પત્નીએ દારૂ પીને પતિને ગાળો બોલીને ફટકાર્યો

મણિનગર વિસ્તારમાં ઊલ્ટી ગંગા
વારંવાર પતિના કારખાના પર પહોંચી જઈ મહિલા ગાળો બોલી મારમારીને યુવકને ફરિયાદની ધમકી આપતી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૮
અમદાવાદ સામાન્ય રીતે દારૂ પીવાની ટેવ ધરાવતા પતિઓ પત્નીને માર મારતા હોવાના કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે પરંતુ શહેરના મણિનગર વિસ્તારમાં ઊલ્ટી ગંગા કહી શકાય તેવો વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં દારૂ પી પત્નિ પતિને મારતી હોવાની તથા દારૂ પીધા બાદ પત્નિ પતિના કારખાને જઇ ધમકી આપતી હોવાની ઘટના એક પોલીસ અરજીમાં સામે આવી છે. પત્નિની આવી કરતૂતોથી કંટાળી પતિએ પૂર્વના એક પોલીસ સ્ટેશનમાં અરજી કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. શહેરના મણિનગર વિસ્તારમાં રહેતા યુવકને એક યુવતી સાથે પ્રેમ થઇ ગયો હતો. જો કે, પરિવારજનો ઇનકાર કરતા હોવાથી યુવકે વર્ષ ૨૦૧૮ના રોજ પ્રેમ લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ પતિ પત્નિ અલગ મકાનમાં રહેવા ગયા હતા. જો કે, તેઓ અવાર નવાર યુવકના માતા-પિતાના ઘરે જતા હતા. લગ્નના થોડા જ દિવસ બાદ પતિને તેની પત્નિ દારૂ પીતી હોવાની જાણ થઇ હતી. જેથી યુવક પોતાના માતા-પિતા સાથે રહેવા જતો રહ્યો હતો. પરંતુ સંયુક્ત પરિવારમાં ગયા બાદ યુવતી તેના સાસુ સસરાને માનસિક ત્રાસ આપવા લાગી હતી. યુવકની પત્નિ અવાર નવાર દારૂ પી પતિના કારખાને પહોંચી જતી હતી અને બિભત્સ ગાળો પણ આપતી હતી. યુવકે આ મામલે પત્નિને સમજાવી હતી પરંતુ તે માનવા તૈયાર ન હતી. થોડા દિવસો પહેલાં યુવકના પિતાને કોરોના થયો હતો ત્યારે ઉપરના માળે રહેતી પત્નિએ માતા પિતાની સારવાર કરવા પતિને જવા દીધો ન હતો. ત્યારબાદ પણ યુવતી દારૂ પી પતિને માર પણ મારતી હતી. માતા-પિતાનો એક માત્ર સંતાન હોવા છતા તેમની સેવા, સારવાર કરવા ન જવા દેતા પતિ પત્નિ વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારે પણ પત્નિએ પતિ સાથે મારા મારી કરી કાયદાનો ડર બતાવ્યો હતો. ઉપરાંત જે મકાનમાં પતિ અને તેનો પરિવાર રહે છે તે મકાન પોતાના નામે કરવા ધાક ધમકીઓ પણ યુવકની પત્નિએ આપતી હતી. પત્નિની વારંવાર દારૂ પીવાની ટેવ અને મારથી કંટાળી પતિએ પોલીસ મથકમાં અરજી કરતા તપાસ શરૂ કરી છે.તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે લગ્નના થોડા જ દિવસોમાં પત્નિ દારૂ પીતી હોવાની પતિને જાણ થઇ ગઇ હતી. જેથી યુવકે પત્નિને સમજાવી હતી. જો કે, યુવતીને દારૂ પીવાની લત હોવાથી તે અવાર નવાર નશો કરી પતિને મારતી હતી. જેથી કંટાળી યુવકે આ મામલે પોલીસ મથકમાં અરજી કરી હતી.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope