પહેલી સ્વદેશી કોરોના ટેસ્ટ કીટ ફેલુડાને મંજૂરી મળી

કોરોનાના ટેસ્ટ સેમ્પલ ડાયગ્નોસ કરી રિઝલ્ટ આપે છે
સસ્તી સ્વદેશી ટેસ્ટ કિટ ટાટા ગ્રુપ અને કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રીસર્ચ દ્વારા તૈયાર કરાઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૧
કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે વૈજ્ઞાનિક, શોધકર્તા, ડોક્ટર્સ, ફાર્મા કંપનીઓ, ટેક્નોલોજી કંપનીઓ દિવસ-રાત કોરોના સામે લડવા માટે નવી નવી શોધ કરવામાં લાગી છે. જેમાં હવે ટાટા ગ્રૂપે નવી કોવિડ-૧૯ ટેસ્ટ કિટ બનાવી છે. કંપનીએ ક્લસ્ટર્ડ રેગ્યુલરલી ઈન્ટરસ્પેસ્ડ શોર્ટ પેલિનડ્રોમિક રિપિટ્‌સ કોરોના વાયરસ ટેસ્ટને સીએસઆઈઆર ઈસ્ટીટ્યૂટ ઓફ જેનોમિક્સ એન્ડ ઈન્ટિગ્રેટિવ બાયોલોજી સાથે મળીને તૈયાર કરી છે. મહત્વનું એ છે કે ડ્રગ કંટ્રોલ જનરલ ઓફ ઈન્ડિયા કોરોના વાયરસની તપાસમાં ટાટાની નવી કોવિડ-૧૯ ટેસ્ટ ફેલુડાને સાર્વજનિક ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. ટાટા સમૂહ પ્રમાણે સીઆરઆઈએસપીઆર કોરોના ટેસ્ટ સૌથી વધારે વિશ્વસનીય માનવામાં આવતા આરટી-પીસીઆર ટેસ્ટની બરોબર ચોક્કસ પરિણામ આપશે. આ સાથે સમય અને કિંમત બંને ઓછી લાગશે. આ ટેસ્ટ એસએઆરએસ-સીઓવી-૨ વાયરસના જેનોમિક સિક્વેન્સની તપાસ કરવા માટે સ્વદેશી સીઆરઆઈએસપીઆર ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. ફેલુડા ટેસ્ટ ૨ કલાકમાં કોરોના વાયરસના ટેસ્ટ સેમ્પલ ડાયગ્નોસ કરીને રિઝલ્ટ આપી દે છે. ભવિષ્યમાં આ ટેક્નોલોજીનો ઉપયોગ બીજી મહામારીઓની ટેસ્ટમાં પણ કરી શકાશે. કંપનીનું કહેવું છે કે ટાટા સીઆરઆઈએસપીઆર ટેસ્ટ સીએએસ-૯ પ્રોટીનનો ઉપયોગ કરનાર દુનિયાનો પહેલું પરિક્ષણ છે. જે સફળતાપૂર્વક કોવિડ-૧૯ મહામારી ફેલાવનાર વાયરસની ઓળખ કરે છે. અધિકારીઓએ જણાવ્યું કે ’આ ટેસ્ટ એક ઉત્કૃષ્ટ શોધ છે જે ખૂબ જ થોડા સમયમાં રિઝલ્ટ આપી દે છે. તેને મંજૂરી પણ પૂરતી ચકાસણી અને તમામ નિયમોને આધીન આપવામાં આવી છે.’ આ ટેસ્ટ ઓછો સમય લેવા ઉપરાંત ખૂબ જ વ્યાજબી ભાવમાં થઈ શકશે કારણ કે તેમાં ઉપયોગમાં લેવામાં આવતા ઇક્વિપમેન્ટ બહુ મોંઘા નથી. તો એક્યુરસી મામલે આ ટેસ્ટ કોઈપણ એન્ટિજેન બેઝ્‌ડ ટેસ્ટ કિટ કરતા વધારે ચોક્કસ અને સાચુ પરિણામ આપે છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope