લખનૌમાં વિધાનભવન સામે મહિલાનું આત્મવિલોપન

ઉત્તર પ્રદેશમાં આત્મવિલોપનની વધુ એક ઘટના
૯૦ ટકા દાઝી : જ્વલનશિલ પદાર્થ શરીર ઉપર છાંટીને મહિલાએ આગ ચાંપી લીધી, હોસ્પિટલમાં દાખલ કરાઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
લખનૌ, તા. ૧૩
અમેઠીની પીડિતાના વિધાનભવન સમક્ષ આગ લગાવીને આત્મવિલોપનનો પ્રયાસ કરવાનો મામલો હજુ શાંત નથી થયો ત્યાં મંગળવારે એક મહિલાએ ફરીથી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે. આ મહિલાએ જ્વલનશીલ પદાર્થ નાખીને આગ લગાવી દીધી છે. મહિલાને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના સીએમએસ ડો.એસ.કે. નંદાના જણાવ્યા અનુસાર મહિલા ૯૦ ટકા દાઝી ગઈ છે. લખનઉના હજરતગંજ કોતવાલી વિસ્તારના વિધાન ભવન સામે મહિલાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. આ બાબત ધર્મપરિવર્તનની કહેવામાં આવી રહી છે. અંજલિ તિવારીએ ધર્મપરિવર્તન પછી તેનું નામ આયેશા રાખ્યું હતું. તેનો પતિ સાઉદી અરેબિયામાં નોકરી કરે છે. છત્તીસગઢની રહેવાસી અંજલિ તિવારીએ વૈવાહિક સંબંધ ખરાવ હોવા અને દહેજની ઉત્પીડનના કારણે આગ લગાવીને જીવ આપવાનો પ્રયાસ કર્યો છે. પોલીસ આત્મહત્યાના પ્રયાસનું કારણ જાણવા પ્રયત્ન કરી રહી છે. મહારાજગંજ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર છત્તીસગઢની રહેવાસી અંજલિ તિવારીએ બે વર્ષ પહેલા ઘુઘલી પોલીસ સ્ટેશન વિસ્તારના પચરૂખીયાથી અખિલેશ તિવારી સાથે સાથે લગ્ન કર્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે ખટરાગ થતા તેણે અલગ રહેવાનું શરૂ કર્યું હતું. થોડા દિવસો પછી, અંજલિએ મહારાજગંજમાં રાજઘરાના સાડી સેન્ટરમાં કામ શરૂ કર્યું. આ કામ દરમિયાન જ વીરબહાદુર નગરમાં રહેતો છોકરા આશિક સાથે સબંધ થયો હતો. અંજલિનો દાવો છે કે આ પછી બંનેએ નિકાહ કર્યાા્‌ અંજલિએ તેનું નામ બદલીને આયેશા રાખ્યું. થોડા દિવસો પછી છોકરો આશિક સાઉદી અરેબિયા જવા રવાના થયો. યુવક ચાલ્યા ગયા પછી, અંજલિ (આયેશા) તેના ઘરમાં રહેવાની જીદ કરવા લાગી. ૪ ઓક્ટોબરે પણ તે પોતાના કથિત પતિના ઘરની સામે ધરણા પર બેઠી હતી. બાદમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તેને મહિલા સ્ટેશન લઈ ગઈ હતી, પરંતુ મામલો હલ થઈ શક્યો ન હતો. પરેશાન અંજલિએ ૧૩ ઓક્ટોબરના રોજ આત્મહત્યાના મામલે નોટિસ આપી હતી. મહિલા એસઓ મનીષા સિંહને તેની શોધમાં લખનૌ મોકલવામાં આવી હતી.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope