છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસનાં ૧૪૩૨ કેસ નોંધાયા

છેલ્લા ૨૪ કલાકમાં ૧૬ લોકોનાં મોત થયા
અત્યાર સુધીમાં ૩૩૦૫ લોકોના મૃત્યુ થયા,૧૦૨૫૭૧ લોકો ડિસ્ચાર્જ થયા : કુલ ૯૭ લોકો વેન્ટીલેટર ઉપર છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૧૯
રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો ૧૪૦૦ ને પાર પહોંચી ચુક્યો છે. આજે રાજ્યમાં ૧૪૩૨ દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ ૧૪૭૦ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧૦૨૫૭૧ દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ ૬૧૪૩૨ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ ૯૪૫.૧૧ પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૩૭,૩૯,૭૮૨ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના ૧૪૩૨ કેસ નોંધાયેલા છે. આજ રોજ ૧૪૭૦ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧,૦૨,૫૭૧ દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર ૮૪.૧૨% ટકા છે. રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૬,૦૮,૮૫૭ વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી ૬,૦૮,૪૩૭ વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે ૪૨૦ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રિકવરી રેટ ખુબ જ સારો હોવાનું સરકાર દ્વારા જણાવવામાં આવી રહ્યા છે. જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૧૬૦૫૪ એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર ૯૭ છે. જ્યારે ૧૫૯૫૭ લોકો સ્ટેબલ છે. ૧૦૨૫૭૧ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ૩૩૦૫ લોકોનાં મોત નિપજ્યા છે. આજે ૧૬ લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી સુરત ૪, અમદાવાદ કોર્પોરેશન ૩, અમરેલી ૧, ભાવનગર ૧, ભાવનગર કોર્પોરેશન ૧, ગાંધીનગર કોર્પોરેશન ૧, કચ્છ ૧, રાજકોટ કોર્પોરેશન ૧, સુરત કોર્પોરેશન ૧, વડોદરા ૧ અને વડોદરા કોર્પોરેશન ૧ સહિત કુલ ૧૬ લોકોનાં આજના દિવસમાં મોત નિપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાના કેસો
(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા.૧૯
ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૧૪૩૨ કેસ સપાટી પર આવ્યા હતા. રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.
શહેર કેસ
સુરત કોર્પોરેશન ૧૭૪
અમદાવાદ કોર્પોરેશન ૧૫૨
સુરત ૧૦૭
જામનગર કોર્પોરેશન ૧૦૩
વડોદરા કોર્પોરેશન ૯૯
રાજકોટ કોર્પોરેશન ૯૭
મહેસાણા ૬૯
રાજકોટ ૫૪
બનાસકાંઠા ૪૪
વડોદરા ૩૯
પંચમહાલ ૩૦
અમરેલી ૨૯
મોરબી ૨૮
અમદાવાદ ૨૬
કચ્છ ૨૬
ભાવનગર કોર્પોરેશન ૨૫
ભરૂચ ૨૪
ગાંધીનગર ૨૩
જામનગર ૨૩
પાટણ ૨૩
ગાંધીનગર કોર્પોરેશન ૨૧
જુનાગઢ કોર્પોરેશન ૧૮
ભાવનગર ૧૭
જુનાગઢ ૧૭
મહીસાગર ૧૬
દાહોદ ૧૫
ગીર સોમનાથ ૧૫
દેવભૂમિ દ્ધારકા ૧૪
સાબરકાંઠા ૧૩
ખેડા ૧૨
નર્મદા ૧૨
સુરેન્દ્રનગર ૧૨
આણંદ ૧૦
તાપી ૧૦
બોટાદ ૯
છોટા ઉદેપુર ૮
નવસારી ૮
પોરબંદર ૫
અરવલ્લી ૨
વલસાડ ૨
ડાંગ ૧
કુલ ૧૪૩૨

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope