મોદી મંદિરનો શિલાન્યાસ કરે તે બંધારણનો અનાદર

મોદીના મંદિર શિલાન્યાસને લઈ વિવાદ
(સંપૂર્ણ સમાચાર સેવા)
હૈદરાબાદ, તા. ૨૮
પીએમ મોદી અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ કાર્યક્રમમાં હાજરી આપવાના છે અને તેના પર પણ રાજકારણ શરુ થઈ ગયું છે. AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પીએમ મોદીની હાજરી આપવાના નિર્ણયનો વિરોધ કરીને કહ્યું છે કે, પીએમ મોદી શિલાન્યાસમાં હાજરી આપશે તો તે બંધારણનો અનાદર હશે.કારણકે ધર્મનિરપેક્ષતા ભારતના બંધારણનુ અભિન્ન અંગ છે. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી ૫ ઓગસ્ટે અયોધ્યામાં શિલાન્યાસ કાર્યક્રમમાં હાજરી આપશે.તેમના હસ્તે મંદિરની આધારશીલા મુકાશે અને મંદિરના નિર્માણનુ કામ શરુ થશે. ઓવૈસીએ તેના પર પ્રત્યાઘાત આપતા વધુમાં કહ્યુ હતુ કે, અમે એ નહી ભુલી શકીએ કે ૪૦૦ વર્ષથી વધારે સમય માટે આ સ્થળે બાબરી મસ્જિદ હતી અને ૧૯૯૨માં ટોળાએ તેને ધ્વસ્ત કરી નાંખી હતી. જોકે વિરોધ પક્ષો ભલે હંગામો કરી રહ્યા હોય પણ પીએમ મોદીના કાર્યક્રમને આખરી ઓપ ્પાી ચુક્યો છે.પીએમ મોદી પાંચ ઓગસ્ટે સવારે સાડા અગિયાર વાગ્યે અયોધ્યા પહોંચશે અને લોકોને સંબોધિત કરશે.આ કાર્યક્રમમાં ૨૦૦ લોકો ભાગ લેવાના છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope