GST આવક ૩૦ ટકા વધી, કલેક્શન ૧ લાખ કરોડને પાર

જીડીપીના આંકડામાં સુધારા બાદ હવે ગુડ્‌સ એન્ડ સર્વિસિસ ટેક્સ એટલે કે જીએસટી કલેક્શન અંગે સારા સામાચાર આવ્યા છે. જીએસટી રેવેન્યુ કલેક્શન એક વખત ફરી એક લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. ઓગસ્ટ મહિનામાં ગ્રોસ જીએસટી રેવેન્યુ ૧,૧૨,૦૨૦ કરોડ રૂપિયા રહ્યું. એક વર્ષ અગાઉના સમાન સમયગાળાની સરખામણીએ જીએસટીની આવકમાં ૩૦ ટકાનો વધારો થયો છે. જાેકે, જુલાઈ ૨૦૨૧ની સરખામણીમાં ઓગસ્ટમાં જીએસટી કલેક્શન ઘટ્યું છે. જુલાઇ, ૨૦૨૧માં ૧,૧૬,૩૯૩ કરોડ રૂપિયાનું ગ્રોસ જીએસટી રેવેન્યુ કલેક્શન હતું. આમાં સીજીએસટી ૨૨,૧૯૭ કરોડ રૂપિયા, એસજીએસટી ૨૮,૫૪૧ કરોડ રૂપિયા, આઇજીએસટી ૫૭,૮૬૪ કરોડ રૂપિયા અને સેસ ૭,૭૯૦ કરોડ રૂપિયા સામેલ છે.
જણાવી દઇએ કે, જીએસટી કલેક્શન સતત આઠ મહિના સુધી એક લાખ કરોડથી વધુ રહ્યાં બાદ જૂન ૨૦૨૧માં ઘટીને ૧ લાખ કરોડ રૂપિયાની સપાટીની નીચે આવી ગયું હતું. જૂન ૨૦૨૧ દરમિયાન કલેક્શન ઘણી હદ સુધી મે ૨૦૨૧ સાથે સંબંધિત હતું. મે ૨૦૨૧ દરમિયાન મોટાભાગના રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશો કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યાં હતાં.
કોવિડ સંબંધિત પ્રતિબંધોમાં હળવાસ સાથે જ જુલાઇ અને ઓગસ્ટ ૨૦૨૧ માટે જીએસટી કલેક્શન ફરીથી ૧ લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગયું છે. આનાથી સ્પષ્ટ સંકેત મળે છે કે, અર્થતંત્રમાં ઝડપથી સુધારો થઇ રહ્યો છે. આગામી મહિનાઓમાં પણ જીએસટી રેવન્યુ કલેક્શન મજબૂત રહે તેવી શક્યતા છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope