’સ્વામી આપ ક્યાંથી પસાર થશો? બદલી કરાવવી છે’

સોશિયલ મીડિયામાં પત્ર વાયરલ થયો

વાડજ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર રાઠવાની બદલીને લઈને પોલીસ કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો

(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા. ૭
શહેરના વાડજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સ્પેકટર જે.એ.રાઠવાની વિશેષ શાખામાં બદલી થતાં પોલીસ કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે સોશિયલ મીડિયામાં એક લેટર પણ વાયરલ થયો છે. ઁૈંની બદલીને લઈને કટાક્ષ કરતો આ લેટર ડી.વી સ્વામી મહારાજ કલોલ ગાંધીનગરને સંબોધીને લખવામાં આવ્યો છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ‘અમે એલ.આર. જે તે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવીએ છીએ. અમારુંં નિવાસ્થાન નોકરીના સ્થળેથી ઘણું દૂર થાય છે. આ કારણે આવવા અને જવામાં તકલીફ પડે છે. નોકરીમાં સમયસર પહોંચતા ન હોય અમોની બદલી અમારા રહેણાકના નજીકના પોલીસ સ્ટેશન ખાતે કરી આપવા માટે આપ સ્વામીને વિનંતી.’ પત્રમાં વધુમાં લખવામાં આવ્યું છે કે, ‘આપ સ્વામીશ્રીની ગાડી રોકતા તાત્કાલિક બદલી કરાવી આપો છો. આથી જ આપ હવે ક્યાંથી પસાર થવાના હોય અમને જણાવશો. આપની ગાડી અમે રોકીએ એટલે અમારી બદલી થઈ શકે.’ સાથે આ લેટરમાં છેલ્લે છેલ્લે નોંધ સાથે ડિસિપ્લિનમાં બંધાયેલ એલ.આર. તેવો પણ ઉલ્લેખ છે. બીજી તરફ અમદાવાદમાં મોટાભાગના પોલીસકર્મીએ પોતાના વોટ્સએપ ડીપીમાં પીઆઈનો ફોટો રાખી તેમને સમર્થન જાહેર કર્યું છે. વાડજ પીઆઈ જે.એ.રાઠવાએ કર્ફ્યૂ સમયમાં પસાર થતી સંતની ગાડી રોકી અને કાર્યવાહી કરી હતી. જોકે, ધારાસભ્યોના ફોન આવતાં જે તે લોકોને ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી દંડ લઈ જવા દેવામાં આવ્યા હતા. આ મામલો પૂરો થયા બાદ તેઓની સ્પેશ્યિલ બ્રાન્ચમાં બદલી કરી દેવામાં આવી હતી.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope