કોરોનાના મુદ્દે સરકારની કામગીરીની ટિકા કરી હતી
બિઝનેસમેન પર કરોડો ડોલરની લાંચ લેવાનો આરોપ હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
બેઈજિંગ, તા. ૨૨
કોરોના વાયરસ મુદ્દે રાષ્ટ્રપતિ શી જિનપિંગની કામગીરીની જાહેરમાં ટીકા કરનારા ચીનના અબજોપતિને જેલમાં જવાનો વારો આવ્યો છે. ચીન સરકારની રિયલ એસ્ટેટ કંપની ના પૂર્વ અધ્યક્ષ રેન જીકીઆંગને ભ્રષ્ટાચારના આરોપમાં ૧૮ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ પહેલા તેમને કોમ્યુનિસ્ટ પાર્ટી માંથી પણ હકી કાઢવામાં આવ્યા હતા.
ચીની એક અદાલતે જીકીઆંગને ભ્રષ્ટાચાર માટે દોષી ઠેરવ્યા છે .તેમના પર કરોડો ડોલરની લાંચ લેવાનો આરોપ હતો. જજે તેમને અઢાર વર્ષની જેલ તેમજ છ લાખ ડોલર દંડ પણ કર્યો છે. કોર્ટે પણ કહ્યું હતું કે તેમણે પોતાના તમામ આરોપો સ્વીકારી લીધા છે. અમેરિકન મીડિયા ના કહેવા પ્રમાણે ચીનમાં નેતાઓ પર સવાલ ઉઠાવનારા લોકોને ઘણી વખત ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને જેલમાં નાખી દેવામાં આવે છે. રેને માર્ચ મહિનામાં એક ઓનલાઇન લેખ લખ્યો હતો જેમાં જિનપિંગની ટીકા કરી હતી અને લખ્યું હતું કે કોરોના વાયરસ સાથે કામ પાર પાડવામાં જિનપિંગ નિષ્ફળ ગયા છે.
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન
કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો
શ્વાસ લેવામાં તકલિફ ...
સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ
ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું
ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...
દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી
કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન
દેશના ખૂણે ખૂણ...
Top News
Today’s Headlines
Opinion Poll
Loading ...