વિનમ્રતા ગઈ ભાડમાં, હું બોલ્ડ, સાહસી છું : ખુશ્બુ

કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલી અભિનેત્રીની સ્પષ્ટ વાત
ચાર વર્ષથી કોંગ્રેસે કોઈ ગંભીર જવાબદારી ન સોંપતા નારાજ મહિલા નેતાએ પક્ષ પલટો કર્યા બાદ નિવેદન કર્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા. ૧૩
દક્ષિણ ભારતીય ફિલ્મોની અભિનેત્રી ખુશ્બૂ સુંદર ડીએમકેથી કૉંગ્રેસમાં ગઈ અને હવે કૉંગ્રેસ છોડીને બીજેપીમાં સામેલ થઈ ગઈ છે. લગભગ એક દશક પહેલા રાજનીતિમાં આવેલી ખુશ્બૂ હંમેશા વિવાદોમાં જ ઘેરાયેલી રહી. તમામ ઉતાર-ચઢાવ છતા ખુશ્બૂ રાજનીતિમાં પોતાનું સ્થાન બનાવેલું રાખવામાં સફળ રહી. ખુશ્બૂએ એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં ખુલીને પોતાના અનુભવો, રાજનીતિમાં મળેલી શીખ અને અન્ય પાસાઓ પર વાત કરી. કૉંગ્રેસ છોડીને જવાના પ્રશ્ન પર તેમણે કહ્યું કે, હું આ વિશે વિસ્તૃત રીતે વાત કરવા નથી ઇચ્છતી. મે કૉંગ્રેસ છોડી કેમકે હું તેમની કાર્યપ્રણાલીથી ખુશ નહોતી. કૉંગ્રેસ પાર્ટી હવે બદલાઈ ગઈ છે. પાર્ટીના લોકો બદલાઈ ગયા છે અને તેમના વિચાર બદલાઈ ગયા છે. ખુશ્બૂએ કહ્યું કે, કૉંગ્રેસ મને જવાબદારી આપવાની વાત ૪ વર્ષથી કરી રહી હતી. મેં તેમને જણાવ્યું કે સ્થાનિક નેતાઓ મારી સાથે સારો વ્યવહાર નહોતા કરી રહ્યા, પરંતુ તેઓ જાગ્યા નહીં. ખુશ્બૂને કૉંગ્રેસ છોડ્યા બાદ કહેવામાં આવ્યું કે, તે નેતા નહીં એક અભિનેત્રી છે. તે કમળને સીંચવા માટે ગઈ છે. આ પ્રશ્ન પર ખુશ્બૂએ કહ્યું કે, આ પ્રકારની ટિપ્પણી કરવી ખરાબ છે. હું ક્યારેક એક અભિનેત્રી હતી, પરંતુ તમિલનાડુ કૉંગ્રેસ કમિટિના અધ્યક્ષ કેએસ અલાગિરીને તો કોઈ પણ નહોતુ જાણતું. હું ભીડ ભેગી કરી શકુ છું, પરંતુ અલાગિરી નહીં. તેમનો મહિલાઓ પ્રત્યે આ પ્રકારનો જ વ્યવહાર છે. બુદ્ધિમાન અને છટાદાર કોણ છે? મારા માટે નમ્રતા ભાડમાં ગઈ, હું એક બૉલ્ડ, સુંદર છું અને સાહસી મહિલા છું.” ખુશ્બૂ કહે છે કે, તેમને વિચારધારા છે કે લોકોની સેવા કરો અને દેશ માટે કામ કરો. લોકો મને કહે છે કે હું એક તકવાદી છું, પરંતુ મે ક્યારેય પણ કોઈ પાર્ટીમાં જઇને પદ માટે મોલભાવ નથી કર્યો. તેમણે કહ્યું કે, “ધર્મનિરપેક્ષતા પર મારું વલણ નથી બદલાયું. મે બીજેપી જોઇન કરી કારણ કે મે પાર્ટીને સમજી અને મારી અંદર બદલાવ આવ્યો. કૉંગ્રેસ મુસલમાનો માટે કામ કરે છે, પરંતુ આનો મતલબ એતો નથી કે તે હિંદુઓની વિરુદ્ધ છે. આવું જ કંઇક બીજેપી સાથે પણ છે.”

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope