પોલીસનો બાતમીદાર જ છેવટે ચોર નિકળતા ચકચાર

અમદવાદમાં ચોરીનો એક અજબ કિસ્સો બન્યો
પોલીસ પાસે ખબરી અને બાતમીદારોનું એક અલાયદું નેટવર્ક હોય છે જેનાથી ગુનાઓ ઉકેલવામાં મદદ મળે છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૨૪
અમદવાદમાં ચોરીનો એક અજબ કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય રીતે એવું હોય છે કે કોઈ પણ શહેરની પોલીસ પોતાના ખબરી અને બાતમીદારોનું એક અલાયદું નેટવર્ક ધરાવતી હોય છે જેનાથી તેમને ગુન્હાઓ ઉકેલવામાં મદદ મળતી હોય છે. પરંતુ અમદાવાદ ની પોલીસ ને તેના જ બાતમીદારે ચકરાવે ચડાવી છે. હકીકતમાં અહી બાતમીદાર જ ચોર નીકળ્યો છે.અમદાવાદ માં એક ખૂબ જ અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો હતો. સામાન્ય રીતે પોલીસ બાતમીદારોની માહિતીના આધારે અપરાધીઓને ડિટેક્ટ અને ટ્રેસ કરતી હોય છે પરંતુ અહી તો કંઇક અલગ જ કિસ્સો આમે આવ્યો હતો.અમદાવાદ માં ચોર જ પોલીસને બાતમીદાર બનીને બાતમી આપવાનું કામ કરી રહ્યો હતો. શહેરના કારંજ પોલિસને એક એવો અનુભવ થયો કે જે જાણીને તમે પણ આશ્રય ચકીત થઇ જશો. વાહન ચોરી ના આરોપીની શોધવા નીકળેલી કારંજ પોલીસને એક બાતમીદાર મળ્યો હતો અને વાહન કોણ ચોરી ગયું છે તેની બાતમી આપવા માટે પોલીસને જાણ કરી હતી. જોકે આ માહિતીના બદલામાં તેની સામે બાતમીદારે પૈસા માગ્યા હતા.બાતમીદાર ની આ વાત જાણીને જાણીને ખુદ પોલીસ જ ચોંકી ગઈ હતી, અને જેરે તે તપાસ કરવા નીકળી ત્યારે જે હકીકત સામે આવી હતી તે જાણીને ખુદ પોલીસ જ અચંબો પામી ગઈ હતી, અને પોલીસ પાસેથી બાતમીના પૈસા માંગતો હતો.
મહોમ્મદ ફારુક રગરેજ નામના શખ્સને પોલીસ ને ટોપીઓ પહેરાવવાનું ભારે પડ્યું હતું. આ શખ્સ પોલીસ ને અન્ય ગુનાઓની માહિતી આપવાનું કામ કરતો હતો અને આમ કરીને પોલીસ નો ખબરી બની બેઠો હતો. ફારૂક અમદાવાદ માં દિલ્હી દરવાજા પાસે રહે છે અને ચોરી કર્યા બાદ પોતે પકડાય નહીં તે માટે તેણે એક અનોખી ચાલ અપનાવી હતી. તે પોતે ચોર બનીને વાહન ચોરતો હતો અને પોલીસને અન્ય ગુન્હાઓની માહિતી આપતા બાતમીદાર બની બેઠો હતો. તે પોતે કરેલ વાહન ચોરી જેવા ગુન્હાઓની માહિતી આપતો નહોતો, જ્યારે કેઓ અન્ય ગુન્હાઓની માહિતી આપતો હતો. તે એવી ભ્રમણામાં રાચી રહ્યો હતો કે આમ કરવાથી તે બચી જશે પરંતુ તેની આ ચાલાકી નિષ્ફળ નીવડી હતી. કારંજ પોલીસ નો ખાસ માણસ બનીને ફરતા ફારુકને ખબર નહોતી કે પોલીસ ને પહેલાથી જ તેના પર શંકા હતી જ, પરંતું તે દ્રઢ ત્યારે બની જ્યારે બીજા તમામ ગુન્હાઓની બાતમી આપતા તેને વાહન ચોરી અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે પોલીસ પાસેથી પૈસા માંગ્યા, તેની આ કરતૂત પર પોલીસ ચોંકી ઉઠી હતી, અને ઊંડી તપાસ બાદ જે સત્ય સામે આવ્યું તેનાથી પોલીસ પર ચોંકી ગઈ હતી. ફારૂક આ પહેલા પણ મિલકત સંબંધી અનેક ગુન્હાઓમાં જેલમાં જઈ આવ્યો છે, જ્યારે કે ફરી એક ગુન્હામાં પકડાતા તેની ધરપકડ કરાઈ છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope