સોફી ડિવાઈન કિવિ મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન બની

એમી સટરવેટ પરત ફર્યા બાદ વાઇસ કેપ્ટન

ડિવાઇનને પાછલી સિઝનમાં કાર્યકારી કેપ્ટન તરીકે કિવિ મહિલા ટીમની જવાબદારી આપવામાં આવી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા) વેટિંગલન, તા. ૧૦
ઓલરાઉન્ડર સોફી ડિવાઇનને ન્યૂઝીલેન્ડ મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન બનાવવામાં આવી છે. તે એમી સટરવેટની જગ્યા લેશે જે માતૃત્વ અવકાશમાંથી પરત ફર્યા બાદ વાઇસ કેપ્ટનની જવબદારી નિભાવશે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટે અખબારી યાદીમાં જણાવ્યું, સોફી ડિવાઇન વ્હાઇટ ફર્ન્સ (ન્યૂઝીલેન્ડ મહિલા ટીમ) ની કેપ્ટન હશે, જ્યારે એમી સટરવેટ માતૃત્વ રજામાંથી પરત ફર્યા બાદ વાઈસ કેપ્ટનની જવાબદારી નિભાવશે. ડિવાઇનને પાછલી સિઝનમાં કાર્યકારી કેપ્ટન તરીકે ન્યૂઝીલેન્ડ મહિલા ટીમની જવાબદારી આપવામાં આવી હતી. કેપ્ટન તરીકે તેના શાનદાર પ્રદર્શનથી તેને નિયમિત કેપ્ટન બનાવી દેવામાં આવી છે.
આ ૩૦ વર્ષીય ખેલાડીએ અત્યાર સુધી ન્યૂઝીલેન્ડ માટે ૧૦૫ વનડે અને ૯૧ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેણે બંન્ને ફોર્મેટમાં ૪૯૫૪ રન બનાવવા સિવાય ૧૫૮ વિકેટ પણ ઝડપી છે. ડિવાઇને કહ્યું, વ્હાઇટ ફર્ન્સની આગેવાની મળવી મોટુું સન્માન છે. મેં પાછલી સીઝનમાં કેપ્ટનના રૂપમાં મારી ભૂમિકાનો આનંદ ઉઠાવ્યો હતો.
ઘણીવાર પરિણામના સ્વરૂપે તે પડકારજનક રહ્યું પરંતુ મને લાગે છે કે અમે એક ટીમના રૂપમાં સાચી દિશામાં આગળ વધી રહ્યાં છીએ.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope