રાફેલ મામલે કેગમાં મોદી સરકારની ઝાટકણી કઢાઈ

ટેક્નોલોજી ટ્રાન્સફરની શરતનું પાલન ન થયું
વિમાન બનાવનારી કંપની ડસોલ્ટ એવિએશન અને એમબીડીએમાંથી કોઈએ પણ આ શરતને પૂરી કરી નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,તા.૨૪
રાફેલ વિમાનોના સોદાને લઈને ફરી એક વખત રાજકીય રમખાણ થવાની શક્યતાઓ છે. કોમ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના તાજેતરમાં સંસદમાં રજૂ થયેલા રિપોર્ટમાં આ ડિલ માટેની કેટલીક શરતો પૂરી કરવામાં નહીં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે.કેગના રિપોર્ટમાં કહેવાયું છે કે, ૬૦૦૦૦ કરોડના ખર્ચે ખરીદવામાં આવેલા વિમાનોના સોદામાં મુખ્ય વાત ટેકનોલોજી ટ્રાન્સફરની હતી પરંતુ વિમાન બનાવનાર કંપની ડસોલ્ટ એવિએશન અને સ્મ્ડ્ઢછમાંથી કોઈએ પણ આ શરતને પૂરી કરી નથી. બીજી તરફ ભારતની સંસ્થા ડીઆરડીઓને લડાકુ વિમાનોના એન્જિન બનાવવા માટે આ ટેકનોલોજીની જરૂર છે. વિદેશી કંપનીઓએ ઓફસેટની વાત કરી હતી, દસોલ્ટે ભારત સાથે ૩૦ ટકા ટેકનોલોજી શેર કરવાનું વચન આપ્યું હતું પણ હજી સુધી તેનું પાલન થયું નથી. આ ડિલમાં એવી કોઈ જોગવાઈ નથી. જે પ્રમાણે શરતનું પાલન નહીં કરનાર વિદેશી કંપનીને દંડ કરી શકાય અને હવે તો જે ટેકનોલોજી શેર કરવાની હતી તે પણ જુની થઈ ગઈ છે. ઓફસેટનો અમલ કરવાની સમય મર્યાદા પણ પૂરી થઈ ગઈ છે. ૨૦૦૫ થી ૨૦૧૮ સુધી વિદેશી કંપનીઓ સાથે ૬૬૦૦૦ કરોડ રુપિયાના ૪૬ ઓફસેટ કોન્ટ્રાક્ટ સાઈન થયા હતા પણ ૨૦૧૮ સુધીમાં માત્ર ૧૧૦૦૦ કરોડના ઓફસેટ જ ડિસ્ચાર્જ થયા છે. ઓફસેટના કેટલાક કેસમાં તો વેન્ડર દ્વારા બતાવાયેલી ઈનવોઈસ ડેટ અને ખરીદીની તારીખ પણ અલગ છે.કેટલાક કેસમાં વેન્ડરે શિપિંગ બિલ, લેન્ડિંગ બિલ, ટ્રાન્ઝેક્શનના પૂરાવા આપ્યા જ નથી. ૯૦ ટકા મામલામાં કંપનીઓએ ઓફસેટના બદલામાં માત્ર સામાન ખરીદયો છે. કોઈ પણ કેસમાં ટેકનોલોજી ટ્રાન્સફર કરી નથી.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope