દેશમાં હિન્દુ-મુસ્લિમનો જન્મદર સરખો થઈ જશે : Digvijay

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે હિન્દુ અને મુસ્લિમોની વસતીને લઈને આપેલા નિવેદનના કારણે આગામી દિવસોમાં રાજકીય મોરચે ગરમાવો આવી શકે છે. તેમનુ કહેવુ છે કે, જે પ્રકારે જન્મદર જાેવા મળી રહ્યો છે તે જાેતા ૨૦૨૮ સુધીમાં દેશમાં હિન્દુ અને મુસ્લિમોનો જન્મ દર એક સરખો થઈ જશે. દિગ્વિજયસિંહે એક કાર્યક્રમમાં કહ્યુ હતુ કે, એ લોકો કહે છે કે મુસ્લિમો ચાર-ચાર પત્નીઓ સાથે પરણીને ડઝનબંધ બાળકો પેદા કરે છે અને દેશમાં આગામી ૧૦ થી ૧૨ વર્ષમાં મુસ્લિમો બહુમતીમાં આવી જશે અને હિન્દુઓ લઘુમતીમાં મુકાઈ જશે. આવા લોકોને મારી સાથે ચર્ચા કરવા માટે ખુલ્લો પડકાર છે. તેમણે કહ્યુ હતુ કે, એક સર્વે પ્રમાણે દેશમાં હિન્દુઓના મુકાબલે મુસ્લિમોનો જન્મદર ઘટી રહ્યો છે. ૧૯૫૧થી આજ સુધી મુસ્લિમોના જન્મદરમાં જે ઝડપથી ઘટાડો થયો છે તેટલી ઝડપથી હિન્દુઓના જન્મદરમાં ઘટાડો થયો નથી. આજે મુસ્લિમોનો જન્મદર ૨.૭ અને હિન્દુઓને ૨.૩ છે. આ જાેતા લાગે છે કે, ૨૦૨૮ સુધીમાં હિન્દુ અને મુસ્લિમોનો જન્મદર એક સરખો થઈ જશે અને દેશની વસતી વૃધ્ધિ સ્થિર થઈ જશે. દિગ્વિજયસિંહે ઓવૈસી પર નિશાન સાધતા કહ્યુ હતુ કે, જે રીતે હિન્દુઓને ડરાવીને ગુમરાહ કરાઈ રહ્યા છે તે રીતે ઓવૈસી પણ મુસ્લિમોને ડર બતાવીને તેમના વોટ મેળવવા માંગે છે. દેશમાં હિન્દુઓ અને મુસ્લિમોને સાચો ખતરો તો મોદી અને ઓવૈસીથી છે.

 

પીએમ કેર ફંડના ૫૦૦૦૦ કરોડ ક્યાં ગયા? : કોંગ્રેસ

પીએમ કેર ફંડના મુદ્દાએ ફરી એક વખત રાજકીય મોરચે વંટોળ સર્જયો છે. કોંગ્રેસે આ મુદ્દે ફરી આરોપ લગાવીને સવાલ કર્યો છે કે, પીએમ કેર ફંડમાં આવેલા ૪૦૦૦૦ થી ૫૦૦૦૦ કરોડ રૂપિયા ક્યાં ગયા? કોંગ્રેસના પ્રવક્તા અને આગેવાન સુપ્રિયા શ્રીનેતને પૂછ્યુ હતુ કે, પીએમ કેર ફંડની રકમનુ શું થઈ રહ્યુ છે તેનો જવાબ સરાકર આપે. તાજેતરમાં જ વડાપ્રધાન કાર્યાલય દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે, પીએમ કેર ફંડ ભારત સરકારનુ ફંડ નથી એટલે રાઈટ ટૂ ઈન્ફર્મેશન એકટ હેઠળ તેનો જવાબ આપી શકાય તેમ નથી. કોર્ટમાં કાર્યાલય દ્વારા જવાબ અપાયો હતો કે, રાહત ફંડ ભારત સરકારને આધીન નથી અને તે ચેરિટેબલ ટ્રસ્ટ સાથે સંકળાયેલુ છે. આ મામલો એટલે ચર્ચામાં આવ્યો છે કે, પીએમ કેર ફંડને લઈને દિલ્હી હાઈકોર્ટમાં એક પિટિશન કરવામાં આવી છે અને તેમાં માંગ કરવામાં આવી છે કે, આ ફંડને સરકારી ફંડ જાહેર કરવામાં આવે. તેની પારદર્શિતા જળવાઈ રહે તે માટે તેને આરટીઆઈ હેઠળ પણ લાવવાની જરૂર છે.

 

પંજાબમાં ૩ આતંકી ઝડપાયા

પંજાબ પોલીસે તરણ તારણ જિલ્લામાં ત્રણ આતંકવાદીઓને હથિયારો અને વિસ્ફટકો સાથે ઝડપી પાડ્યા છે. આ આંતકીઓ પંજાબમાં મોટાપાયે હુમલો કરીને રાજ્યને ધ્રુજાવવાની ફિરાકમાં હતા. એ પછી હવે પોલીસે સમગ્ર રાજ્યમાં ચેકિંગ શરૂ કર્યુ છે. મળતી જાણકારી પ્રમાણે આ ત્રણે આતંકવાદીઓ પંજાબના મોગા જિલ્લાના રહેવાસી છે. તેમની ઓળખ પણ થઈ છે. પોલીસ દ્વારા ગઈકાલે રાત્રે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યુ હતુ ત્યારે એક કારને શંકાસ્પદ હિલચાલના આધારે અટકાવવામાં આવી હતી. કારમાં ત્રણ વ્યક્તિઓ હતા. કારની તપાસ કરવામાં આવી ત્યારે તેમાંથી એક નાઈન એમ એમ પિસ્ટલ, એક હેન્ડગ્રેનેડ અને બીજા વિસ્ફોટકો મળ્યા હતા. પોલીસ દ્વારા આજે તેમને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરવામાં આવશે. પૂછપરછમાં આતંકીઓએ મોટા હુમલાના કાવતરાનો ખુલાસો કર્યો છે. પોલીસ દ્વારા હવે આતંકીઓ પાસે હથિયારો અને વિસ્ફોટકો કેવી રીતે આવ્યા તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

 

ઓરિસ્સાનાં કટક જિલ્લાનો બનાવ : ઝેર આપતાં ૨૦ શ્વાનના મોત થયા

ઓડિશાના કટક જિલ્લામાં કથિત રીતે ઓછામાં ઓછા ૨૦ કૂતરાઓને ઝેરી પદાર્થ ખવડાવીને મારી નાખનાર એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ૨૪ વર્ષીય આ વ્યક્તિ મીઠાઈની દુકાન ચલાવે છે. પોલીસે જણાવ્યું કે આરોપી રાત્રે કૂતરાઓના ભસવાથી અને તેની દુકાનની સામે કૂતરાઓના ભેગા થવાના કારણે પરેશાન રહેતો હતો. જેથી તેણે છેલ્લા કેટલાક દિવસોમાં તેમને ઝેરી પદાર્થ ખવડાવી દીધા. ઘટના ત્યારે સામે આવી જ્યારે સ્થાનિક લોકોએ એક ખાડામાં ઓછામાં ઓછા ૧૦ મરેલા કૂતરા જાેયા. કટક શહેરથી ૧૩ કિલોમીટર દૂર તંગી-ચૌદગરના શંકરપુર ગામના બજારમાં પણ મરેલા કૂતરા મળી આવ્યા છે. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, આરોપીએ સ્વીકારી લીધું છે કે તે રાત્રે કૂતરાઓના ભસવાના કારણે પરેશાન રહેતો હતો અને તેથી તેણે કૂતરાઓને ઝેર મેળવેલું ખાવાનું ખવડાવી દીધું હતું. પોલીસે જણાવ્યું કે, આરોપી પર ઈન્ડિયન પિનલ કોડ અને પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત મરેલા કૂતરાઓને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, આ વિસ્તારમાં અનેક રસ્તે રખડતા કૂતરા છે. લોકોના જણાવ્યા મુજબ, રસ્તે રખડતા કૂતરા અનેકવાદ દુકાનદારના ઘરમાં ઘૂસી જતા હતા અને બહાર મીઠાઈ બનાવવાના ચુલા પર બેસી જતા હતા. જેથી આ શખ્સે રસ્તે રખડતા કૂતરાઓથી છુટકારો મેળવવાની યોજના બનાવી હતી. આરોપીએ કથિત રીતે ગુલગુલા (એક ખાદ્ય પદાર્થ)માં ‘દાનદાર’ નામનું ઝેર મેળવીને કૂતરાઓને ખાવા માટે આપ્યું. ઝેરી ગુલગુલા ખાધા બાદ કૂતરાઓએ ઉલ્ટી કરી દીધી. ત્યારબાદ અનેક કૂતરાઓના મોત થઈ ગયા. થોડા દિવસો પહેલા કર્ણાટકમાં પણ કૂતરાઓને ઝેર આપીને મોતને ઘાટ ઉતારી દેવાનો મામલો સામે આવ્યો હતો. કર્ણાટકના શિવમોગામાં ક્રૂરતાની તમામ હદો પાર કરીને ૧૦૦થી વધુ રસ્તે રખડતા કૂતરાઓનેને ઝેર આપવાનો મામલો સામે આવ્યો હતો. આ કૂતરાઓને શિવમોગા જિલ્લાના ભદ્રાવતી તાલુકાના એક ગામમાં દાટી દેવામાં આવ્યા હતા. પોલીસે ગ્રામ પંચાયતના અધિકારીઓ વિરુદ્ધ કેસ નોંધી કાર્યવાહી શરૂ કરી હતી.

 

પત્ની નહાતી ન હોવાથી પતિએ છૂટાછેડા માંગ્યા

ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક મુસ્લિમ દંપતી અજીબોગરીબ કારણે તલાક સુધી પહોંચી ગયા હતા. આ મામલો મહિલા પ્રોટેક્શન સેલ સુધી પહોંચી ગયા છે. બંનેનું લગ્ન જીવન ટકાવી રાખવા માટે દંપતીનું કાઉન્સિલિંગ કરવામાં આવી રહ્યું છે. કાઉન્સલિંગ દરમિયાન બધા હેરાન થઈ ગયા હતા પતિએ પોતાની પત્ની પાસે છૂટાછેડા લેવા માટે કારણ આપ્યું હતું કે પત્ની ન્હાતી નથી. પતિએ કાઉન્સિલરને કહ્યું કે મેડમ મારી પત્ની ન્હાતી નથી. હું તેની સાથે ન રહી શકું. મહેરબાની કરીને છૂટાછેડા અપાવો. આ મામલો અલીગઢના ચંડોસા વિસ્તારનો છે. માનવામાં આવી રહ્યું છે કે બે વર્ષ પહેલા ચંડોસાના એક યુવકના નિકાહ ક્વાર્સીની યુવતી સાથે થયા હતા. લગ્ન બાદ શરુ શરૂમાં તે ઠીક ચાલી રહ્યો હતો. પરંતુ દંપતીમાં મનભેદ અને ઝઘડા થવાના શરૂ થયા હતા. બંને એકબીજાની આદતો અને રહન-સહનને લઈને કોમેન્ટ કરવા લાગ્યા હતા. આ વચ્ચે નવ મહિના પહેલા બંનેને એક પુત્ર થયો હતો. પરંતુ પરિવારમાં ઝઘડાનો સિલસિલો રોકાયો ન હતો. ઘરમાં તૂં-તૂં, મૈં-મૈં જ્યારે હદ પાર કરી ગઈ તો આ મામલો પોલીસ અને વૂમન પ્રોટેક્શન સેલના પગથિયે પહોંચ્યો હતો. કાઉન્સિલરે પતિ અને પત્ની બંને સમજાવવાની કોશિશ કરી હતી. આ વચ્ચે પતિ, પત્ની ન્હાતી ન હોવાની વાતને આગળ ધરીને તલાક અપાવવા માટે મદદની ગુહાર લગાવી હતી. પતિએ કહ્યું કે તે પત્નીની એટલા માટે પરેશાન છે. કારણ કે તે રોજ ન્હાતી નથી. તેના શરીરમાંથી ગંધ આવે છે. હવે તે તેની પત્ની સાથે રહેવા માંગતો નથી. બીજી તરફ પત્નીએ આરોપ લગાવ્યો હતો કે તેના આરોપ પાયાવિહોણા છે. પતિ તેને વારંવાર પરેશાન કરે છે. બે વર્ષ પહેલા પટનાના મસૌઢી વિસ્તારમાં પણ આવો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ત્યારે પત્નીએ પતિ ઉપર મારપીટ અને ઘરેથી કાઢી મૂકવા માટે આરોપ લગાવ્યો હતો. ઘરેલૂં હિંસાની ફરિયાદ ઉપર મહિલા આયોગે પતિને નોટિસ ફટકારી હતી. ઉલ્લેખનીય છે કે સમાજમાં પતિ પત્ની વચ્ચે ઝઘડા થવા સામાન્ય બાબત છે. પરંતુ ક્યારે એવા કારણો સાથે ઝઘડા થાય ત્યારે લોકોમાં ચર્ચાનો વિષય બનતા હોય છે. આવી સ્થિતિમાં અલીગઢનો આ કિસ્સો ચર્ચાના એરણે ચડ્યો છે.

 

દેશમાં કોરોના સંક્રમણના ૩૧૯૨૩ નવા કેસ

ભારતમાં કોરોના સંક્રમણના કેસોમાં ગુરૂવારે ફરી ઉછાળો નોંધાયો છે. ૨૪ કલાકમાં ૩૧ હજારથી વધુ લોકો કોરોનાગ્રસ્ત થયા છે. બીજી તરફ, એક્ટિવ કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે ૧૮૭ દિવસ બાદ સૌથી ઓછા કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, કેરળમાં એક દિવસમાં ૧૯,૬૭૫ કેસ નોંધાયા છે અને ૧૪૨ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં પણ કોરોના કેસોમાં આંશિક વધારો જાેવા મળ્યો છે. કેન્દ્રીય આરોગ્ય વિભાગે ગુરૂવાર સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૧,૯૨૩ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૨૮૨ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૩૫,૬૩,૪૨૧ થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ ૮૩,૩૯,૯૦,૦૪૯ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૭૧,૩૮,૨૦૫ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. કોરોના વાયરસ મહામારી સામે લડીને ભારતમાં ૩ કરોડ ૨૮ લાખ ૧૫ હજાર ૭૩૧ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૧,૯૯૦ દર્દીઓ સાજા થયા છે. હાલમાં ૩,૦૧,૬૦૪ એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ ૪,૪૬,૦૫૦ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. આ ઉપરાંત, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધીમાં કુલ ૫૫,૮૩,૬૭,૦૧૩ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. બુધવારના ૨૪ કલાકમાં ૧૫,૨૭,૪૪૩ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨૦ કેસ નોંધાયા છે. જેની સામે ૨૦ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૦૦૮૨ થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૮.૭૬ ટકા છે. રાજ્યમાં ફક્ત ૧૩૩ એક્ટિવ કેસ છે આ પૈકીના ૦૩ દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે ૧૩૦ દર્દીઓ સ્ટેબલ છે. અત્યારસુધીમાં રાજ્યમાંથી ૮,૧૫,૫૩૬ દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે કુલ ૧૦૦૮૨ દર્દીનાં મૃત્યુનો આંક યથાવત છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં એક પણ મોત થયું નથી. ગુજરાતમાં બુધવારની સાંજે ૨૮ જિલ્લા અને ૫ મનપામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી જ્યારે બાકીના નવા કેસ ફક્ત ૫ જિલ્લા અને ૪ શહેરમાં નોંધાયા છે.

 

કોવિડ – ૧૯નાં દેશમાં ૨૬૯૬૪ નવા પોઝિટિવ કેસ નોંધાયા

ભારતમાં હાલ કોરોના સંક્રમણની સ્પીડ ઘટતી હોય એવું લાગી રહ્યું છે. આ ઉપરાંત એક્ટિવ કેસમાં પણ ઘટાડો નોંધાયો છે. ૧૮૬ દિવસ બાદ આજે સૌથી ઓછા એક્ટિવ કેસ નોંધાયા છે. દેશમાં હાલ ૩ લાખ ૧ હજાર એક્ટિવ કેસ છે. ભારતમાં કોવિડ-૧૯ દર્દીઓના રિકવરી રેટમાં પણ ઘણો સુધારો જાેવા મળી રહ્યો છે. હાલ રિકવરી રેટ ૯૭.૮ ટકા થયો છે. બુધવાર સવારે કેન્દ્રીય આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૨૬,૯૬૪ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૩૮૩ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૩૫,૩૧,૪૯૮ થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ ૮૨,૬૫,૧૫,૭૫૪ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૭૫,૫૭,૫૨૯ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. કોરોના વાયરસ મહામારી સામે લડીને ભારતમાં ૩ કરોડ ૨૭ લાખ ૮૩ હજાર ૭૪૧ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૪,૧૬૭ દર્દીઓ સાજા થયા છે. હાલમાં ૩,૦૧,૯૮૯ એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ ૪,૪૫,૭૬૮ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. આ ઉપરાંત, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધીમાં કુલ ૫૫,૬૭,૫૪,૨૮૨ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. મંગળવારના ૨૪ કલાકમાં ૧૫,૯૨,૩૯૫ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૪ કેસ નોંધાયા છે. જેની સામે ૧૪ દર્દીઓ સાજા થયા છે. ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૦૦૮૨ થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૮.૭૬ ટકા છે. રાજયમાં ૨૧મી સપ્ટેમ્બર ૨૦૨૧ની સાંજે રાજ્યના ૩૧ જિલ્લા અને ૪ મનપામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી જ્યારે બાકીના નવા કેસ ફક્ત ૨ જિલ્લા અને ૪ શહેરમાં નોંધાયા છે, જેમાંથી સુરત શહેરમાં ૪, રાજકોટ શહેરમાં ૩, વડોદરા શહેરમાં ૩, વલસાડ જિલ્લામાં ૨, ગાંધીનગર શહેરમાં ૧, નવસારી શહેરમાં ૧ કેસ નોંધાયો છે.

 

હરિયાણામાં સીઆરપીએફ જવાને પુત્રને ગોળી મારી કર્યો આપઘાત

હરિયાણાના ચરખી દાદરી જિલ્લામાં આંતરિક બોલાચાલીને લઈને સીઆરપીએફના જવાને દીકરાને પગમાં ગોળી મારીને પોતાના માથામાં પણ ગોળી મારી દીધી. આ ઘટનામાં પિતા અને પુત્ર ગંભીર રીતે ઘાયલ થયા છે. બંનેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાંથી ડૉક્ટરોએ બંનેને રોહતક પીજીઆઇ રેફર કરી દીધા છે. દુર્ઘટનાની જાણ થતા પૂર્વ મંત્રી સતપાલ સાંગવાન પણ હૉસ્પિટલ પહોંચ્યા અને ડૉક્ટરો સાથે વાત કરી. જવાનની હાલત ખૂબ જ ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે. બીજી તરફ, સિટી પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી તપાસ શરુ કરી દીધી છે. નોંધનીય છે કે, ઝજ્જર જિલ્લાના ઝાસવા ગામના રહેવાસી સંજય કુમાર પોતાના પરિવાર સહિત દાદરી શહેરની એમસી કોલોનીમાં રહી રહ્યા છે અને હાલ દિલ્હીના ઝાડસા ક્ષેત્રમાં સીઆરપીએફમાં તૈનાત છે. સંજય થોડા દિવસ પહેલા જ રજા પર ઘરે આવ્યા હતા. મંગળવાર બપોરે સંજયનો પોતાના ઘરે પત્નીની સાથે કોઈ વાતને લઈ ઝઘડો થયો હતો. ઝઘડામાં સંજયનો ૧૭ વર્ષીય દીકરા હેપ્પીએ વચ્ચે પડી ઝઘડો ઉકેલવાનો પ્રયાસ કર્યો તો સંજય પિસ્તોલથી દીકરાના પગમાં ગોળી મારી પોતાને પણ માથામાં ગોળી મારી દીધી. ગોળી વાગવાથી પિતા-પુત્રને ઘાયલ અવસ્થામાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દુર્ઘટનાની સૂચના મળતાં સિટી પોલીસ અને પૂર્વ મંત્રી સતપાલ સાંગવાન હોસ્પિટલ પહોંચ્યા અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું. ડૉક્ટરોએ બંનેની ગંભીર સ્થિતિ જાેઈને રોહતક પીજીઆઇ રેફર કરી દીધા છે. બીજી તરફ, પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ વજીર સિંહે જણાવ્યું કે, તપાસમાં સામે આવ્યું છે કે સંજય તથા તેની પત્નીનો એકબીજા સાથે ઝઘડો ચાલી રહ્યો હતો. જ્યારે ઝઘડો ઉકેલવા માટે દીકરો વચ્ચે પડ્યો તો સંજયે પહેલા તેના પગમાં ગોળી મારી દીધી અને પછી પોતાના માથામાં ગોળી મારી દીધી. તેમણે વધુમાં જણાવ્યું કે દુર્ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી પિસ્તોલ લાઇસન્સવાળી હતી કે ગેરકાયદેસર, તેની તપાસ કરવામાં આવશે. વજીર સિંહે કહ્યું કે, પોલીસ દ્વારા મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

 

ફૂલગામમાંથી લાપતા જવાનનો મૃતદેહ મળ્યો

જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લામાંથી એક વ્યક્તિનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે અને આ મૃતદેહ એક વર્ષ પહેલા લાપતા થયેલા ટેરિટોરિયલ આર્મીના જવાનનો છે. આ જવાનનુ આતંકીઓએ ગયા વર્ષે અપહરણ કર્યુ હતુ. પોલીસનુ કહેવુ છે કે, કુલગામ જિલ્લામાંથી મળી આવેલો મૃતદેહ શાકિર મંજૂર વાગેનો હોઈ શકે છે. ગયા વર્ષે મંજૂર વાગેનુ અપહરણ કરવામાં આવ્યુ હતુ. બકરી ઈદ નિમિત્તે ઘરે આવેલા આ જવાનને આંતકીઓએ ઉઠાવી લીધો હતો અને તેની કાર પણ ફૂંકી મારી હતી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરાયુ હતુ. જાેકે એ પછી પણ તેનો પતો લાગ્યો નહોતો. હવે એક વર્ષ પછી તેનો મૃતદેહ મળી આવ્યો છે અને આ મામલામાં પોલીસે તપાસ શરૂ કરી છે. લાપતા જવાન વાગેના પરિવારજનોનુ કહેવુ છે કે ,અમે મૃતદેહની ઓળખ કરી છે અને આ મૃતદેહ શાકીર મંજૂર વાગેનો જ છે.

 

મોદી સરકાર મિત્રો સાથે, હું દેશની સાથે : Rahul Gandhi

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા થકી મોદી સરકારને ઘેરવાનો સિલસિલો ચાલુ રાખ્યો છે. રાહુલ ગાંધીએ આજે પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યુ હતુ કે, મોદી સરકાર તેના મિત્રો સાથે છે. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી ત્રણ દિવસની અમેરિકાની યાત્રાએ રવાના થયા છે ત્યારે રાહુલ ગાંધીએ આ નિવેદન આપ્યુ છે. આ પહેલા પણ રાહુલ ગાંધી પીએમ મોદી પર માત્ર પોતાના મિત્રો માટે કામ કરવાનો આરોપ લગાવી ચુકયા છે. રાહુલ ગાંધીએ આજે પોતાના ટિ્‌વટમાં કહ્યુ હતુ કે, મોદી સરકાર માત્ર મિત્રોની સાથે છે પણ દેશ અધિકાર અને આત્મસન્માન માટે સત્યાગ્રહ કરી રહેલા ખેડૂતો, મજૂરો અને વિદ્યાર્થીઓની સાથે છે. હું હંમેશા દેશ સાથે રહીશ.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope