ડોકલામ નજીક ચીન દ્વારા અણુ બોમ્બર, ક્રૂઝ મિસાઈલ તૈનાત

સરહદ પર ચીનની અવરચંડાઈ યથાવત
ભારતના પૂર્વીય ભાગમાં ચીને નવો મોરચો માંડ્યો, એચ-૬ પરમાણુ બોમ્બર અને ક્રુઝ મિસાઇલ તૈનાત કરી દેવાઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
બેઇજિંગ, તા. ૨૪
લદાખમાં હજારો સૈનિકોને તૈનાત કરી રહેલું ચીન હવે ભારતના પૂર્વી ભાગોમાં તણાવના નવા મોરચા ખોલી રહ્યું છે. ચીને ભૂટાનને અડીને આવેલા ડોકલામ નજીક તેની એચ -૬ પરમાણુ બોમ્બર અને ક્રુઝ મિસાઇલ તૈનાત કરી દીધી છે. ચીન આ વિનાશક શસ્ત્રો તેના ગોલમૂડ એરબેઝ પર જમાવટ કરી રહ્યું છે. આ એરબેસ ભારતીય સરહદથી માત્ર ૧૧૫૦ કિમી દૂર છે. આ પહેલા ચીને આ જીવલેણ બોમ્બરને અક્સાઈ ચીનના કાશગર એરબેઝ પર ગોઠવ્યા હતા. ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ વિશ્લેષક ડેટ્રેસ્ફા દ્વારા પ્રકાશિત ઉપગ્રહની તસવીરમાં આ બોમ્બની સાથે કેડી-૬૩ લેન્ડ એટેક ક્રુઝ મિસાઇલ, પણ જોવા મળે છે. આ મિસાઇલની મારક ક્ષમતા લગભગ ૨૦૦ કિ.મી. છે. આ સિવાય એરબેઝ પર શિયાન વાય -૨૦ માલવાહક લશ્કરી વિમાન પણ જોવા મળે છે.
ચિની એચ -૬ બોમ્બર લાંબા અંતરના લક્ષ્યોને લક્ષ્યાંકિત કરવા માટે ડિઝાઈન કરાયેલા છે. વિમાન પણ પરમાણુ હુમલો કરવા માટે સક્ષમ છે. યુ.એસ.ના ગુઆમ બેઝને લક્ષ્ય બનાવવા માટે ચીને આ વિમાનનો વિશેષ સમાવેશ કર્યો છે. તેના અગાઉના મોડેલમાં મર્યાદિત મિસાઇલ ક્ષમતા હતી પરંતુ તેને અપગ્રેડ અને સક્ષમ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી ચીને ડોકલામની નજીક પોતાની પ્રવૃત્તિમાં વધારો કર્યો છે. ૨૦૧૭ માં, ડોકલામમાં જ ભારત અને ચીન વચ્ચે વિવાદ થયો હતો અને ત્યારબાદ ૭૩ દિવસની મડાગાંઠ બાદ ચીની સૈન્યને પીછેહઠ કરવી પડી હતી. ગુપ્તચર એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર ચીને જૂન અને જુલાઈમાં ડોકલામની નજીક નવા બાંધકામો ઊભા કર્યા છે. તે આ બાંધકામ નોર્થ ડોકલામ જનરલ એરિયામાં કરી રહ્યું છે. ચીન સિંચ લા અને ટોરસા નાળાની સાથેની દિવાલ પર કામ આગળ વધારી રહ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર, ચીન સિંચ લાથી લગભગ ૧ કિલોમીટર દક્ષિણ પૂર્વમાં બહુમાળી મકાન પણ બનાવી રહ્યું છે. સિંચ લાની પશ્ચિમ બાજુની શિખરો પર લગભગ ૧૩ ઇલેક્ટ્રિક પોલ્સ પણ જોવામાં આવ્યાં છે. ગુપ્તચર સુત્રોના જણાવ્યા અનુસાર, એવું પણ જાણવા મળ્યું છે કે ચીન સિંચ લાથી પશ્ચિમ તરફ વોક વેને પણ અપગ્રેડ કરી રહ્યું છે. એલએસી પર તણાવ વચ્ચે ભારત ચીન તરફના કોઈપણ ગતિવિધિ પર નજર રાખી રહ્યું છે. ભારતીય સેના સમગ્ર એલએસી પર સજાગ છે અને સૈન્યની જમાવટ પણ વધારી દેવામાં આવી છે.
૨૦૧૭ માં, ચીને ડોકલામ પાસે રસ્તો બનાવવાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતીય સૈનિકોએ તાત્કાલિક અટકાવી દીધો હતો. ચીન જે જગ્યાએ રસ્તો બનાવતું હતું તે ભૂટાનનો વિસ્તાર છે. ભૂટાન સાથેના કરાર હેઠળ ભારત ભૂટાનના પ્રભુત્વને સુરક્ષિત કરવામાં મદદ કરે છે. ડોકલામ એ ટ્રાઇ જંકશન છે જ્યાં ભારત, ચીન અને ભૂટાન તેમની સરહદ ધરાવે છે. આ વ્યૂહાત્મકરૂપે મહત્વપૂર્ણ છે કારણ કે જો આ ક્ષેત્રમાં ચીન આગળ આવે તો ભારતના પૂર્વી ક્ષેત્ર માટે મુશ્કેલીઓ આવી શકે છે. વર્ષ ૨૦૧૭ માં ડોકલામમાં ભારતના કડક વલણ બાદ પીછેહઠ કરવા મજબૂર થતાં ચીને છેલ્લા ત્રણ વર્ષમાં વાસ્તવિક નિયંત્રણ લાઇનની સાથે તેના વિસ્તારમાં હવાઈ મથકોની સંખ્યા બમણી કરી દીધી છે. આ ઉપરાંત ભારતીય વિમાન અને મિસાઇલોને મારી પાડવા માટે હવાઈ સંરક્ષણ સ્થિતિ અને હેલિપોર્ટની સંખ્યા પણ બમણી કરવામાં આવી છે. લદાખમાં તણાવ પેદા કરતા પહેલા ચીને આ તૈયારી કરી હતી, જેના કારણે તેનો હેતુ હવે સામે આવી રહ્યો છે. સેટેલાઇટ તસવીરોને ટાંકીને ગ્લોબલ ઇન્ટેલિજન્સ વોચડોગ સ્ટાર્ટફોરે જારી કરેલા એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ચીનમાં આ સૈન્ય મથકો ભારતીય સુરક્ષાને સીધી અસર કરી રહ્યા છે. આ સંગઠનના વરિષ્ઠ વૈશ્વિક વિશ્લેષક સિમ ટાકે જણાવ્યું હતું કે ચીનના તેના લશ્કરી થાણાઓની તૈયારી લદાખના સ્ટેન્ડઓફ પહેલાં જ કરવામાં આવી હતી, જે દર્શાવે છે કે પૂર્વી લદ્દાખમાં ચાલી રહેલા તણાવ મોટા ભાગે ચીનના સરહદી વિસ્તારો પર નિયંત્રણ મેળવવા માટે કરવામાં આવેલા પ્રયત્નોનો એક ભાગ છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope