યુદ્ધ વિમાન સંબંધિત એરફોર્સના દરેક વિભાગને તાલીમ અપાશે

ફાઈટરના ઉડાનના ત્રણ કલાક પહેલાં પ્રેક્ટિસ
વિમાન આવ્યા ન હતાં તે પહેલાં જવાનોમાં તેની ચર્ચાઓ
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૧૧
અંબાલા એરબેઝથી નિવૃત્ત થયેલ સાર્જન્ટ ખુશવીરસિંહ દત્તે જણાવ્યું કે ૮૦ના દશકમાં જ્યારે નોકરીમાં હતા ત્યારે જગુઆર ફાઈટર પ્લેન ભારત આવ્યું હતું ,ત્યારે પાયલટ અને ટેકનિકલ સ્ટાફે દિવસ અને રાત તાલીમ લીધી હતી. નિવૃત્ત સાર્જન્ટ ખુશવીરસિંહ જણાવે છે કે જ્યારે હું નોકરી પર હતો ત્યારે જગુઆર ખરીદવામાં આવ્યાં હતા. એરફોર્સની અંદરની વાત કરું તો વાયુસેનાનું મનોબળ મજબૂત થયું હતું. વિમાન આવ્યા ન હતાં તે પહેલાં જ જવાનોમાં તેની ચર્ચાઓ થવા લાગી હતી. જગુઆર આવ્યા બાદ વાયુસેનાનો દરેક સૈનિક તેને જોવા માંગતો હતો. તે સમયમાં જગુઆર બહુ જ શક્તિશાળી હતું. દત્ત વધુમાં કહે છે કે, ફાઈટર ઉડાન ભરવાના ત્રણ કલાક પહેલા પ્રેક્ટિસ શરુ કરવામાં આવે છે. એવું નથી હોતું કે આપ રાત્રે તેને વ્યવસ્થિત હાલતમાં છોડીને ગયા પછી સવારે ફરી તે જ હાલતમાં ઉડાન શરુ કરી શકશો, પરંતુ સવારે ફરી શૂન્યથી શરુ કરવું પડે છે. તમામ પ્રકારની તપાસ બાદ જ તેને રન-વે પર ઉતારવામાં આવે છે.આ તમામ પ્રક્રિયામાં લગભગ ત્રણ કલાક લાગે છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope