કોલકાતાને હરાવી મુંબઈ ઈન્ડિયન્સનો પ્રથમ વિજય

મુંબઈએ કોલકાતા નાઈટ રાઈડર્સને ૪૯ રને હરાવ્યું
ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં જ મુંબઈને ચેન્નઈ સુપર કિંગ્સ સામે રસાકસી બાદ પરાજયનો સામનો કરવો પડ્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
દુબઈ, તા.૨૪
બેટ્‌સમેનોના શાનદાર પ્રદર્શન બાદ બોલર્સે કરેલી અદ્દભુત બોલિંગની મદદથી મુંબઈ ઈન્ડિયન્સ ટીમે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૩મી સિઝનમાં બુધવારે રમાયેલા મુકાબલામાં કોલકાતા નાઈટ રાઈડર્સને ૪૯ રને પરાજય આપ્યો હતો. આ સાથે જ મુંબઈએ પોતાની જીતનું ખાતું પણ ખોલી દીધું છે. અગાઉ ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં જ મુંબઈને ચેન્નઈ સુપર કિંગ્સ સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. કેપ્ટન રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવની આક્રમક બેટિંગની મદદથી મુંબઈએ ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૯૫ રનનો મજબૂત સ્કોર નોંધાવ્યો હતો. રોહિત શર્માએ ૫૪ બોલમાં ૮૦ અને સૂર્યકુમારે ૨૮ બોલમાં ૪૭ રનની ઈનિંગ્સ રમી હતી. ૧૯૬ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી કોલકાતાની ટીમ સહેજપણ લડત આપી શકી ન હતી. શરૂઆતથી જ મુંબઈના બોલર્સે કોલકાતાના બેટ્‌સમેનોને દબાણમાં રાખ્યા હતા. જેના કારણે કોલકાતાની ટીમ ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૪૬ રન નોંધાવી શકી હતી. કોલકાતા માટે પેટ કમિન્સે ૧૨ બોલમાં સૌથી વધુ ૩૩ રન નોંધાવ્યા હતા જેમાં તેણે એક ચોગ્ગા અને ચાર સિક્સર ફટકારી હતી. જ્યારે કેપ્ટન દિનેશ કાર્તિકે ૨૩ બોલમાં ૩૦ રનનું યોગદાન આપ્યું હતું. મુંબઈ માટે ટ્રેન્ટ બોલ્ટ, જેમ્સ પેટ્ટિનસન, જસપ્રિત બુમરાહ અને રાહુલ ચાહરે બે-બે તથા કેઈરોન પોલાર્ડે એક વિકેટ ઝડપી હતી. અગાઉ કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન દિનેશ કાર્તિકે ટૉસ જીતી મુંબઈને પ્રથમ બેટિંગ આપવાનો નિર્ણય કર્યો હતો. મેચની બીજી ઓવરમાં કેકેઆર માટે આ નિર્ણય સાચો સાબિત થતો જણાયો જ્યારે મુંબઈનો ઓપનર ક્વિન્ટન ડિ કૉક માત્ર ૧ રન બનાવી શિવમ માવીનો શિકાર બન્યો. પરંતુ કેપ્ટન રોહિત શર્મા (૮૦)એ વન-ડાઉન આવેલા સૂર્યકુમાર યાદવ સાથે મળીને કેકેઆરના બોલર્સની ચારેબાજુ ધોલાઈ કરી. બંનેએ બીજી વિકેટ માટે ૯૦ રન જોડ્યા. ફિફ્ટીની નજીક આવીને યાદવ દુર્ભાગ્યપૂર્ણ રીતે રનઆઉટ થયો. તેણે ૨૮ બોલમાં ૬ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી ૪૭ રન બનાવ્યા. જોકે, બીજા છેડેથી રોહિતે શાનદાર બેટિંંગ ચાલુ રાખી. તેણે ૫૬ બોલમાં ૩ ચોગ્ગા અને ૬ શાનદાર છગ્ગા ફટકારી ૮૦ રનની ઈનિંગ રમી. તેની પાસે સદી પૂરી કરવાનો સારો ચાન્સ હતો પણ તેમ થઈ ન શક્યું. ઈનિંગના અંતમાં સૌરભ તિવારી અને હાર્દિક પંડ્યાના ઉપયોગી રનની મદદથી મુંબઈએ ૫ વિકેટે ૧૯૫ રનનો સ્કોર બનાવ્યો. કોલકાતાની બોલિંગ લાઈન અપમાં શિવમ માવી બે વિકે ઝડપીને સૌથી સફળ બોલર રહ્યો. તેના સિવાય સુનીલ નારાયણ અને આન્દ્રે રસેલે ૧-૧ વિકેટ ઝડપી. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ આ વખતે પોતાની પ્રથમ મેચમાં કટ્ટર હરિફ ચેન્નઈ સુપરકિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope