ડિપ્રેશનમાં હોવાનું કહી આ એક્ટ્રેસે FB પર આપી આત્મહત્યાની ધમકી

૩૦૦થી વધારે ફિલ્મ્સમાં કર્યું છે કામ

ભોજપુરી એક્ટ્રેસ રાની ચેટર્જીએ મીડિયા પર ચોંકાવનારો ખુલાસો કર્યો છે : તે ડિપ્રેશનમાંથી પસાર થઈ રહી છે
(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ, તા. ૧
ભોજપુરી એક્ટ્રેસ રાની ચેટર્જીએ મંગળવારે સોશિયલ મીડિયા પર ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું છે કે, તે ડિપ્રેશનમાંથી પસાર થઈ રહી છે અને હિંમત નથી બચી. તેણે આત્મહત્યા કરવાની વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ બધી જ બાબત માટે રાની ચેટર્જીએ ધનંજય સિંહ નામના એક વ્યક્તિને જવાબદાર ગણાવ્યો છે. રાની ચેટર્જીએ પોતાના ફેસબુક પેજ પર લખ્યું કે, ‘ડિપ્રેશનમાં હું સૌથી વધારે ડિસ્ટર્બ થઈ ચૂકી છું. વારંવાર હું મજબૂત બનવાની અને પોઝિટિવ રહેવાની વાત કરુંં છું પરંતુ હવે સહન નથી થતું. આ વ્યક્તિ અનેક વર્ષોથી મારા વિશે ગંદી-ગંદી વાતો ફેસબુક પર લખી રહ્યો છે. મેંં ખૂબ જ અવગણવાની કોશિશ કરી મેં અનેક લોકોને વાત કરી પરંતુ લોકોએ કહ્યું ધ્યાનમાં ન લે. હું પણ આખરે માણસ છું. હું જાડી છું, હું વૃદ્ધ છું અથવા હું કોઈ જ કામ કરું છું તો આ ભદ્દી ભદ્દી વાતો લખે છે, લોકો મને આ બધું મોકલે છે અને કહે છે કે ઈગ્નોર કરો.’ ભોજપુરી એક્ટ્રેસે આગળ લખ્યું કે,’હું અનેક વર્ષોથી આ વાતને લઈને પરેશાન થઈ ગઈ છું. માનસિક તણાવમાંથી પસાર થઈ રહી છું. કદાચ આ એવું ઈચ્છે છે કે હું મારો જીવ દઈ દઉં. આના કારણે જ મારી જિંદગીમાં ખૂબ જ તણાવ છે. મુંબઈ પોલીસ આ મારી વિનંતી છે કે જો હું કશું પણ કરુંં તો તેનો જવાબદાર ધનંજય સિંહ હશે. મેં સાઈબર સેલમાં પણ આ બાબતે ફરિયાદ કરી હતી પરંતુ ત્યાં કહેવામાં આવ્યું કે મારું નામ નથી લખ્યું પરંતુ હું જાણું છું કે આ માત્ર મારા માટે જ લખે છે. તેની આવી પોસ્ટ પર લોકો મારું નામ લખીને ગંદી-ગંદી ગાળો આપે છે અને આ વ્યક્તિ મજા લે છે. હું હતાશ થઈ ગઈ છું. હવે હિંમત બચી નથી, કાં તો હું આત્મહત્યા કરી લઉં કારણકે હું ડિપ્રેશનમાંથી પસાર થઈ રહી છું. આના કારણે જ વર્ષોથી. હવે વધુ સહન નથી થતું.’
જો વાત કરવામાં આવે કામની તો રાની ચેટર્જી પોતાની નવી ભોજપુરી ફિલ્મ ‘પાંચાલી’ સાથે દર્શકોને એન્ટરટેઈન કરવા માટે તૈયાર છે. તેણે તાજેતરમાં જ પોતાની આ ફિલ્મનું નવું પોસ્ટર ઈન્સ્ટાગ્રામ પર શૅર કર્યું છે. નોંધનીય છે કે એક્ટ્રેસ રાની ચેટર્જી ભોજપુરી ફિલ્મ્સની પહેલી એવી એક્ટ્રેસ છે, જેણે ૩૦૦થી વધારે ફિલ્મ્સમાં કામ કર્યું છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope