ઓસી.ના પૂર્વ ક્રિકેટર ડીન જોન્સનું નિધન થયું

આઇપીએલની કોમેન્ટરી ટીમમાં હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ,તા.૨૪
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર ડીન જોન્સનું ગુરુવારે મુંબઈમાં નિધન થયું હતું. તેમને હાર્ટ એટેક આવ્યો હતો. ડીન જોન્સ આઇપીએલની મેચની કોમેન્ટરી માટે સ્ટાર ટીવી સાથે સંકળાયેલા હતા અને તેઓ મુંબઈની એક સેવન સ્ટાર હોટેલમાં રોકાયા હતા. ૫૯ વર્ષીય ડીન જોન્સે ત્યાં જ હાર્ટ એટેક આવ્યો હતો.
તેઓ મુંબઈની હોટેલમાં બાયો સિક્યોર બબલમાં હતા. ડીન જોન્સને સ્ટાર ટીવી દ્વારા હાલમાં ચાલી રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ઓફ-ટ્યુબ કોમેન્ટરી માટે કરારબદ્ધ કરાયા હતા. તેઓ ક્રિકેટ એક્સપર્ટ અને એનાલિસ્ટ તરીકે ફરજ બજાવતા હતા.ભારતીય મીડિયામાં ડીન જોન્સ લોકપ્રિય હતા. એનડીટીવીના પ્રોફેસર ડીનો જેવા લોકપ્રિય શોથી તેમને ભારતમાં ખ્યાતિ પ્રાપ્ત થઈ હતી. તેમણે દુનિયાભરમાં કોમેન્ટરી આપી છે અને તેમના સ્પષ્ટ અભિપ્રાય માટે જાણીતા હતા.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope