ગાજિયાબાદમાં વરસાદથી શેડમાં કરંટથી પાંચનાં મોત

દિલ્હી-એનસીઆર વિસ્તારમાં એકતરફ જ્યાં વરસાદના લીધે થોડી રાહત મળી, તો બીજી તરફ ગાજિયાબાદથી એક દર્દનાક અકસ્માતના સમાચાર પ્રાપ્ત થયા છે, જ્યાં વરસાદના લીધે મોત થયા. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કરંટથી મોતની ઘટના સામે આવી છે સિગાનીગેટ પોલીસમથક ક્ષેત્રના રાકેશ માર્ગ વિસ્તારની છે. જ્યાં ગત બુધવારથી વરસાદ વરસી રહ્યો છે. વરસાદથી બચવા માટે કેટલાક લોકો એક દુકાનની આગળ બનેલા ટિન શેડમાં ઉભા હતા. વરસાદના લીધે રસ્તા પર કરંટ ફેલાઇ ગયો, જેની ચપેટમાં ૫ લોકો આવી ગયા હતા. આ લોકો એકબીજાને કરંટ બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. એકબીજાને બચાવવાના ચક્કરમાં ૨ બાળકીઓ સહિત ૫ લોકોના મોત થયા. ઘટના બાદ ઘટનાસ્થળ પર પહોંચેલા આસપાસના લોકોએ પાંચેયને હોસ્પિટલ પહોંચાડ્યા હતા, જ્યાં ડોક્ટરે ૪ લોકોને મૃત જાહેર કર્યા હતા. થોડીવાર બાદ જ ૫માનું મોત સારવાર દરમિયાન થયું છે.
કેસની જાણકારી આપતાં ગાજિયાબાદના એસપી નિપુણા અગ્રવાલે જણાવ્યું કે ઘટના સિહાની ગેટ પોલીસ ક્ષેત્રની છે. જ્યાં પાન સિંહ પેલેસ પાસે એક ઘરની બહાર ટીન શેડ પડ્યો હતો. જેને રોકવા માટે લોખંડના થાંભલા લગાવવામાં આવ્યા હતા. વરસાદના લીધે થાંભલામાં કરંટ આવી ગયો. જેની ચપેટમાં એકબીજાને બચાવવામાં ચક્કરમાં ૫ લોકો આવી ગયા, જેથી તેમનું મોત થયું. કરંટથી મૃતકોમાં ૨ બાળકો, ૨ મહિલા અને એક પુરૂષ સામેલ છે, જેમાં એક બાળકીની ઉંમર ૩ વર્ષની હતી.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope