પ્રિયંકાના જન્મદિવસ ઉપર બોલિવુડ સેલેબ્સની શુભેચ્છા

અભિનેત્રી પ્રિયંકા ચોપડા ૩૮ વર્ષની થઈ
જન્મદિવસની શુભેચ્છા પ્રિયંકા, તમે મજબૂત ફાઇટર છો અને ઘણા લોકો માટે પ્રેરણારૂપ છો : અનુષ્કા શર્મા
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ તા. ૧૯
બોલિવુડની જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ ગઈકાલે તેનો ૩૮મો જન્મદિવસ મનાવ્યો. આ દિવસ દેશી ગર્લ માટે ખૂબ જ ખાસ છે અને તેના બોલિવુડના મિત્રો અને સહ-કલાકારો તેના માટે આ દિવસને વધુ ખાસ બનાવ્યો છે. ચાહકોની સાથે બોલિવુડના સેલેબ્સ પણ પ્રિયંકાના જન્મદિવસ પર તેને અભિનંદન આપી રહ્યાં છે.
કરીના કપૂરે કેપ્શનમાં લખ્યું કે, ‘જન્મદિવસની શુભેચ્છા પ્રિયંકા. આ જ રીતે વિશ્વને પ્રેરણા આપતા રહો.’ અનુષ્કા શર્માએ લખ્યું, ‘જન્મદિવસની શુભેચ્છા પ્રિયંકા, તમે મજબૂત, ફાઇટર છો અને ઘણા લોકો માટે પ્રેરણારૂપ છો.’ વળી, અનુષ્કાએ ફિલ્મ ’દિલ ધડકને દો’ ની એક તસવીર પણ શેર કરી હતી જેમાં બંને અભિનેત્રીઓએ કામ કર્યું હતું.
સોનમ કપૂરે ટિ્વટ કર્યું, ‘જન્મદિવસની શુભેચ્છા પ્રિયંકા. આશા છે કે તમારો આજનો દિવસ ખૂબ સરસ રહેશે અને હું તમને રૂબરૂ મળવા આતુર છું.’ અભિનેત્રી રકુલ પ્રીત સિંહે પ્રિયંકાને ’રોકસ્ટાર’ ગણાવી હતી. અભિનેતા ફરહાન અખ્તરે પ્રિયંકાના જન્મદિવસની ખૂબ શુભેચ્છા પાઠવતા એક પોસ્ટ શેર કરી છે. ટીવી અભિનેત્રી હિના ખાને પણ પ્રિયંકા ચોપડાને જન્મદિવસ પર એક પોસ્ટ શેર કરીને શુભેચ્છા પાઠવી છે. પ્રિયંકા હાલમાં પતિ નિક જોનાસ સાથે તેના લોસ એન્જલસમાં સમય પસાર કરી રહી છે. પ્રોજેક્ટ્સની વાત કરીએ તો, પ્રિયંકા ચોપડાએ થોડા દિવસો પહેલા એમેઝોન સાથે મલ્ટી મિલિયન ડોલરની ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. તે તેના પ્રોડક્શન હાઉસ પર્પલ પેબલ દ્વારા એમેઝોન સાથે સારું કંટેટ બનાવવા જઈ રહી છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope