હાઈ સ્કોરિંગ મેચમાં રાજસ્થાને ચેન્નઈને ૧૬ રને પરાસ્ત કર્યું

આઈપીએલની ચોથી મેચ શારજાહમાં રમાઈ
ચેન્નઈ ૨૧૭ રનના ટાર્ગેટની સામે ૨૦૦ રન બનાવી શકી તેવટિયાની શાનદાર બોલિંગ, ચેન્નઈની ત્રણ વિકેટ ખેરવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
દુબઈ, તા.૨૩
શારજાહ સ્ટેડિયમ ખાતે રમાયેલી આઈપીએલ ૨૦૨૦ની ચોથી મેચમાં રાજસ્થાન રૉયલ્સે ચેન્નઈ સુપર કિંગ્સને ૧૬ રનથી હરાવી લીગમાં વિજયી શરૂઆત કરી છે. રાજસ્થાને આપેલા ૨૧૭ રનના ટાર્ગેટ સામે ચેન્નઈની ટીમ ૨૦ ઓવરમાં ૨૦૦ રન જ બનાવી શકી હતી. આમ, ઉદઘાટન મેચમાં ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ હરાવનારી ધોનીની ટીમને આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો. ૨૧૭ રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ચેન્નઈની ટીમની શરૂઆત સારી રહી. શેન વોટસન (૩૩) અને મુરલી વિજયે પ્રથમ વિકેટ માટે ૫૬ રન જોડ્યા. જોકે, ઝડપથી રન બનાવવાના ચક્કરમાં બંને બે રનના ગાળામાં જ આઉટ થઈ ગયા. ત્યારબાદ રાહુલ તેવટિયાએ સેમ કરન (૧૭) અને ઋતુરાજ ગાયકવાડ (૦)ને ઉપરાછાપરી આઉટ કરી ચેન્નઈની કમર તોડી નાખી. ફાફ ડુ પ્લેસિસે શાનદાર બેટિંગ કરતા ૩૭ બોલમાં ૭ છગ્ગા અને ૧ ચોગ્ગાની મદદથી ૭૨ રન બનાવ્યા પણ તે ટીમને જીત અપાવી શક્યો નહીં. ધોની સહિતના બાકીના બેટ્‌સમેનો વધારે રન ન બનાવી શકતા ચેન્નઈએ હાર સહન કરવી પડી. રાહુલ તેવટિયાએ શાનદાર બોલિંગ કરતા ચેન્નઈની ત્રણ વિકેટો ખેરવી હતી. અગાઉ ચેન્નઈ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટૉસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો. ૧૧ રનના સ્કોરે જ રાજસ્થાને ઓપનર યશસ્વી જયસ્વાલની વિકેટ ગુમાવતા સીએસકેનો નિર્ણય સાચો સાબિત થતો લાગ્યો પણ ત્રીજા ક્રમે બેટિંગમાં ઉતરેલા સંજુ સેમસને તેની તમામ ગણતરીઓ ખોટી પાડી દીધી. સેમસને ફક્ત ૩૨ બોલમાં ૧ ચોગ્ગા અને ૯ છગ્ગા સાથે વિસ્ફોટક ૭૪ રનની ઈનિંગ રમી. તેનો ભરપૂર સાથે આપતા સ્ટીવ સ્મિથે ૪૭ બોલમાં ૪ ચોગ્ગા અને ૪ છગ્ગાની મદદથી ૬૯ રનની ઈનિંગ રમી. બંને વચ્ચે માત્ર ૯.૨ ઓવરમાં ૧૨૧ રનની ભાગીદારી નોંધાઈ. એસ સમયે રાજસ્થાનનો સ્કોર ૧ વિકેટે ૧૩૨ રન હતો અને તેની પાસે ૫૦ બોલ બાકી હતા. સેમસન અને સ્મિથ જે રીતે રમતા હતા તે જોઈને લાગી રહ્યું હતું કે, રાજસ્થાન આરામની એક વિશાળ સ્કોર બનાવી લેશે. જોકે, સેમસનના આઉટ થયા બાદ ટીમનો રકાસ શરૂ થયો હતો અને ૪૬ રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી અને રનરેટ પણ બહુ જ નીચે આવી ગયો હતો. આ સમયે ટીમનો સ્કોર ૬ વિકેટે ૧૭૮ રન હતો અને તેની પાસે ૧૦ બોલ જ બાકી હતા. જોકે, છેલ્લી ઓવરમાં જોફ્રા આર્ચરે સતત ચાર સિક્સર્સ ફટકારી ટીમને ૨૦૦ની પાર પહોંચાડી દીધી હતી. તેણે ૮ બોલમાં ૪ છગ્ગાની મદદથી ૨૭ રન બનાવ્યા. રાજસ્થાને આખી ઈનિંગમાં ૧૭ છગ્ગા ફટકાર્યા. ચેન્નઈ તરફથી સેમ કરન ૩ વિકેટ ઝડપી સૌથી સફળ બોલર રહ્યો.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope