રીક્ષા ચાલકને ગુંડાઓએ ગડદાપાટુ મારી બેભાન કર્યો

ગરીબ રીક્ષા ચાલક પર ગુંડાઓએ જોર કાઢ્યું
જબલપુરમાં એક ઓટો અને સ્કૂટીની ટક્કર થયા બાદ રીક્ષાચાલકને નિર્દયતાથી માર મારવાની ઘટના સામે આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
જબલપુર,તા.૧૩
મધ્ય પ્રદેશના જબલપુરમાં એક ઓટો અને સ્કૂટીની ટક્કર થયા બાદ રીક્ષાચાલકને નિર્દયતાથી માર મારવાની ઘટના સામે આવી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મળતી માહિતી મુજબ ઓટોની સ્કૂટી સાથે ટક્કર થઈ હતી ત્યારબાદ સ્કૂટી ચલાવી રહેલી મહિલાએ કેટલાક લોકોને ફોન કરીને બોલાવ્યા અને ત્યારબાદ આ લોકોએ રીક્ષાચલકની પીટાઈ કરી નાખી. આ ઘટના જબલપુરના અધારતાલ પોલીસ સ્ટેશન હેઠળ આવતા શોભાપુરની છે. અહીં ટક્કર થયા બાદ મહિલાએ ફોન કરીને બોલાવેલા કેટલાક લોકોએ ઓટો ડ્રાઈવરની નિર્દયતાથી પીટાઈ કરી. ઓટો ડ્રાઈવર બેહોશ થઈ ગયો તો પણ તેઓ ડ્રાઈવરને લાત અને ઘૂસા મારતા રહ્યા. એટલું જ નહીં પાટીયાથી મારતા પણ જોવા મળ્યા. ઘટનાસ્થળે હાજર લોકો બચાવવાની જગ્યાએ ઘટનાનો તમાશો જોતા રહ્યા અને વીડિયો બનાવતા રહ્યા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોનો રોષ ભભૂકી ઉઠ્‌યો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ઓટોમાં લોખંડનો ભારે ભરખમ સામાન ભરેલો હતો. જે અકસ્માત દરમિયાન રસ્તા પર ફેલાઈ ગયો. વીડિયોમાં એ પણ જોવા મળે છે કે આરોપી યુવક લોઢાના સામાનથી ઓટો ડ્રાઈવરની નિર્દયતાથી પીટાઈ કરી રહ્યો છે. પીટાઈ બાદ આરોપી યુવક ઘાયલ યુવકને પોતાની સાથે બાઈક પર સૂવડાઈને ક્યાંક લઈ ગયો. મળતી માહિતી મુજબ જે સમયે આરોપી યુવક ઓટો ડ્રાઈવરની પીટાઈ કરી રહ્યો હતો ત્યારે એક વ્યક્તિએ તેને રોકવાની કોશિશ કરી પરંતુ તે લોકો તે વ્યક્તિ સાથે પણ દલીલમાં ઉતરી પડ્યા ત્યારબાદ તે વ્યક્તિ ત્યાંથી જતો રહ્યો. મળતી માહિતી મુજબ હાલ પોલીસે આ ઘટનામાં એફઆઈઆર દાખલ કરી દીધી છે. આરોપીઓની ધરપકડ કરવા માટે પોલીસ એક્ટિવ થઈ ગઈ છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope