૧૦ વાર માઉન્ટ એવરેસ્ટ સર કરનારા રીતા શેરપાનું નિધન

નેપાળના પર્વતારોહકના નામે અનેક રેકોર્ડસ
રીતા શેરપાએ ૧૦ વાર કોઇ પણ પ્રકારના ઓક્સીજન સિલિન્ડરની મદદ વગર એવરેસ્ટની ચડાઇ પૂરી કરી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
નેપાળ,તા.૨૩
માઉન્ટ એવરેસ્ટની ટોચને કોઇ એક વાર પણ સર કરી જાય મોટી વાત બની જાય છે. ત્યારે માઉન્ટ એવરેસ્ટની ટોચને પહેલીવાર સર કરનાર નેપાળી પર્વતારોહી આંગ રીતા શેરપાનું આજે નિધન થઇ ગયું છે. તેમણે પોતાના સમગ્ર જીવનમાં ૧૦ વાર માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હતો. અને તે આવું કરનાર દુનિયાના એક માત્ર વ્યક્તિ છે. તેમનો આ રેકોર્ડ વર્ષ ૨૦૧૭માં ગીનીઝ બુક ઓફ વર્લ્‌ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યો હતો. ત્યારે તેમની શોક સભામાં જોડાયેલા તેમના પરિવારે જણાવ્યું કે તે લાંબા સમયથી બિમાર હતા. તેમના સાથીઓ પણ તેમની મોતને પર શોક વ્યક્ત કરતા કહ્યું કે નેપાળ અને પર્વતારોહી સમુદાયને આનાથી મોટી ખોટ સાલી છે. તેમનું નિધન ૭૨ વર્ષની ઉંમરે સોમવારે થયું છે. તેમને મગજ અને લિવરને લગતી બિમારી હતી જેનાથી તે લાંબા સમયથી પરેશાન હતા. તમને જણાવી દઇએ કે રીતા શેરપાએ ૧૦ વાર કોઇ પણ પ્રકારના ઓક્સીજન સિલિન્ડરની મદદ વગર એવરેસ્ટની ચડાઇ પૂરી કરી છે. તેમના સાથીઓ તેમને ’સ્નો લેપર્ડ’ નામે બોલાવતા હતા. પહેલીવાર ૧૯૯૩માં તેમણે માઉન્ટ એવરેસ્ટની ચડાઇ કરી હતી. તે પછી તેમણે ૧૯૯૬ સુધીમાં તેમની આ ૧૦ ચડાઇ પૂરી કરી હતી. તેમના પૌત્ર ફૂર્બા તશેરિંગ જણાવ્યું કે તેમની મોત કાઠમાડુંના તેમના ઘરે જ થઇ. નેપાળ પર્વતારોહી સંઘના પૂર્વ અધ્યક્ષ આંત તશેરિંગ શેરપાએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. અને કહ્યું કે તે પર્વતારોહીઓ માટે કોઇ સ્ટારથી ઓછા નહતા. તેમની મોતની દેશ અને પર્વતારોહી બંધુત્વને આધાત લાગ્યા છે. તેમના મૃતદેહને શેરપા ગોંબા કે ધાર્મિક સ્થળ પર અંતિમ સંસ્કાર કરવામાં આવશે. રીતા શેરપાએ અન્ય પર્વતારોહીઓ સામે એક તેવું ઊંચો રેકોર્ડ સ્થાપ્યો હતો જેને અન્ય શેરપા સમુદાયના લોકોને તેનાથી આગળ વધી આ રેકોર્ડ તોડી નવો રેકોર્ડ બનાવવા માટે પ્રેરણા આપી હતી. આ જ સમુદાયના એક બીજા સદસ્યા પર ૨૪ વાર ચડાઇ કરવાનો રેકોર્ડ છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope