રામમંદિર ભૂમિ પૂજન માટે રાજ્યના છ સંતને આમંત્રણ

પાંચમી ઓગસ્ટે ભૂમિપૂજન કાર્યક્રમ યોજાશે
ઐતિહાસિક પળના સાક્ષી બનવા માટે તમામ સંતો આતુર
(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા. ૩૦
અયોધ્યામાં ભવ્ય રામ મંદિર ભૂમિ પૂજનમાં ગુજરાતના ૬ સંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જે ૬ સંતોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે તેમના નામ આ પ્રમાણે છે :
(૧) BAPSના વડા મહંતસ્વામીજી મહારાજ
(૨) મહામંડલેશ્વર અખિલેશ્વરદાસજી મહારાજ
(૩) મુંજકાના આર્ષ વિદ્યામંદિરના આચાર્ય પરમાત્માનંદજી
(૪) SGVP ગુરુકુળના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી
(૫) સારસાના ગાદીપતિ શ્રી અવિચલદાસજી
(૬) પ્રણામી સંપ્રદાયના કૃષ્ણમણીજી મહારાજ
ઐતિહાસિક શ્રી રામ જન્મભૂમિના ભૂમિપૂજન પ્રસંગે અખિલેશ્વરદાસજીને આમંત્રણ આપવામાં આવ્યું છે જેને લઈને તેઓ ૪ ઓગસ્ટના રોજ અયોધ્યા જવા રવાના થશે. અખિલેશ્વર દાસજીએ કહ્યું કે શ્રીરામ જન્મભૂમિના ભૂમિપૂજન પ્રસંગે આમંત્રણ મળવું એ ગૌરવની ક્ષણ છે. આખરે અમારી મહેનત રંગ લાવી છે ૨૦૦ જેટલા સાધુ સંતોને આમંત્રણ અપાઈ રહ્યું છે ત્યારે મને પણ ફોનના માધ્યમથી આમંત્રણ મળ્યું છે. તમામ અવરોધો આખરે દૂર થતાં હવે મંદિર બની રહ્યું છે, ત્યારે જીવનનો સૌથી મોટો ઉદ્દેશ પૂરો થઈ રહ્યો છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope