રાજ કુંદ્રા કોર્ટના આદેશ વિના દેશ નહીં છોડી શકે

અશ્લીલ ફિલ્મો બનાવવા અને તેને એપ પર લોન્ચ કરવાના મામલે ૧૯ જુલાઈએ રાજ કુંદ્રાની ધરપકડ કરવામાં આવી હતી અને ૨૦ સપ્ટેમ્બરના રોજ કોર્ટે ૫૦ હજારના બોન્ડ પર તેને જામીન પર મુક્ત કર્યો હતો. રાજ કુંદ્રા બે મહિના જેલમાં રહ્યા બાદ ૨૧મી સપ્ટેમ્બરે ઘરે પહોંચ્યો હતો. રાજ કુંદ્રાના જામીનના આદેશની કોપી સામે આવી છે, જે પ્રમાણે તે કોર્ટના આદેશ વગર દેશ છોડી શકશે નહીં. આ સિવાય રાજ કુંદ્રા જાે પોતાનું એડ્રેસ કે મોબાઈલ નંબર બદલશે તો પણ તેણે આ અંગે ક્રાઈમ બ્રાંચને જણાવવું પડશે. જામીન ઓર્ડરમાં કહેવામાં આવ્યું છે કે, આરોપીના કેસ પ્રમાણે તેનાથી ભૂલથી આ ગુનો થયો છે અને તેમા તેનો એક્ટિવ રોલ નથી. તપાસ પૂરી થઈ ગઈ છે અને ચાર્જશીટ પણ ફાઈલ કરવામાં આવી છે. આરોપી મુંબઈનો રહેવાી છે અને તે કોર્ટમાં હાજર રહેવા પર તે તૈયાર છે. ઓર્ડરમાં કહેવામાં આવ્યું છે કે, ચાર્જશીટમાં રાજ અને આરોપી રાયન થાર્પ પર ૩૪૫સી, ૨૯૨, ૨૯૩, ૪૨૦, ૬૬ઈ, ૬૭ સહિતની કલમ લગાવવામાં આવી છે. કોર્ટે કહ્યું કે હાલની ચાર્જશીટમાં પૈસાની લેવડદેવડને આધાર બનાવવામાં આવી છે અને આ ગુનો નથી જે આરોપીની વિરુદ્ધ લગાવવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું કે, વિઆન ઈન્ડસ્ટ્રીના સર્વર, લેપટોપ અને મોબાઈલ તપાસ કરી રહેલા અધિકારીની કસ્ટડીમાં છે. તેવામાં એમ કહી શકાય નહીં કે, પુરાવા સાથે ચેડા થઈ શકે છે. સાયબર એક્સપર્ટના રિપોર્ટની રાહ જાેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાંચે હાલમાં જણાવ્યું હતું કે, પોર્નોગ્રાફી કેસમાં તપાસ દરમિયાન બિઝનેસમેન રાજ કુંદ્રાના મોબાઈલ, લેપટોપ અને હાર્ડ ડિસ્કમાંથી કુલ ૧૧૯ પોર્ન વીડિયો મળ્યા હતા. આટલું જ નહીં રાજ કુંદ્રા આ તમામ વીડિયોને ૯ કરોડ રૂપિયામાં વેચવાનું પ્લાનિંગ કરી રહ્યો હતો. રાજ કુંદ્રા જેલમાંથી બહાર નીકળ્યો તે દિવસની વાત કરીએ તો સૂત્રોએ જણાવ્યું હતું કે, શિલ્પા શેટ્ટીનો રવિ નામનો એક આદમી જેલમાં અંદર ગયો હતો અને તે પોતાની સાથે રાજ કુંદ્રા માટે એક જાેડી નવા કપડા લાવ્યો હતો. તેણે તે કપડા બદલ્યા હતા, કપાળમાં તિલક કર્યું હતું અને બાદમાં જેલમાંથી બહાર આવ્યો હતો. રાજ કુંદ્રા જ્યારે બહાર આવ્યો ત્યારે ઘણો ભાવુક થયો હતો અને તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. તેણે તમામ મીડિયાકર્મીઓ તેમજ ફોટોગ્રાફર્સની અવગણના કરી હતી અને તેની રાહ જાેઈ રહેલી કારમાં ગયો હતો, જે બાદમાં તેને તેની મર્સિડિઝ સુધી લઈ ગઈ હતી. જે તેને ઘરે લઈ જવા મોકલવામાં આવી હતી અને થોડી દૂર ઉભી હતી.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope