ફેસબૂકના ભારતીય અધિકારી સામે કાર્યવાહી રોકવા આદેશ

દિલ્હીને ૧૫ ઓક્ટોબર સુધી રાહ જોવા માટે કહ્યું
ફેસબુક ઇન્ડિયાએ પ્લેટફોર્મ પરથી નફરત ફેલાવતી વાતો અને ભાષણોને રોકવા કોઇ પ્રયાસ કર્યા ન હોવાનો આરોપ
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,તા.૨૪
ઉત્તર દિલ્હીમાં કરાયેલા તોફાનોના સંદર્ભમાં દિલ્હી ફેસબુક ઇન્ડિયાના અધિકારી અજીત મોહનને વિધાનસભાની સમિતિ સમક્ષ હાજર થવા સમન્સ મોકલ્યું હતું, પરંતુ સુપ્રીમ કોર્ટે આજે દિલ્હી વિધાનસભાને ૧૫ ઓકટોબર સુધી કોઇ કાર્યવાહી નહીં કરવા આદેશ કર્યો છે. ફેસબુક ઇન્ડિયાએ પોતાના પ્લેટફોર્મ પરથી પોસ્ટ કરાયેલી નફરત ફેલાવતી વાતો અને ભાષણોને રોકવા ઇરાદાપૂર્વક કોઇ પ્રયાસ કર્યા નહતા એવા આરોપોસર કરાયેલી ફરિયાદના સંદર્ભમાં ફેસબુક ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટને દિલ્હી વિધાનસભાની શાંતિ અને સદભાવના સમિતિએ નોટીસ મોકલી હતી. બેન્ચે કેન્દ્ર અને રાજ્યની કેટલીક સંસ્થાઓનેનોટીસો મોકલી તેમના જવાબ મંગાવ્યા હતા. ફેસબુક ઇન્ડિયાના અજીત મોહન દ્વારા કોર્ટમાં એવી રજૂઆત કરાઇ હતી કે વિધાનસભાની સમિતિને અરજદારને સમન્સ મોકલવા અથવા અરજદારને બ્રિચ ઓફ પ્રિવિલેજ માટે કાર્યવાહી કરવાની કોઇ જ સત્તા નથી અને તેઓ બંધારણીય મર્યાદાઓને ઓળંગી રહ્યા હતા.
ફેબુ્રઆરીમાં ઉત્તર-પૂર્વ દિલ્હીમાં કરાયેલા તોફાના અને ધૃણાસ્પદ ભાષણોને ફેલાવવામાં ફેસબુકની ભૂમિકા અંગે તપાસ કરી રહેલી સમિતિએ મોહનને સમિતિ સમક્ષ હાજર રહેવા દસ અને૧૮ સપ્ટેમ્બરે નોટીસ મોકલી હતી જેને મોહને પડકારી હતી. અજીત મોહન વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ હરિશ સાલ્વેએ દલીલ કરી હતી કે વિધાનસભાની સમિતિ ગૃહના વિશેષાધિકાર અંગે નિર્ણય લઇ શકે નહીં અને સોશિયલ મીડિયા પર નિયંત્રણ કેન્દ્ર સરકારનો હોય છે.’પ્રિવિલેજ અંગે વિધાનસભા નિર્ણય લઇ શકે છ, કાર્યવાહી કરવી કે નહીં તેનો નિર્ણય કોઇ સમિતિ કરી શકે નહીં, એમ સાલ્વે ક્હયું હતું.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope