ટ્રમ્પની મંજૂરી પછી ચીનની કંપની સાથેનો સોદો ફાઈનલ

અમેરિકામાં ઓરેકલે ટિકટોક ખરીદી લીધી
ઓરેકલ ક્રોપ નવી કંપની ટીકટોક ગ્લોબલમા ૧૨.૫%ની ભાગીદારી ખરીદશે : અમેરિકનોના ડેટાની સુરક્ષા કરશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
વોશિંગ્ટન, તા. ૨૦
અમેરિકામાં ટીકટોક પર પ્રતિબંધની પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હિલચાલ શરૂ કરી તેની સાથે હવે જાણીતી અમેરિકી કંપની ઓરેકલની સાથે ટીકટોકની ડીલની મંજૂરી આપી દેવાઈ છે. ટ્રમ્પે કહ્યું કે ટીકટોકના અધિકાર ટીકટોક ગ્લોબલ કરશે, જેનું હેડકવાર્ટર અમેરિકાના ટેક્સાસમાં રહેશે.
ઓરેકલ ક્રોપ નવી કંપની ટીકટોક ગ્લોબલમા ૧૨.૫% ની ભાગીદારી ખરીદશે અને તેમના બધા અમેરિકાના યૂઝર્સનો ડેટા પોતાના ક્લાઉડમાં રાખશે. ઓરેકલે કહ્યું હતું કે તેઓ અમેરિકાના નાગરિકોના ડેટાની સુરક્ષા કરશે અને તેના કોમ્પ્યુટર સિસ્ટમને સુરક્ષિત રાખશે.
તેમના સિવાય રીટેલ દિગ્ગજ વોલમાર્ટ પણ ટિકટોક ગ્લોબલ ૭.૫% ભાગીદારી લેશે. વોલમાર્ટએ એક વિધાન આપ્યુ કે, વોલમાર્ટના સીઇઓ ડગ મેકમિલન ટીકટોકના ગ્લોબલ નિર્દશક મંડળમા કામ કરશે. ટીકટોક ગ્લોબલમા પાંચમાથી ચાર બોર્ડ સીટ અમેરિકનોની રહેશે. ડીલ પર મંજૂરી મળ્યા બાદ ટીકટોકએ કહ્યુ કે, ટીકટોક, ઓરેકલ અને વોલમાર્ટ દ્વારા પ્રસ્તાવિત અમેરિકાની પ્રશાસનની સુરક્ષા ચિંતાઓનુ નિરાકરણ કરશે અને અમેરિકા ટીકટોકના ભવિષ્યને લઇને પણ વિચારણા કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટીકટોકના માલિક બાઈટ ડાનસમાં અમેરિકાના નિવેશકોની ૪૦ ટકા ભાગીદારી છે. હવે વ્હાઉટ હાઉસ એ જોશે કે ટીકટોક ગ્લોબલમા અમેરાકાના લોકોની ભાગીદારી કેટલી છે. ટીકટોક ગ્લોબલમા ઓરેકલ, વોલમાર્ટ અને બાઈટ ડાન્સે અમેરિકાની રોકાણકારોનો સીધો ભાગ પરોક્ષ રૂપે ૫૩ ટકા રહેશે બાઈટ ડાન્સે અત્યાર સુધીમા આ ડિલને લઇને કોઇ નિવેદન જાહેર કર્યુ નથી. વોલમાર્ટ અને ઓરેકલએ પણ ટીકટોક ગ્લોબલની ઓનરશિપ સ્ટ્રકચરનો હજુ સુધી કોઇ ખુલાસો કર્યો નથી. રાષ્ટ્રપતિ ટ્રમ્પએ પહેલેથી જ કહ્યુ છે કે, ટીકટોક ડીલમા ભઆગ લેનાર કંપનીઓ ઓરેકલ અને વોલમાર્ટને કેટલીક રકમ આપવી પડશે. ટીકટોક ગ્લોબલએ અમેરિકા માટે ૫ બિલિયન ડોલરના રોકાણ પર મંજુરી આપી છે, જેમાથી એક નવુ એજયુકેશન ફંડ બનાવાશે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope