પાણીની ટાંકી વેચતા સૈફ અલી-કરીના ટ્રોર્લસનો નિશાનો બન્યા

બોલિવૂડના પૉપ્યુલર કપલમાંના એક
(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ, તા. ૧૯
સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન બૉલીવુડના પૉપ્યુલર કપલમાંના એક છે. આ જોડીને સ્ક્રિન પર જોવા માટે ફૅન્સ હંમેશા આતુર હોય છે. બન્ને જણ અનેકવાર જાહેરાતોમાં દેખાયા છે. તાજેતરમાં પાણીની ટાંકીની જાહેરાતમાં દેખાયેલ આ કપલ ટ્રોલર્સનો ભોગ બન્યું છે. નવી જાહેરાતમાં સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન પાણીની ટાંકી વિશે વાત કરે છે. બન્ને જણ ઘરમાં ડિનર કરતા વાતો કરે છે. સૈફ કહે છે કે, આપણે ઘણા સમયથી મોટા પડદા પર સાથે કામ નથી કર્યું. ત્યારે કરીના કહે છે કે, ઘરે પણ રોમાન્સ અને બહાર પણ રોમાન્સ. તો સૈફ કહે છે કે, આપણે પાણીની ટાંકીની જાહેરાતમાં કામ કરવું જોઈએ બસ. બન્ને આ બાબતે સહમત થાય છે અને જાહેરાત પુરી થઈ જાય છે. જાહેરાતમાં બન્નેની એક્ટિંગ ભલે સારી છે પણ ડાયલોગને લીધે ટિ્વટર યુર્ઝસ તેમની ખિલ્લી ઉડાવી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે, સૈફ અને કરીનાએ ફિલ્મ ’કુર્બાન’, ’એજન્ટ વિનોદ’, ’ઓમકારા’ અને ’ટશન’માં સાથે કામ કર્યું છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope