જાન્હવીએ દુલ્હનનો શણગાર કરી ચાહકોની ધડકન વધારી

જાન્હવી અવાર નવાર તસવીર શેર કરતી રહે છે
ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના નવા કલેક્શનનો ભાગ બનવા સાથે અભિનેત્રીએ ખૂબજ ખુશી વ્યક્ત કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ,તા.૨૫
બોલિવૂડની પોપ્યુલર સ્ટાર કિડ્‌સમાંથી એક છે જાહ્નવી કપૂર. સોશિયલ મીડિયા પર પણ તે ઘણી એક્ટિવ રહે છે. તેની તસવીરો અને વીડિયો અવાર નવાર તે શેર કરતી રહે છે. હાલમાં જ જાહ્નવીએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે દુલ્હન બનેલી નજર આવે છે. જાહ્નવી કપૂરનો આ લૂક જોયા બાદ સોશિયલ મીડિયા પર તેનાં ફેન્સની ધડકનો વધી ગઇ છે.
તસવીરો શેર કરતાં જાહ્નવીએ જે કેપ્શન લખી તે વાંચીને તમે પણ થઇ જશો. જાહ્નવીએ કેપ્શનમાં લખ્યું છે કે, ’શું આપને પણ શરણાઇ સંભળાઇ રહી છે કે ફક્ત હું જ સાંભળી શકુ છું.’ તેણે વધુમાં લખ્યું હતું કે, ’હું ખુબ ખૂશ છું મનીષ મલ્હોત્રાનાં નવાં કલેક્શનનો ભાગ બનીને. તસવીરોમાં આપ જોઇ શકો છો જાહ્નવી કપૂર દુલ્હન જેવી જ દેખાઇ રહી છે. હેવી જ્વેલરી, અને માથે ઘૂંઘટ ઓઢીને તે ઘણી જ સુંદર દેખાઇ રહી છે. આપને જણાવી દઇએ કે, જાહ્નવી ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાનાં બ્રાઇડિયલ વેર પહેર્યું હતું. હાલમાં જ ડિઝાઇનરે તેનું નવું બ્રાઇડિયલ કલેક્શન લોન્ચ કર્યું છે. આ તમામ તસવીરો સેલિબ્રિટી ફોટો જર્નાલિસ્ટ વિરલ ભાયાની તરફથી જાહેર કરવામાં આવી છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope