પોલીસ ક્લિયરન્સનું બનાવટી સર્ટિ. બનાવનાર સામે ફરિયાદ

નકલી સર્ટિફિકેટ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું

અમદાવાદના માધવપુરા પોલીસે રાકેશ નામના મુંબઈના એક એજન્ટ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, ૦૮
વિદેશ જવા તેમજ કંપનીમાં નોકરી માટે પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટની જરૂર પડતી હોય છે. આવા નકલી પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. માધવપુરા પોલીસે રાકેશ નામના મુંબઈના એક એજન્ટ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સરદારનગરમાં રહેતા ધરમપાલ રામચંદ્ર દરીયાની નામનાં વ્યક્તિ સ્પેન ખાતે રહેતા પોતાના ભાઈ મનોજ દરીયાની પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ (ઁઝ્રઝ્ર) અંગે પુછપરછ કરવા આવ્યા હતા. પોલીસ કમિશ્નર કચેરીમાં પાસપોર્ટ વિભાગમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહને મળ્યા હતા. તેઓ ઓનલાઇન અરજી કરી શકે છે અથવા પોલીસ સ્ટેશનમાં જઈ અરજી કરી શકે છે. જો કે, ધરમપાલે વિદેશમાં રહેતાભાઈ મનોજનું ૭ જાન્યુઆરી ૨૦૨૦નું ઁઝ્રઝ્ર તેમને બતાવ્યું હતું.પ્રાથમિક દ્રષ્ટિએ સર્ટિફિકેટ કમિશ્નર ઓફિસનું ન હોંવાની હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહને શંકા ગઈ હતી. જેથી તેમણે પોતાના ઉપરી અધિકારીને આ અંગે જાણ કરી હતી. ખરાઈ કરતા તે સર્ટિફિકેટ નકલી હોંવાનું જણાઈ આવતા સ્પેનમાં રહેતા તેમના ભાઈએ સર્ટિફિકેટ રાકેશ નામના એજન્ટે બનાવી આપ્યું હતું. રાકેશે પોતાના મુંબઈ ખાતેના બેન્ક એકાઉન્ટમાં પૈસા મંગાવ્યા હતા. જેને પગલે ઉપરી અધિકારીએ આ મામલે ગુનો નોંધવાની કાર્યવાહી કરી રાકેશ નામના એજન્ટની શોધખોળ શરૂ કરી છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope