સીબીઆઈની ટીમે સ્થળની મુલાકાત લઈને પુરાવા એકત્રિત કર્યા

હાથરસ કેસમાં આગળ ધપતી સઘન તપાસ
સીબીઆઈની ટીમે સ્થળની મુલાકાત લઈને પુરાવા એકત્રિત કર્યા
સીબીઆઈની ટીમનો ગામમાં અડિંગો, ચુસ્ત પોલીસ બંદોબસ્ત, ઘટના સબંધિત પાસાની છણાવટ કરતી ટીમ
(સંપૂર્ણ સમાચાર સેવા)
હાથરસ, તા. ૧૩
હાથરસ કેસમાં એફઆઈઆર નોંધ્યા બાદ સીબીઆઈ હવે એક્શનમાં છે. સીબીઆઈની ટીમે આજે ગેંગરેપ થયો હતો તે સ્થળે ક્રાઈમ સિનની તપાસ કરી હતી. આ દરમિયાન પીડિતાના ભાઈને પણ ક્રાઈમ સિન પર લાવવામાં આવ્યા હતા. આ સિવાય પીડિતાની માતા પણ હોસ્પિટલથી સીધી ક્રાઈમ સિન પર પહોંચી હતી. આ કેસમાં તે મહત્વની સાક્ષી છે. તબિયત લથડતા પીડિતાની માતા હોસ્પિટલમાં ગઈ હતી. હવે સીબીઆઈની ટીમ તે સ્થળે રવાના થઈ છે જ્યાં પીડિતાના મૃતદેહને બાળવામાં આવ્યો હતો. સીબીઆઈની ટીમ પછી પીડિતાના ઘરે પહોંચી હતી. અહીં પીડિત પરિવાર સાથે વાત કરી હતી. ઘટનાના દિવસે કોણે શું જોયું તેની પૂછપરછ કરવામાં આવી હતી. આ સાથે જ પીડિતાના અંતિમ સંસ્કાર અંગેની માહિતી પણ એકત્રિત કરવામાં આવી રહી છે.
ક્રાઈમ સિનની તપાસ બાદ સીબીઆઈની ટીમ તે સ્થળે ગઈ હતી જ્યાં પીડિતાના મૃતદેહને બાળવામાં આવ્યો હતો. ફોરેન્સિક ટીમ પણ સીબીઆઈ સાથે હાજર હતી. સવારે ૧૧ વાગ્યાથી બુલગઢી ગામમાં સીબીઆઈની ટીમ હાજર હતી.સીબીઆઇએ પછી ઘટના સ્થળે પીડિતની માતાને પણ બોલાવી લીધી હતી. તબિયત ખરાબ હોવાને કારણે માતા હોસ્પિટલમાં હતી, પરંતુ તે સીધી સ્થળ પર પહોંચી ગઈ હતી. સીબીઆઈની ટીમ સવારે ૧૧ વાગ્યાથી ગુનાના સ્થળે હાજર હતી. પીડિતાની માતા આ કેસમાં મુખ્ય સાક્ષી છે. સીબીઆઈએ ક્રાઈમ સિનની વીડિયોગ્રાફી પણ કરી છે. સીબીઆઈ સાથે ફોરેન્સિક ટીમ પણ ગુનાના સ્થળેથી પુરાવા એકત્રિત કરી રહી હતી. બીજી તરફ, પીડિતાના પિતાની તબિયત લથડી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીડિતાના પિતાનું અચાનક જ બીપી વધી ગયું છે. તે રાત્રે પરિવાર સાથે લખનૌથી પરત આવ્યા હતા. સીએમઓ બ્રજેશ રાઠોડ ગામમાં પહોંચ્યા હતા. પરિસ્થિતિ વધુ વણસી જાય તો પીડિતાના પિતાને લઈ જઈ શકાય છે. સીબીઆઈની ટીમ આવે તે પહેલા ગામમાં સુરક્ષા વધુ કડક કરી દેવામાં આવી હતી. ગામની અંદર અને સ્થળની નજીક એક મોટો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. સીબીઆઈએ આ કેસ અને ઘટના સાથે સંબંધિત તમામ મહત્વપૂર્ણ કાગળો અને કેસ ડાયરીની પણ શોધખોળ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઈ ત્યારબાદ કોર્ટમાંથી ચારેય આરોપીઓની કસ્ટડી લેશે અને તેમની પૂછપરછ કરશે. સીબીઆઈ આરોપીની સાથે પીડિતાના પરિવારની પણ પૂછપરછ કરી શકે છે. સીબીઆઈ પીડિતાની માતાને મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપવા પણ કહી શકે છે કારણ કે તે આ કેસમાં મુખ્ય સાક્ષી છે. હાથરસના એસપી વિનીત જયસ્વાલે કહ્યું કે સીબીઆઈની ટીમે તપાસ દરમિયાન એકત્ર થયેલા પુરાવા અને કેસ ડાયરી સહિતના કેસ સંબંધિત દસ્તાવેજો માગ્યા હતા. વરિષ્ઠ પોલીસ જવાને જણાવ્યું હતું કે તપાસ માટે આગામી કેટલાક અઠવાડિયા સુધી ૧૫ સીબીઆઈ અધિકારીઓ હાથરસમાં રહેવાની ધારણા છે. સોમવારે હાઇકોર્ટની લખનૌ બેંચમાં ગેંગરેપ પીડિતાના બળજબરીથી અંતિમ સંસ્કાર અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન પીડિત પરિવારના નિવેદનો લેવામાં આવ્યા હતા. કોર્ટે યુપી પોલીસને પણ ઠપકો આપ્યો હતો. પીડિતાના પરિવારે ટ્રાયલને યુપીની બહાર ખસેડવાની માગ કરી એમ પણ કહ્યું હતું કે તેમની પુત્રીને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ અસ્થિ વિસર્જન નહીં કરે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope