કેજરીવાલ સરકાર ફેસબુક પર ખફા, સમિતિ દ્વારા ફરી સમન્સ

ઉશ્કેરણિજનક નિવેદનોની નીતિ મામલે નારાજગી
ફેસબુક તરફથી કોઈ રજૂ નહીં થાય તો કાર્યવાહી કરાશે, મંગળવારે ફેસબુકના ઉચ્ચ અધિકારી હાજર રહ્યા ના હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૧૫
ફેસબુકની ઉશ્કેરણીજનક નિવદેનોની નીતિ મામલે જવાબથી નારાજ દિલ્હી વિધાનસભાની શાંતિ અને સૌહાર્દ સમિતિએ દિગ્ગજ સોશિયલ મીડિયા કંપનીને ચેતવણી આપી છે. સાથે જ સમિતિ સમક્ષ ફરી રજૂ થવા વધુ એક તક આપી છે. સમિતિનું કહેવું છે કે હવે ફેસબુક તરફથી કોઈ રજૂ નહીં થાય તો કાર્યવાહી કરવામાં આવશે. પ્રાકૃતિક ન્યાયના સિદ્ધાંત હેઠળ આ તક આપવામાં આવી છે. ફેસબુકના અધિકારીઓને સમન મોકલતા દિલ્હી વિધાનસભાની શાંતિ અને સૌહાર્દ સમિતિએ રજૂ થવા જણાવ્યું હતું. મંગળવારે ફેસબુકના ઉચ્ચ અધિકારી હાજર રહ્યા ના હતા. શાંતિ અને સૌહાર્દ સમિતિના અધ્યક્ષ રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું કે આ દિલ્હી વિધાનસભાનું અપમાન છે. દિલ્હીના બે કરોડ લોકોનું પણ આ અપમાન ગણાશે. ફેસબુકના વકીલો અને સલાહકારોએ તેમને ઘણી ખોટી સલાહ આપી છે. સંસદ અને વિધાનસભામાં એક મુદ્દે અથવા અલગ અલગ મુદ્દે ચર્ચા થઈ શકે છે પરંતુ અહીં તો મુદ્દા અલગ છે. દિલ્હી વિધાનસભા સમિતિ અને સંસદ સમિતિ જુદા-જુદા મુદ્દે ચર્ચા કરી રહી છે. ચઢ્ઢાએ જણાવ્યું કે દિલ્હી વિધાનસભા દિલ્હીમાં ફાટી નિકળેલા રમખાણોમાં ફેસબુકની ભૂમિકા પર ચર્ચા કરવામાં આવી રહી છે. સંસદની સમિતિ આ મુદ્દે ચર્ચા કરી રહી છે અને અમે ત્યાં જવાબ આપ્યો છે તેવો જવાબ આપવો અયોગ્ય છે. વિધાનસભા સમિતિ ઈચ્છે તો વોરન્ટ પણ બજાવી શકે છે.
ફેસુબક દિલ્હી વિધાનસભા સમિતિથી અંતર બનાવી રહ્યું છે, કંઈક છૂપાવી રહ્યું છે. એવું લાગે છે કે, જે આરોપ દિલ્હી હિંસા અંગે ફેસબુક પર લાગ્યા છે, તે કદાચ સાચા છે. ચેતવણી સાથે અમે વધુ એક તક આપી રહ્યા છીએ. ફેસબુક ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને વાઈસ પ્રેસિડેન્ટ અજિત મોહને તેમનો પક્ષ રજૂ કરવા દિલ્હી વિધાનસભા સમિતિ સમક્ષ હાજર રહેવું પડશે.
—————————

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope