લિન્ડસે લોહાન ડિ્રન્ક અને ડ્રગ્સથી હવે દુર જ રહેશે

(સંપૂર્ણ સમાચાર સેવા) લોસએન્જલસ,તા. ૧૭

વિવિધ પ્રકારના મામલાના કારણે હમેંશા મુશ્કેલીનો સામનો કરી ચુકેલી અભિનેત્રી લિન્ડસે લોહાન હવે ભુતકાળમાંથી બોધપાઠ લઇને આગળ વધવા માંગે છે. લોહાને હાલમાં મળેલી સજામાંથી શિક્ષણ મેળવીને કેરિયરમાં આગળ વધવા માંગે છે. મીન ગર્લ સ્ટાર અભિનેત્રીએ કહ્યું છે કે તે હવે ડિ્રન્ક અને ડ્રગ્સથી દુર રહેવા માંગે છે. કાયદા કાનુનનો કોઇ પણ ભંગ ન થાય તેની ખાતરી પણ તે કરશે. લોહાનની નજીકના સુત્રોએ કહ્યું છે કે તે તેને થયેલી ૬ણ વર્ષની પ્રોબેશનની સજાથી ખુશ નથી પરંતુ સજા સ્વીકારી લીધી છે. લોહાન કેરિયરમાં ફરી શાનદાર રીતે આગળ વધવા માંગે છે. બીજી જુલાઇ  ૧૯૮૬માં જન્મેલી લોહાન સૌથી લોકપ્રિય અબિનેત્રી પૈકીની એક તરીકે રહી છે. ત્રણ વર્ષની વયમાં લોહાને તેની કેરિયર શરૂ કરી હતી. મોડલ તરીકે તે ચમક્યા બાદ ટુંકા ગાળામાં જ ૬૦થી વધારે જાહેરાતોમાં ચમકી હતી. પિઝા હટની એડમાં પણ તે ચમકી ચુકી છે.

 

પ્રિયંકા ચોપડાની વિરુદ્ધ તપાસ કરવામાં આવશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઇ,તા. ૧૭
બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી પ્રિયંકા ચોપડાની સામે હવે તપાસ કરવામાં આવશે. ૧૨ વર્ષ અગાઉ મુંબઇમાં જઇને રહેવા લાગેલી પ્રિયંકા ચોપડા અને તેના પરિવારના સભ્યો નગર નિગમની ચૂંટણીની મતદાર યાદી મુજબ હજુ ઉત્તરપ્રદેશના બરેલી શહેરમા રહે છે. જિલ્લા વહીવટીતંત્રે આ મામલાને હવે ગંભીરરીતે ગણીને તેમાં તપાસ કરવાનો નિર્ણય કર્યો છે. સુત્રોના જણાવ્યા મુજબ સિટી સ્ટેશન રોડ પર સ્થિત કુવરપુલ વિસ્તારમાં રહેનાર પ્રિયંકા વર્ષોથી મુંબઇમાં રહે છે. બરેલી સાથે તેનો સંબંધ તુટી ચુક્યો છે. પરંતુ નગર નિગમની ચૂંટણી સાથે સંબંધિત યાદીમાં હજુ તેનું નામ બોલે છે. ઉલ્લેખનીય છે કે આ વખતે વસ્તી ગણતરીના ભાગરૂપે કાયદાકીય રીતે દરેક ઘરમા જઇને તપાસ કરવામાં આવી હતી. વોર્ડ સંખ્યા ૩૫ની મતદાર યાદી મુજબ પ્રિયંકા, તેના પિતા અશકો ચોપડા અને માતા મધુ ચોપડા મલુકપુરના મકાન નંબર ૧૩ના નિવાસી છે. જેમાં ક્રમાંક ૫૬ પર પ્રિયંકા, ૫૭ પર તેની માતા અને ૬૦ પર પ્રિયંકાનું નામ આવેલુ છે. બરેલીના નાયબ જિલ્લા અધિકારી અમરપાલ સિંહે કહ્યું છે કે જયારે કોઇ વ્યક્તિના પરિવારના સભ્યો અન્ય જગ્યાએ જઇને રહેવા માંગે છે ત્યારે તેમના નામ મતદાર યાદીમાંથી દુર કરી દેવામાં આવે છે. તેઓએ આ મામલાને ગંભીર ગણીને તેમા તપાસ કરવાની ખાતરી આપી છે. સિંહે કહ્યું છે કે પ્રિયંકા અને તેના પરિવારના સભ્યો ૧૨ વર્ષ પહેલા મુંબઇ જઇ રહેવા લાગી ગયા છે. જેથી તેમનું નામ પહેલા દુર થઇ જવા જોઇતા હતા. આશરે ૧૨ વર્ષ અગાઉ પ્રિયંકા ચોપડા મિસ વર્લ્ડ બની ત્યારે તેના પરિવારના સભ્યો મુંબઇમાં આવી ગયા હતા. ત્યારબાદથી પ્રિચંકાના પરિવારના સભ્યો એક બે વખત બરેલી ગયા છે. આશરે પાંચ વર્ષ પહેલા જયારે નગર નિગમની ચૂંટણી થઇ ત્યારે આ મામલો સપાટીએ આવ્યો હતો. એ વખતે પ્રિયંકાના પરિવારના સભ્યોએ ધારદાર દલીલો આપી હતી. હાલના સમયમાં પ્રિયંકાના પરિવારના સભ્યો બરેલીમાં નથી.

૧૨ વર્ષ પૂર્વે મુંબઈ આવી ચુકેલી પ્રિયંકા અને પરિવારના સભ્યોના નામ બરેલી ચુંટણી મતદાર યાદીમાં બોલે છે

 

બરાક ઓબામાએ આપેલા વચન જસ્ટીન બીબર પાળશે

(સંપૂર્ણ સમાચાર સેવા)

લોસએન્જલસ,તા. ૧૬

યુવાપેઢીમાં ભારે લોકપ્રિય સ્ટાર જસ્ટીન બીબર અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા દ્વારા આપવામાં આવેલા વચનને પૂર્ણ કરશે. ઓબામાએ અમેરિકામાં થયેલા ૯-૧ના હુમલામાં માર્યા ગયેલા એક વ્યક્તિની પુત્રીને તેના ફેવરીટ સ્ટાર બીબરને મળાવવાની વાત કરી હતી. ઓબામાએ વચન આપ્યા બાદ આ યુવતિ બીબરને મળવાની રાહ જોઇ રહી હતી. હવે બીબર ઓબામાના વચનને પૂર્ણ કરવા તે યુવતિને મવશે.

૧૪ વર્ષીય પેટોનવાલે ન્યુયોર્કમાં થયેલા ભીષણ ત્રાસવાદી હુમલામાં પોતાના પિતાને ગુમાવી દીધા હતા. હવે ઓબામાના સુચન બાદ બીબર પોતાની ફેનને મળશે. પેટોન બીબરની ખુબ મોટી ચાહક છે. તે હમેંશા બીબરને મળવા ઇચ્છતી હતી. પેટોન પહેલા પણ ટ્વીટર મારફતે સંદેશ મોકલીને બીબરને પોતાની દુખભરી સ્ટોરી કહી ચુકી છે. આ યુવતિએ લખ્યું હતું કે તેની લાફિ ખુબ દુખી છે. તેના સંગીત વગર તે જીવિત રહી શકે નહી.

બીબરે જવાબ નહી આપતા પેટોને ઓબામાને પત્ર લખ્યો હતો. ઓબામા ત્યારબાદ પેટોનને મળ્યા હતા અને કહ્યું કે તેઓ બીબરને ઓળખે છે. ઓબામાએ તેને બીબર સાથે મળવવાની ખાતરી પણ આપી હતી. હવે લોકપ્રિય પોપસ્ટાર બીબરે કહ્યું છે કે તે પ્રમુખ ઓબામાની સલાહ માનીને પેટોનને મળશે. જસ્ટીન બીબર આજે વિશ્વના સૌથી લોકપ્રિય યુવા હસ્તી પૈકી એક છે. તેના ચાહકોની સંખ્યા પણ હવે કરોડોમાં પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. કેનેડિયન પોપ એન્ડ આરએન્ડબી સ્ટાર બીબરે વર્ષ ૨૦૦૮માં તમામનુ ધ્યાન ખેંચ્યું હતું. તેનો આલ્બમ વન ટાઇમ વર્ષ ૨૦૦૯માં રજૂ કરવામાં આવતા ભારે ધુમ મચી ગઇ હતી. તે કેનેડામાં ટોપ ટેનમાં પહોંચી ગયો હતો.

આતંકવાદી હુમલામાં પોતાના પિતા ગુમાવનાર કિશોરીને ઓબામાએ ફેવરીટ સ્ટારને મળાવવાની ખાતરી આપી

બીબર પ્રોફાઇલ……..

(સંપૂર્ણ સમાચાર સેવા) લોસએન્જલસ,તા. ૧૬

નામ : જસ્ટીન ડ્રુ બીબર

જન્મ તારીખ : પહેલી માર્ચ ૧૯૯૪

હાલની વય : ૧૭ વર્ષ

જન્મ સ્થળ : સ્ટ્રેટફોર્ડ, ઓનટારિયો, કેનેડા

પ્રોફેસન : સિંગર, સોંગરાઇટર, મ્યુઝિશિયન, અભિનેતા

સક્રિય વર્ષ : ૨૦૦૯થી

લેબલ્સ : આઇલેન્ડ, આરબીએમજી

 

લોપેજ યુ ટ્યુબ ડોટ કોમ મ્યુઝિક ચાર્ટમાં પહેલા ક્રમે

(સંપૂર્ણ સમાચાર સેવા)

લોસએન્જલસ,તા. ૧૬

જાણીતી ગાયિકા જેનિફર લોપેજને પોતાના ટ્રેક ઓન ધ ફલોર માટે યુ ટ્યુબ ડોટ કોમ મ્યુઝિક ચાર્ટમાં પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. આ ચાર્ટમાં લેડી ગાગા તેના જુડાસના કારણે બીજા સ્થાને છે. જયારે કેટી પેરી ઇટી સાથે ત્રીજા સ્થાને છે. તાજેતરમાં શરૂ કરવામાં આવેલા યુ ટ્યુબ ૧૦૦ લોકપ્રિય વિડિયોમાં સૌથી લોકપ્રિય વિડિયોની પસંદગી કરવામાં આવે છે. આમાં પ્રોફેશનલ અને અન્ય વિડિયોને સામેલ કરવામાં આવે છે. અમેરિકન અભિનેત્રી, સોંગરાઇટર, ગાયિકા, રિકોર્ડ પ્રોડ્યુસર અને ટેલિવીઝન પર્સનાલિટી લોપેજે ટેલિવીઝન કોમેડી પ્રોગ્રામ ઇન લિવિંગ કલરમાં ડાન્સર તરીકે પોતાની કેરિયર શરૂ કરી હતી. ત્યારબાદથી તે ક્યારેય નિષ્ફળ સાબિત થઇ નથી. વર્ષ ૧૯૯૫માં રજૂ થયેલી એક્શન થ્રીલર ફિલ્મ મની ટ્રેન મારફતે તે ભારે લોકપ્રિય થઇ ગઇ હતી. વર્ષ ૧૯૯૭માં બાયોગ્રાફિક ફિલ્મ સેલેનામાં તે મોટી ભૂમિકા અદા કરીને તે રાતોરાત સ્ટાર બની ગઇ હતી.

આ ફિલ્મમાં શ્રેષ્ઠ ભૂમિકા બદલ તે એલમા એવોર્ડ જીતી ગઇ હતી. તે ઘણી યાદગાર ફિલ્મોમાં કામ કરી ચુકી છે જેમાં ધ વિડિગ પ્લાનર, મેડ ઇન મેનહટ્ટન, શેલ વી ડાન્સ, મોન્સ્ટર ઇન લો અને ધ બેક અપ પ્લાનનો સમાવેશ થાય છે. વર્ષ ૧૯૯૯માં તેનો પ્રથમ સ્ટુડિયો આલ્બમ ઓન ધ ૬નો સમાવેશ થાય છે. તેનો બીજો આલ્બમ જે લો વર્ષ ૨૦૦૧માં જારી કરવામાં આવ્યો હતો. આ આલ્બમને મોટી સફળતા મળી હતી.લોપેજનો સાતમો સ્ટુડિયો આલ્બમ ૧૯મી એપ્રિલ ૨૦૧૧ના દિવસે જારી કરવામાં આવનાર છે. આ સાતમા આલ્બમ લવને પણ જોરદાર સફળતા મળે તેવી શક્યતા છે. લોપેજ અમેરિકન રીઅલ્ટી ટેલિવીઝન સ્પર્ધક અમેરિકન આઇડોલના જજિંગ પેનલમાં સામેલ થઇ ચુકી છે.

જેનિફર લોપેજ પ્રોફાઈલ

નામ : જેનિફર લોપેજ

કયાં નામથી જાણીતી છે : જે. લો

જન્મ તારીખ : ૨૪મી જુલાઇ ૧૯૬૯

હાલની વય : ૪૧ વર્ષ

જન્મસ્થળ : બ્રોન્કસ, ન્યુયોર્ક, અમેરિકા

પ્રોફેશન : અભિનેત્રી, ગાયિકા, સોંગરાઇટરડાન્સર, રિકોર્ડ પ્રોડ્યુસર, ફેશન ડિઝાઇનર

સક્રિય વર્ષો : ૧૯૮૬થી હજુ સુધી

લેબલ્સ : ઇપિક આઇલેન્ડ

 

વસ્ત્રોની પસંદગી ખુબ મુશ્કેલ છેઃ એમા વોટસન

(સંપૂર્ણ સમાચાર સેવા) લોસએન્જલસ, તા.૧૬

લોકપ્રિય અભિનેત્રી એમા વોટસને કહ્યું છે કે તે હોલિવુડમાં બેસ્ટ ડ્રેસ્ડનો એવોર્ડ ચોક્કસપણે જીતી ગઇ છે. પરંતુ વસ્ત્રોની પસંદગી કરવાની બાબત હમેંશા મુશ્કેલરૂપ હોય છે. ૨૧ વર્ષીય એમા વોટસને કહ્યું છે કે વય મુજબ વસ્ત્રો પહેરવાની બાબત હમેંશા સરળ હોતી નથી. એમાએ કહ્યું છ ેકે વય મુજબ તે વસ્ત્રો પહેરાની કોશિસ કરે છે પરંતુ આ બાબત શક્ય નથી. એમાએ કહ્યું છ ેકે અભિનેતા ડેનિયલ રેડક્લીફ તેના ભાઇ સમાન છે. ઇંગ્લિશ અભિનેત્રી અને મોડલ હેરી પોટર ફિલ્મોની સીરીઝ મારફતે લોકપ્રિય થઇ છે. નવ વર્ષની વયમાં તે હરમીવન તરીકે ભૂમિકા અદા કરી રહી છે. તે સ્કુલના દિવસોથી એક્ટિંગ કરતી રહી છે. હેરી પોટરની ફિલ્મોમાં તે સતત કામ કરી ચુકી છે. જે સાબિત કરે છે કે તે ખુબ કુશળ છે. હેરી પોટરની અંતિમ ફિલ્મમાં પણ તે ભૂમિકા અદા કરવા જઇ રહી છે. હેરી પોટર ફિલ્મો મારફતે તેની લોકપ્રિયતા વધી છે. તે કેટલાક એવોર્ડ જીતી ગઇ છે. ઉપરાંત તેની આવક પણ ૧૦ મિલિયન પાઉન્ડથી વધારે પહોંચી ગઇ છે. મોડલિંગ સાથે વોટ્સને તેની કેરિયર શરૂ કરી હતી.

 

હેડનના બોક્સર બોયફ્રેન્ડ સાથે અંતે છુટાછેડા થયા

(સંપૂર્ણ સમાચાર સેવા)

લોસએન્જલસ,તા ૧૬

હોલિવુડની લોકપ્રિય અભિનેત્રી હેડન પેનેટટરીના તેના બોક્સર બોયફ્રેન્ડ સાથે આખરે છુટાછેડા થઇ ગયા છે. ૧૮ મહિના સુધી તેમના સંબંધ રહ્યા બાદ બન્ને અલગ પડી જતા છેલ્લા કેટલાક દિવસથી તેમના સંબંધોને લઇને ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો છે. બોક્સર વ્લાદીમીર ક્લીટચકો સાથે સંબંધ તુટી જવાના કારણો અંગે કોઇ માહિતી મળી નથી. પરંતુ એમ કહેવામાં આવે છે કે વ્લાદીમીર અને તેમની વચ્ચે મતભેદો સપાટી પર આવી ગયા હતા.

જર્મન મેગેઝીન દ્વારા મેળવવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે લાંબા અંતરના સંબંધોને જાળવવા માટે બન્નેને મુશ્કેલી પડી રહી હતી. છુટાછેડા લેવાનો નિર્ણય પારસ્પરિક રીતે લેવામાં આવ્યો છે. અમારા મિત્રો તરીકેના સંબંધ આગામી દિવસોમાં પણ યથાવત રહેશે. હેડનની પ્રશંસા કરતા તેના છુટા પડેલા બોયફ્રેન્ડે કહ્યું છે કે એકબીજા પ્રત્યે અમારી ભાવના હમેંશા સારી રહી છે.

છુટાછેડા થયા હોવા છતાં પણ મિત્રો તરીકે એકબીજાની સાથે રહેવાની જાહેરાત : પારસ્પરિક સંમતિથી અલગ

 

અમિષા ફિલ્મ નિર્માણ ક્ષેત્રે ભાગ્ય અજમાવશ

(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઇ,તા. ૧૬

બોલિવુડમાં ઘણી મોટી ફિલ્મોમાં કામ કરી ચુકી હોવા છતાં સફળતા નહી મેળવનાર અભિનેત્રી અમિષા પટેલ હવે ફિલ્મ નિર્માણ ક્ષેત્રે ભાગ્ય અજમાવશે. સામાન્ય રીતે જયારે કોઇ અભિનેત્રી ફિલ્મ નિર્માણ ક્ષેત્રે કુદે છે ત્યારે નાના બજેટવાળી ફિલ્મો બનાવે છે. એશ્વર્યા રાય બચ્ચન, મનિષા કોઇરાલાથી લઇને ચલો દિલ્હી બનાવનાર લારા દત્તા પણ મોટા બજેટ વાળી ફિલ્મો બનાવવાનો ખતરો લઇ શકી નથી. પરંતુ અમિષા આ અભિનેત્રીઓના ઇશારે ચાલનાર નથી. તે મોટા બજેટની ફિલ્મ બનાવવા માંગે છે. સુત્રોએ કહ્યું છે કે તે ૩૦ કરોડ રૂપિયાના બજેટ સાથે મોટી ફિલ્મ બનાવવા માંગે છે. આ ફિલ્મનું નિર્દેશન ડેવિડ ધવન કરશે. અમિષા પટેલની ફિલ્મનું બજેટ સાંભળીને કેટલાક કલાકારો ચોંકી ઉંઠયા છે. કેટલાક લોકોનું કહેવુ છે કે અમિષા પટેલ પાસે આટલી રકમ કઇ રીતે આવી છે. અમિષા હાલ કલાકારોની પસંદગી કરવામાં લાગેલી છે. કેટલાક કલાકારો સાથે તેની વાતચીત ચાલી રહી છે.

 

ખુબસુરત કરીના કપુરે છ કરોડની ઓફરને ફગાવી

(સંપૂર્ણ સમાચાર સેવા)

મુંબઇ,તા. ૧૬

બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી કરીના કપુરે છ કરોડ રૂપિયાની ઓફરને ફગાવી દીધી છે. કરીના કપુર બોલિવુડની ટોચની અભિનેત્રી પૈકીની એક છે. છ કરોડ રૂપિયાની ઓફર ફગાવી દેવાની વાત કોઇ નાની વાત નથી. એક કંપનીએ ચિકન બ્રાન્ડના પ્રચાર માટે કરીના કપુરનો સંપર્ક કર્યો હતો. આના બદલે છ કરોડ રૂપિયા આપવાની ઓફર પણ કરવામાં આવી હતી. જો કે કરીનાએ શાકાહરી હોવાના કારણે આ ઓફર ફગાવી દીધી હતી. તે માંસાહરીને પ્રોત્સાહન આપવા ઇચ્છતી નથી. કરીના કપુરના આ નિર્ણયની પ્રશંસા કરવામાં આવી છે. કારણ કે બોલિવુડમાં ઘણા એવા કલાકારો ચે જે પૈસાના મામલે જે ચીજોનો તેઓ ઉપયોગ કરતા નથી તે ચીજના પ્રચાર માટે પણ ખચકાચ અનુભવ કરતા નથી.દાખલા તરીકે કેટલીક અભિનેત્રી એવા શેમ્પુ માટે પણ પ્રચાર કરે છે જે શેમ્પુથી તે વાળ ધોવાનું પસંદ કરતી નથી. કેટલાક અભિનેતા એવા મોબાઇલનો પ્રચાર કરે છે જે મોબાઇલનો ઉપયોગ તેઓ ક્યારેય પણ કરતા નથી.

આવા સ્ટારને પૈસા મળી જાય છે પરંતુ ચાહકો ગેરમાર્ગે દોરાઇ જાય છે અને એવી ચીજોની ખરીદી કરે છે. કરીના કપુર લાંબા સમયથી શાકાહારી છે. તે શાહીદ કપુરના પ્રેમમાં હતી ત્યારે તેના કહેવાથી તે વેજેટેરિયન થઇ

ગઇ હતી. ત્યારબાદથી તે શાકાહારી છે.

કરીના કપૂરને ચીકન બ્રાન્ડના પ્રચાર માટે જંગી રકમની ઓફર કરવામાં આવી હતી પરંતુ ઓફર ફગાવી દીધી

 

બિ્રટીશ ક્વીન કરતાય વધારે લોકપ્રિય હોવા બ્રુનીનો દાવો

(સંપૂર્ણ સમાચાર સેવા)

લંડન,તા. ૧૫

ફ્રાન્સના પ્રમુખ નિકોલસ સરકોઝીના પત્નિ અને ગ્લૈમરસ મોડલ કાર્લા બ્રુનીએ દાવો કર્યો છે તેઓ બિ્રટનના મહારાણી કરતા વધારે લોકપ્રિય છે.કાર્લા બ્રુની હાલ મિડિયામાં સતત ચર્ચામાં છે. એવા સમાચારમળી રહ્યા છે કે કાર્લા બ્રુની ટુંક સમયમાં બાળકને જન્મ આપનાર છે. આ સમાચારને લઇને લઇને એકબાજુ જોરદાર ચર્ચા છે. બીજી બાજુ નિકોલસ સરકોઝી અને બ્રુની ખુબ ખુશ છે. બિ્રટનની મહારામી કરતા વધારે લોકપ્રિય હોવાનો દાવો કરીને કાર્લાએ નવી ચર્ચા છેડી દીધી છે. વુડી એલનની નવી ફિલ્મ મિડનાઇટ ઇન પેરિસમાં પોતાની ભૂમિકા અંગે ચર્ચા દરમિયાન કાર્લા બ્રુનીએ આ દાવો કર્યો હતો. આ ફિલ્મ કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં પણ દર્શાવવામાં આવી હતી.

બિ્રટનના જાણીતા અખબાર ડેલી ટેલિગ્રાફે કહ્યું છે કે ઇલીસી પેલેસ ખાતે સરકોઝી સાથે એલનની બ્રેકફાસ્ટ મિટિગ દરમિયાન બ્રુનીના રોલ મામલે ચર્ચા થઇ હતી. ત્યારબાદ ફિલ્મમાં કાર્લા બ્રુનીને ભૂમિકા મળી હતી. ડિરેક્ટર અંગે વાત કરતા બ્રુનીએ કહ્યું છે કે પત્રકાર પરિષદમાં કેટલાક તેને એવા પુછવામાં આવ્યા હતા જે જટિલ હતા.કાર્લા બ્રુની ઇટાલો ફ્રેન્ચ સોંગ રાઇટર, સિંગર અને ભૂતપૂર્વ મોડલ તરીકે છે. ફેબ્રુઆરી ૨૦૦૮થી તે નિકોલસ સરકોઝી સાથે લગ્ન કરી ચુકી છે. ઇટાલીમાં જન્મ થયા બાદ તે જુદી જુદા રીતે ધીમે ધીમે લોકપ્રિય થઇ હતી.

 

કાર્લા બ્રુની હાલમાં સગર્ભા હોવાના અહેવાલ છે : વુડી એલનનની સરકોઝીની સાથે મિટિંગ બાદ ફિલ્મ મળી

 

કાર્લા બ્રુની પ્રોફાઇલ…

 

(સંપૂર્ણ સમાચાર સેવા) લંડન,તા.૧પ

નામ : કાર્લા ગિબરેટા બ્રુની ટેડેસ્ચી

જન્મ તારીખ : ૨૩ ડિસેમ્બર ૧૯૬૭

જન્મસ્થળ : ટુરિન, ઇટાલી

નાગરિકતા : ફ્રેન્ચ, ઇટાલિયન

નિવાસસ્થાન : પેરિસ

પ્રોફેશન : સિંગર, સોંગરાઇટર મોડલ

પતિ : નિકોલસ સરકોઝી (લગ્ન ૨૦૦૮)

 

રેડક્લિફ, લોટનર પણ પડકાર ફેંકી શકે

બેસ્ટ કિસનો એવોર્ડ ફરી પેટિન્સન જ જીતે તેવી વકી

 

(સંપૂર્ણ સમાચાર સેવા)

લોસ એન્જલસ, તા.૧૩

લોકપ્રિય અભિનેતા રોબર્ટ પેટિન્સનને આશા છે કે તે આ વખતે બેસ્ટ કિસ માટેનો એવોર્ડ જીતી જશે. ટિ્વલાઈટ સ્ટાર અભિનેતા રોબર્ટ પેટિન્સને કહ્યુ છે કે જો તે આગામી એમ ટીવી મુવી એવોર્ડમાં બેસ્ટ કિસ ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહેશે તો તેને ચોક્કસપણે આઘાત લાગશે. પેટિન્સનનું કહેવુ છે કે ટિ્વલાઈટ સાગામાં ક્રિસ્ટિન સ્ટિવર્ટ સાથેના તેના કિસીંગ સીનને બેસ્ટ કિસ માટેનો એવોર્ડ મળશે. આ કિસીંગ સીનને લઈને વિશ્વભરમાં ચર્ચા જાગી હતી. ૨૪ વર્ષીય અભિનેતા રોબર્ટ પેટિન્સન છેલ્લા બે વર્ષથી આ ટ્રોફી જીતી રહ્યો છે. આ વખતે પણ તે આ ટ્રોફી જીતી જવા માટે આશાવાદી છે. રોબર્ટ પેટિન્સને કહ્યુ છે કે તેની ગર્લફ્રેન્ડ સ્ટિવર્ટ સાથે આ વખતે તે એવોર્ડ જીતીને વધારે ખુશ રહેશે. આ જ કેટેગરીમાં સહ અભિનેતા ટેલર લોટનર સાથે પણ સ્ટિવર્ટની પસંદગી કરવામાં આવી છે. એમ ટીવી મુવી એવોર્ડને લઈને જોરદાર ચર્ચા ચાલી રહી છે. આ કેટેગરીમાં તેને અન્ય જે કલાકારો ટક્કર આપનાર છે તેમાં નતાલી પોર્ટમેન અને મિલા કુનિસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હેરિપોટર એન્ડ ધ ડેથલીહેલોસ પાર્ટ ૧માં એમ્મા વોટસન અને ડેનિયલ રેડક્લિફના કિસીંગ સીનની પસંદગી પણ થઈ શકે છે. ઇન્શેપ્શન ફિલ્મના કિસિંગ સીનને પણ લોકો ભૂલી શક્યા નથી. આ ફિલ્મમાં એલેન પેજ અને જોસેફ ગોર્ડોન-લેવીટના કિસીંગ સીનની ભારે ચર્ચા જાગી હતી. એમ ટીવી એવોર્ડની તૈયારીઓ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ એવોર્ડ કાર્યક્રમમાં ટોચના અભિનેતાઓ અને અભિનેત્રીઓ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. રોબર્ટ પેટિન્સનનો આ ક્ષેત્રમાં હમેશા દબદબો રહ્યો છે.

 

ટિ્વલાઈટ સાગામાં ક્રિસ્ટિન સ્ટિવર્ટ સાથેના તેના કિસીંગ સીનની પસંદગી કરવામાં આવે તેવી પેટિન્સનને આશા

 

બેસ્ટ કિસ એવોર્ડ માટે કોણ કોણ દાવેદાર…..

 

(સંપૂર્ણ સમાચાર સેવા) લોસ એન્જલસ, તા.૧૩

૧. રોબર્ટ પેટિન્સન-ક્રિસ્ટિન સ્ટિવર્ટ(ટિ્વલાઈટ સાગા)

૨. એલેન પેજ-જોસેફ ગોર્ડોન ડેવિટ(ઇન્શેપ્શન)

૩. એમ્મા વોટસન-ડેનિયલ રેડક્લિફ(હેરિપોટર એન્ડ ધ ડેથલીહેલોસ)

૪. નતાલી પોર્ટમેન-મિલાકુનિસ (બ્લેકસ્વાન)

૫. ટેલર લોટનર-ક્રિસ્ટિન સ્ટિવર્ટ(ટિ્વલાઈટ સાગા)

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope