ઇમરાનનો એન્ટીજન ટેસ્ટ કોર્પોરેશને અમાન્ય રાખ્યો

પાલડી ખાતે અમપાની સભા યોજાઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૨૫
કોવિડ ૧૯ના કારણે પાંચેક મહિના બાદ આજે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન ની માસિક સામાન્ય સભા ટાગોર હોલ પાલડી ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં જમાલપુર મત વિસ્તારના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને મેયર બિજલબેન પટેલે કોરોના રિપોર્ટના એન્ટીજન ટેસ્ટને અમાન્ય ગણીને બહાર કાઢ્યા હતાં. આ અંગે ઇમરાન ખેડાવાલાએ ટિ્‌વટ કર્યું કે, “મેયરની તાનાશાહી છે. તેમને મને સભામાં બેસવા દીધો નહીં. આ કોરોના રિપોર્ટ ગુજરાત સરકાર માન્ય રાખે તો અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના મેયર કેમ માન્ય ના રાખે? મને એ સમજાતું નથી કે ગુજરાતના મુખ્યમંત્રી કરતાં પણ મેયર ઉપર છે. કોરોનાના કારણે છેલ્લાં પાંચેક મહિનાથી માસિક સામાન્ય સભા ઓનલાઇન યોજાતી હતી. પરંતુ બે દિવસ પહેલાં આ સભા ટાગોર હોલ પાલડી ખાતે યોજવાનું જાહેર કરાયું હતું. આ બેઠકને લઇને તમામ કાઉન્સિલરોને તેમના કોરોના ટેસ્ટ કરાવવા માટેની સૂચના જારી કરી હતી. ત્યારે ૨૩-૨૪ સપ્ટેમ્બરના રોજ ટાગોર હોલ ખાતે કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. જેમાં નેગેટિવ રિપોર્ટ ધરાવનારા કાઉન્સિલરે જ બેઠકમાં હાજરી આપવાની રહેશે. જ્યારે પોઝિટિવ રિપોર્ટ ધરાવનારી વ્યક્તિએ માત્ર ઓનલાઇન બેઠકમાં હાજરી આપવાની રહેશે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope