રાજ્યમાં ૨૪ કલાકમાં કોરોના વાયરસનાં ૧૩૪૯ કેસ નોંધાયા

છેલ્લા ૨૪ કલાકમાં ૧૭ લોકોનાં મોત થયા
અત્યાર સુધીમાં ૩૨૪૭ લોકોના મૃત્યુ થયા,૯૬૭૦૯ લોકો ડિસ્ચાર્જ થયા : કુલ ૯૬ લોકો વેન્ટીલેટર ઉપર છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૧૫
રાજ્યમાં ૨૪ કલાકમાં કોરોના ૭૮૧૮૨ ટેસ્ટ કરવામાં આવતા ૧૩૪૯ પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે શહેરમાં કુલ કોરોના સંક્રમિતનો આંકડો ૧૧૬૩૪૫ થયો છે. આજે ૧૭ દર્દીઓના મોત કોરોનાને લીધે થતા કુલ મૃત્યુઆંક ૩૨૪૭ થયા છે. આજે રાજ્યમાં ૧૪૪૪ દર્દી સાજા થયા આ સાથે અત્યાર સુધીમાં કુલ ૯૬૭૦૯ દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજની સ્થિતિએ ૧૬૩૮૯ એક્ટિવ કેસ છે. જેમાં ૯૬ વેન્ટીલેટર પર અને ૧૬૨૯૩ સ્ટેબલ છે. રાજ્યમાં સતત સંક્રમણ વધતુ જાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૩૪,૩૮,૫૦૦ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર ૮૨.૮૪ ટકા થયો છે. રાજ્યમાં આજની સ્થિતિએ કુલ ૭,૪૩,૪૨૯ વ્યક્તિઓ ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી ૪,૪૨,૯૨૮ વ્યક્તિ હોમ ક્વોરેન્ટાઈન છે અને ૫૦૧ વ્યક્તિ ફેસીલીટી ક્વોરોન્ટાઈન છે. આરોગ્ય વિભાગની યાદી મુજબ કોવિડ-૧૯ના કારણે ૧૭ મોત થયા છે. જેમાં અમદાવાદ મહાનગરમાં ૪, ગાંધીનગર જિલ્લામાં ૧, સુરતમાં ૪ અને સુરત કોર્પોરેશનમાં ૧, વડોદરામાં ૧ અને વડોદરા કોર્પોરેશનમાં ૧, જામનગરમાં ૧ અને જામનગર કોર્પોરેશનમાં ૨, રાજકોટ મહાનગર માં૧, મહીસીગરમાં ૧ મોત કોરોનાના કારણે નોંધાયેલ છે. અમદાવાદ મહાનગરમાં આજે ૧૫૨ અને જિલ્લામાં ૨૦ સાથે કુલ ૧૭૨ કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે શહેરમાં કુલ કોરોના સંક્રમિતનો આંકડો ૩૪ હજારને પાર ૩૪૦૭૨ થયો છે. આજે શહેરમાં વધુ ૪ મોત સાથે મૃત્યુઆંક કુલ ૧૭૬૬ થયો છે. સુરત શહેરમાં ૧૭૩ અને ૧૦૪ સાથે ૨૭૭ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. આ સાથે શહેરમાં કુલ કોરોના સંક્રમિતનો આંકડો ૨૪૮૨૧ થયો છે. આજે વધુ ૫ મોત સાથે મૃત્યુઆંક ૭૦૬ થયો છે. વડોદરા શહેરમાં ૮૯ અને જિલ્લામાં ૪૦ સાથે ૧૨૯ કેસ કોરોનાના નોંધાતા કુલ સંક્રમિતનો આંકડો ૧૦ હજારને પાર પહોંચી ૧૦૦૭૮ થયો છે. આજે ૨ મોત નોંધાતા મૃત્યુઆંક ૧૫૪ થયો છે. રાજકોટ શહેરમાં ૯૪ અને જિલ્લામાં ૪૭ સાથે કુલ ૧૪૧ કેસ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતનો આંકડો ૬૯૮૯ થયો છે. આજે વધુ ૧ મોત નોંધાતા મૃત્યુઆંક ૧૧૪ પ૩ પહોંચી ગયો છે.
રાજ્યમાં કોરોનાના કેસો
(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા.૧૫
ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૧૩૪૯ કેસ સપાટી પર આવ્યા હતા. રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.
શહેર-કેસ, સુરત કોર્પોરેશન-૧૭૩, અમદાવાદ કોર્પોરેશન-૧૫૨, સુરત-૧૦૪, જામનગર કોર્પોરેશન-૧૦૨, રાજકોટ કોર્પોરેશન-૯૪, વડોદરા કોર્પોરેશન-૮૯, મહેસાણા-૪૯, રાજકોટ-૪૭, પાટણ-૪૫, વડોદરા-૪૦, અમરેલી-૩૦, પંચમહાલ-૨૯, મોરબી-૨૮, ભાવનગર કોર્પોરેશન-૨૫, ગાંધીનગર-૨૫, બનાસકાંઠા-૨૪, જામનગર-૨૧, અમદાવાદ-૨૦, કચ્છ-૧૯, મહીસાગર-૧૯, ગાંધીનગર કોર્પોરેશન-૧૮, જુનાગઢ-૧૮, સુરેન્દ્રનગર-૧૮, દાહોદ-૧૭, જુનાગઢ કોર્પોરેશન-૧૭, ભરૂચ-૧૬, ગીર સોમનાથ-૧૪, ભાવનગર-૧૩, બોટાદ-૧૨, ખેડા-૧૦, સાબરકાંઠા-૧૦, નર્મદા-૯, નવસારી-૯, વલસાડ-૭, આણંદ-૬, પોરબંદર-૫, છોટા ઉદેપુર-૪, દેવભૂમિ દ્ધારકા-૪, તાપી-૪, ડાંગ-૨, અરવલ્લી-૧, કુલ-૧૩૪૯.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope