છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૦૫૨ કેસ : ૨૨ લોકોનાં મોત

રાજ્યમાં કુલ ૨૫૪૭૪ ટેસ્ટ કરવામાં આવ્યા
કુલ મૃત્યુઆંક ૨૩૪૮ પહોંચ્યો : એક્ટીવ કેસ ૧૩૧૪૬ ૨૪ કલાકમાં અમદાવાદમાં ૧૮૪, સુરતમાં ૨૫૮ કેસ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૨૭
રાજ્યમાં આજે કોરોનાનો ૨૫૪૭૪ ટેસ્ટ કરવામાં આવતા ૧૦૫૨ પોઝિટિવ કેસ ૨૪ કલાકમાં નોંધાતા છે. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતનો આંકડો ૫૬ હજારને વટાવી ૫૬૮૭૪ થયો છે. રાજ્યમાં આજે ૨૨ મોત નોંધાતા કુલ મૃત્યુઆંક કોરોનાને લીધે ૨૩૪૮ થયો છે. રાજ્યમાં આજે ૧૦૧૫ દર્દીઓ સાજા થઈને ઘરે ગયા હતા. આ સાથે કુલ ડિસ્ચાર્જનો આંકડો ૪૧ હજારને વટાવી ૪૧૮૦ થયો છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસ ૧૩૧૪૬ થયો છે. જેમાં આજની સ્થિતિએ ૮૧ વેન્ટીલેટર પર અને ૧૩૦૬૫ સ્ટેબલ છે. રાજ્યમાં પ્રથમવાર સતત રેકોર્ડબ્રેક દૈનિક કેસો નોંધાતા હતા તેમાં આજે સાધારણ ઘટાડો થતા આરોગ્ય વિભાગને રાહત થઈ હતી. તા. ૨૬મી જુને ૧૧૦૦ને પાર કોરોનાના કેસ થયા હતા. આજે તેમાં થોડોક ઘટાડો થઈ ૧૦૫૨ કેસ નોંધાયા છે. જેની સામે ટેસ્ટીંગનું પ્રમાણ રાજ્યભરમાં વધારી લીધું છે. આજે રાજ્યના આઠ કોર્પોરેશન અને ૩૧ જિલ્લામાં કોરોનાના કેસોનો વ્યાપ વધ્યો છે. આરોગ્ય વિભાગે આપેલ યાદી મુજબ આજે સુરત કોર્પોરેશનમાં ૫ અને જિલ્લામાં ૪, અમદાવાદ કોર્પોરેશનમાં ૪, પાટણમાં ૨, વડોદરા કોર્પોરેશનમાં ૨, ભાવનગર, જુનાગઢ, મહેસાણા, પંચમહાલ અને વડોદરામાં ૧ મોત સાથે કુલ ૨૨ મોત થયા છે. અમદાવાદ શહેરમાં ૧૪૪ અને ૪૦ ગ્રામ્ય સાથે કુલ ૧૮૪ કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે શહેરમાં કુલ સંક્રમિતનો આંકડો ૨૫૮૭૬ થયો છે. આજે વધુ ૪ મોત નોંધાતા અમદાવાદ શહેરમાં કુલ મૃત્યુઆંક ૧૫૭૫ થયો છે. સુરત શહેરમાં ૨૦૪ અને ગ્રામ્યમાં ૨૫૮ કેસ કોરોનાના આજે નોંધાયા હતા. આ સાથે સુરતમાં કુલ સંક્રમિતનો આંકડો ૧૧૯૩૦ થયો છે. આજે વધુ ૯ દર્દીઓના મોત નોંધાતા કુલ મૃત્યુઆંક ૩૫૬ થયો છે. વડોદરા શહેરમાં ૮૨ અને ગ્રામ્યમાં ૧૬ સાથે ૯૬ દર્દી કોરોનાના નોંધાયા હતા. આ સાથે વડોદરામાં કુલ સંક્રમિતનો આંકડો ૪૨૭૬ થયો છે. આજે વડોદરામાં વધુ ૨ મોત થતા મૃત્યુઆંક ૯૫ થયો છે. ગાંધીનગર ગ્રામ્યમાં ૨૪ અને શહેરમાં ૧૦ સાથે કુલ ૩૪ કોરોનાના કેસ નોંધાયા છે.
રાજ્યમાં કોરોનાના કેસો
(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા.૨૭
ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૧૦૫૨ કેસ સપાટી પર આવ્યા હતા. રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.
શહેર કેસ
સુરત કોર્પોરેશન ૨૦૪, અમદાવાદ કોર્પોરેશન ૧૪૪, વડોદરા કોર્પોરેશન ૮૨, સુરત ૫૪, રાજકોટ કોર્પોરેશન ૫૦, અમદાવાદ ૪૦, સુરેન્દ્રનગર ૩૦, દાહોદ ૨૭, પાટણ ૨૭, ભરુચ ૨૪, ગાંધીનગર ૨૪, રાજકોટ ૨૪, અમરેલી ૨૨, બનાસકાંઠા ૧૯, ભાવનગર કોર્પોરેશન ૧૯, વલસાડ ૧૯, મહેસાણા ૧૭, ગીર સોમનાથ ૧૬, જુનાગઢ કોર્પોરેશન ૧૬, ખેડા ૧૬, નવસારી ૧૬, ભાવનગર ૧૪, વડોદરા ૧૪, જામનગર કોર્પોરેશન ૧૩, આણંદ ૧૨, કચ્છ ૧૨, પંચમહાલ ૧૨, મહીસાગર ૧૧, મોરબી ૧૧, ગાંધીનગર કોર્પોરેશન ૧૦, જુનાગઢ ૧૦, સાબરકાંઠા ૧૦, નર્મદા ૬, તાપી ૬, અરવલ્લી ૪, બોટાદ ૩, પોરબંદર ૩, દેવભૂમિ દ્ધારકા ૨, જામનગર ૨, અન્ય રાજ્ય ૭, કુલ ૧૦૫૨

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope