દર્દીઓને ઈટોલિઝુમાબ ઈન્જેક્શન આપવા મંજૂરી

આ ઈન્જેકશન સ્કીન ડિસીઝમાં અપાય છે
લેબોરેટરી પરીક્ષણમાં સંતોષકારક પરિણામ મળતાં ડીસીજીઆઈની લીલી ઝંડી : કોરોનાના દર્દીઓને રાહત
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૧૧
કોરોનાના દર્દીઓને રાહત રહે તે માટે ડ્રગ કંટ્રોલ જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ)એ ઈટોલિઝુમાબ ઈન્જેક્શન આપવાની મંજૂરી આપી છે. ડીસીજીઆઈએ આ સાથે સ્પષ્ટતા પણ કરી છે કે આ ઈન્જેક્શનનો ઉપયોગ છેલ્લા સ્ટેજમાં જ કરી શકાશે. આનો અર્થ એ થયો કે સામાન્ય દર્દીઓ માટે આ ઈટોલીઝુમાબ ઈન્જેક્શનનો ઉપયોગ નહીં કરી શકાય. અગ્રણી નિયામક ડો વી જી સોમાણીએ જણાવ્યું કે ઈટોલીઝુમાબ ઈન્જેક્શનને ગંભીર દર્દીઓના કેસમાં ઉપયોગ માટે મર્યાદીત મંજૂરી અપાઈ છે. આનો ઉપયોગ કોવિડ ૧૯ના અત્યંત ગંભીર દર્દીઓ માટે જ થઈ શકશે. આ ઈન્જેક્શન છેલ્લા ઘણાં વર્ષોથી ચામડીના દર્દીઓ જે સોરાયસિસની બીમારીથઈ પીડાતા હોય તેમની સારવાર માટે કરાતો હતો. આ દવા બાયોકોન લિમિટેડે બનાવી છે.
એક અધિકારીએ જણાવ્યું કે ભારતમાં કોરોના વાયરસના દર્દીઓ ઉપર ક્લિનિકલ ટ્રાયલ બાદ ડ્રગ એક્સપટર્સને આના પરિણામ સંતોષકારણ જણાયા હતા. એઈમ્સ સહિતની ટોચની હોસ્પિટલ્સના પલ્મોનોલોજિસ્ટ, ફાર્માકોલોજિસ્ટ, ડ્રગ નિષ્ણાતો પણ સામેલ થયા હતા અને તેમણે સાઈટોકાઈન સિન્ડ્રોમ (સીઆરએસ) ઉપયાર માટે આને લીલી ઝંડી આપી હતી.
ઈટોલીઝુમાબ ઈન્જેક્શન બાયોકોન દ્વારા વિકસાવાલેયી રસી છે જે ત્વચાને સંલગ્ન બીમારી સોરાયસીસથી પીડાતા દર્દીઓને આપવામાં આવે છે. આ માનવકૃત ૈંખ્તય્૧ મોનોક્લોનલ એન્ટીબોડીમાં એક ૈજ પ્રથમ છે. આ પસંદગીના સીડી ૬, એક પેન ટી સેલ માર્કરને ટાર્ગેટ કરે છે જે ટી કોષિકાઓમાં સામેલ હોયછે. કોવિડ ૧૯ના દર્દીઓની સારવાર માટે કરાયેલા પરીક્ષણના આધારે દિલ્હી અને મુંબઈમાં ઈટોલીઝુમાબનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope