન પોલીસ ર્સિવસ (આઇપીએસ)ની ૧૯૮૦ની બેચનાં ઓફિસર છે. સત્યપાલ સહની મહત્ત્વપૂર્ણ કામગીરીમાં મુંબઇમાં અંડરવર્લ્ડ ડોન સામેની કાર્યવાહીનો સમાવેશ થાય છે. તેમનાં નેતાૃત્વ હેઠળની ટીમે ૨૫ ઓગસ્ટ ૨૦૦૩નાં દિવસે સફળ તપાસ યોજી હતી જેમાં ગેટ વે ઓફ ઇન્ડિયા ખાતેની તપાસનો સમાવેશ થાય છે. તેઓ આ કેસને દિવસોમાં જ ઊકેલવામાં સફળ રહ્યા હતાં જેનાં કારણે અપરાધીઓને માૃત્યુદંડની સજા થઇ હતી. તેઓને રાષ્ટ્રપતિ ચંદ્રક એવોર્ડ મળી ચૂકયો છે. વિવિધ હોદ્દાઓ ઊપર સફળ રીતે તેઓ સેવા આપી ચૂકયા છે. નકસલવાદી વિસ્તારોમાં કામગીરી બદલ ખાસ સેવા એવોર્ડ મેળવી ચૂકયા છે. ૧૯મી નવેમ્બર ૧૯૫૫નાં દિવસે જન્મેલા સત્યપાલ સહે એમએસસી (કેમેસ્ટ્રી)માં અભ્યાસ કર્યો હતો ત્યારબાદ કેમેસ્ટ્રીમાં એમફીલની ડિગ્રી મેળવી હતી. તેઓ ઓસ્ટ્રેલિયાથી એમબીએ થઇને આવ્યા હતાં. સાથે સાથે તેઓએ પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં ડોકટરેટની ડિગ્રી મેળવી હતી. મુંબઇમાં તેમની કામગીરી શાનદાર રહી હતી.

નકસલવાદી ગ્રસ્ત વિસ્તારોમાં સેવા બદલ ખાસ ચંદ્રક તેમજ રાષ્ટ્રપતિ ચંદ્રક સત્યપાલસહ મેળવી ચૂકયા છે

 

ઈશરત કેસ : સત્યપાલ સહ સીટના નવા ચેરમેન નિમાયા

(સંપૂર્ણ સમાચાર સેવા)

અમદાવાદ, તા. ૧૨

ઈશરત જહાં એન્કાઊન્ટર પ્રકરણમાં હાઈકોર્ટ દ્વારા નીમવામાં આવેલી સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ (સીટ) ના નવા ચેરમેન તરીકે હાઈકોર્ટના જસ્ટીશ જયંત પટેલ અને જસ્ટીશ અભિલાષાકુમારીની ખંડપીઠે મુંબઈના ૧૯૮૦ની બેન્ચના આઈપીએસ અધિકારી ડો. સત્યપાલ સઘની વરણી કરી છે. કેન્દ્ર તરફથી ત્રણ સભ્યોની નામાવલી હાઈકોર્ટને આપવામાં આવી હતી.

ઈશરત જહાં એન્કાઊન્ટર પ્રકરણમાં સીટના ચેરમેન કર્નેલસઘના વડપણ હેઠળ તપાસ સાપવા માટે હાઈકોર્ટે અગાઊ હુકમ કર્યો હતો. પરંતુ અડધી તપાસમાં કર્નેલસઘની મિઝોરમ ખાતે બદલી થતાં હાઈકોર્ટ સમક્ષ તેમણે તપાસમાં રુખસદ કરવાની અરજી હાઈકોર્ટે ગ્રાહ્ય રાખી હતી. ત્યાર બાદ હાઈકોર્ટની ખંડપીઠે એન્કાઊન્ટર તપાસનો સ્વતંત્ર હવાલો આઈપીએસ અધિકારી સતિષ વર્માને સાપ્યો હતો. જેને પગલે ગુજરાત આઈપીએસ લોબીમાં વર્ષોથી ચાલતો ગજગ્રાહ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં પ્રાથમિક સુનાવણી દરમિયાન કોર્ટે સીટની તપાસ પર ચેરમેનની વરણી ન થાય ત્યાં સુધી. તપાસ પર સ્ટે ફરમાવી દીધો હતો. તપાસ અટકી પડતાં કેન્દ્ર પાસેથી ઊચ્ચ અધિકારીઓના નામાવલીની .ાગી આપવા જણાવાયું હતું. આજરોજ સુનાવણી દરમ્યાન કેન્દ્ર તરફથી ત્રણ સભ્યોના નામની યાદી રજુ કરવામાં આવી હતી. હાઈકોર્ટની ખંડપીઠે મુંબઈના ૧૯૮૦ની બેન્ચના આઈપીએસ અધિકારી ડો. સત્યપાલસઘની વરણી કરવામાં આવી હતી.

 

કેન્દ્ર દ્વારા ત્રણ સભ્યોનાં નામોની યાદી રજૂ કરાઇ હતી અંતે આઇપીએસ ઓફિસર સત્યપાલની પસંદગી કરાઇ

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope