તાઈવાનને ધમકી સાથે ચીને લડાકૂ વિમાનો મોકલી દીધા

અમેરિકી રાજદૂત તાઈવાનમાં છે ત્યારે ધમકી ઉચ્ચારી
બુધવારે પણ ચીને પોતાના અન્ય એક પાડોશી રાષ્ટ્રની હદમાં પોતાના એન્ટી સબમરીન વિમાનો મોકલ્યા હતાં
(સંપૂર્ણ સમાચાર સેવા)
તાઈપેઈ, તા. ૧૯
સમગ્ર દુનિયામાં પોતાનો શિકંજો જમાવવા માટે ધમપછાડા કરી રહેલા ચીને તાઇવાનમાં લડાયક વિમાનો મોકલ્યા હોવાનું બહાર આવ્યું છે. એટલું જ નહીં, તાઇવાનને ટેકો આપી રહેલા અમેરિકાને પણ ગંભીર પરિણામોની ધમકી ચીને આપી છે. અહેવાલ મુજબ એક અમેરિકી રાજદૂત કીથ ક્રેચ હાલ તાઇવાનમાં છે એવા સમયે તાઇવાન અને અમેરિકાને ડારો દેવા ચીને તાઇવાનની આસમાની હદમાં પોતાના લડાયક વિમાનો મોકલીને શક્તિ પ્રદર્શન કર્યું હતું. આયલેન્ડ્‌સના સંરક્ષણ ખાતાએ કહ્યું હતું કે ચાઇના ઇસ્ટર્ન થિયેટર કમાન્ડના ૧૬ ફાઇટર જેટ અને બે બોમ્બર વિમાનો તાઇવાનની હદમાં શુક્રવારે દેખાયાં હતાં. તાઇવાનના લશ્કરી વિમાનોએ આ વિમાનોને પોતાની હદમાંથી બહાર જવાની ફરજ પાડી હતી અને જરા પર ડર્યા ગભરાયા વિના છેક પોતાની સરહદ સુધી આ વિમાનોનો પીછો કર્યો હતો.
છેલ્લા થોડા મહિનાથી ચીન સતત પોતાના પાડોશીઓને પોતાના અટકચાળા દ્વારા હેરાન કરી રહ્યું હતું. ખાસ કરીને કોરોના વાઇરસના મુદ્દે ચીન બદનામ થયા પછી જાણે ભૂરાયું થયું હતું. બુધવારે પણ ચીને પોતાના અન્ય એક પાડોશી રાષ્ટ્રની હદમાં પોતાના એન્ટી સબમરીન વિમાનો મોકલ્યા હતાં. જો કે આ પાડોશીએ ડર્યા વિના ચીનને પડકાર્યું ત્યારે ચીનના વિમાનોએ પીછેહટ કરવી પડી હતી. આ નાનકડો પાડોશી દેશ એટલે તાઇવાન. તાઇવાનના હવાઇ દળે તરત ચીની વિમાનોને આકરા શબ્દોમાં ચેતવણી આપી હતી. ચીની વિમાનો તત્કાળ પાછાં ફરી ગયાં હતાં. ચીન છેલ્લા થોડા સમયથી સતત તાઇવાનની હવાઇ અને જળ સીમામાં ઘુસણ ખોરી કરી રહ્યું હતું. તાઇવાને આ મુદ્દે આંતરરાષ્ટ્રીય ફોરમમાં ફરિયાદ પણ કરી હતી. ગયા અઠવાડિયે બંને દેશોએ ચીન અને તાઇવાને પોતપોતાની દરિયાઇ સીમામાં લશ્કરી કવાયત કરી હતી.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope