કોરોના કહેરમાં મોંઘવારીનો માર
(સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી,તા.૧૦
દેશના મોટાભાગના શહેરોમાં વરસાદ શરૂ થતાંની સાથે જ ટામેટાંના ભાવ પ્રતિ કિલો વધીને ૬૦ રુપિયા થઈ ગયા છે. કેટલાંક શહેરોમાં તો ૭૦ અને ૮૦ રૂપિયાના ભાવે કિલો પણ ટામેટાં વેચાઈ રહ્યા છે. જ્યાં ટામેટાનુ ઉત્પાદન થાય છે તે રાજ્યોના શહેરો હૈદ્રાબાદ, ચેન્નાઈ અને બેંગ્લોરમાં પણ ટામેટાનો ભાવ ૩૦ થી ૪૦ રુપિયા કિલો છે. કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાને વધતા ભાવો અંગે કહ્યું હતુ કે, સીઝન નહીં હોવાના કારણે સામાન્ય રીતે જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે ટામેટાના ભાવ વધતા હોય છે.ટામેટા જલદી ખરાબ થઈ જતા હોવાથી તેના ભાવમાં ઉતાર ચઢાવ આવતા રહેતા હોય છે. યુપી, રાજસ્થાન, ઝારખંડ, પંજાબ, તામિલનાડુ, કેરલ અને અરુણાચલ પ્રદેશમાં ટામેટાનુ ઉત્પાદન ઓછુ થાય છે. આ રાજ્યો ટામેટા માટે બીજા રાજ્યો પર આધારિત છે.દેશમાં ૧.૧૫ કરોડ ટન ટામેટાની વાર્ષિક ખપત થાય છે.
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન
કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો
શ્વાસ લેવામાં તકલિફ ...
સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ
ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું
ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...
દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી
કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન
દેશના ખૂણે ખૂણ...
Top News
Today’s Headlines
Opinion Poll
Loading ...