ચીન સૈનિકો પાછા નહીં લે ત્યાં સુધી મંત્રણા નહીં થાય : ભારત

કોર કમાન્ડર્સની બેઠકમાં ભારતની સ્પષ્ટ વાત

ભારત અને ચીની સેનાઓએ તણાવ ઘટાડવાના મુદ્દે ભાર મુક્યો, બન્ને દેશ વચ્ચે દ્વિપક્ષીય બેઠકનો દોર ચાલુ રહેશે
(સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી , તા. ૧
લદ્દાખની ગલવાનની ઘાટીમાં ભારત અને ચીનની સેના આમનેસામને છે. છેલ્લાં ઘણાં દિવસોથી બંને દેશોની વચ્ચે તણાવની સ્થિતિ પ્રર્વત્તી રહી છે. ભારત અને ચીનના વચ્ચે મંગળવારે કોર કમાન્ડર્સ સ્તરની મેરેથોન બેઠક યોજાઈ હતી. જેમાં ભારત દ્વારા ચીનને સોય ઝાટકીને કહેવામાં આવ્યુ હતુ કે જ્યાં સુધી સરહદ પર ચીની સેનાનું સંખ્યાબળ ઓછુ નહીં થાય. ત્યાં સુધી વિશ્વાસ કરવાની વાત શક્ય નથી. સુત્રોના જણાવ્યા મુજબ બંને દેશોની વચ્ચે હજુ બેઠકોનો દૌર જારી રહેશે.
ભારતીય સૈન્યના સુત્રોએ જણાવ્યું કે મંગળવારે કોર કમાન્ડર વચ્ચે સંવાદ થયો હતો. જે એલએસી પર તણાવ ઘટાડવાની દિશામાં બંને પક્ષોની પ્રતિબધ્ધતા બતાવે છે. બંને દેશો વચ્ચે સમજૂતીના રસ્તે વિવાદનો ઉકેલ આવે તે માટે સૈન્ય, રાજદ્વારી કક્ષાએ હજુ બેઠકોનો દૌર જારી રહેવાની સંભાવના છે. આ વખતે ભારતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યુ કે જો તમે(ચીની સેના) પાછળ હટો છો, તો અમે પણ પાછળ હટવા તૈયારી છીએ, તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું. ભારત અને ચીનની સેના વચ્ચે મંગળવારે લગભગ ૧૦ કલાકથી વધુ સમય સુધી કોર કમાન્ડર કક્ષાની બેઠક યોજાઈ હતી. બેઠકના મહત્વના મુદ્દામાં લદ્દાખમાં ઘર્ષણવાળા ક્ષેત્રોમાંથી સૈનિકોને પાછળ હટાવવા તેમજ રીતરસમોને અંતિમ સ્વરૂપ આપવાનો સમાવેશ થતો હતો. બેઠક દરમિયાન પ્રતિનિધિ મંડળે આ વિસ્તારમાં ચીનના નવા દાવા પર ચિંતાની લાગણી વ્યક્ત કરી હતી. તેમજ જૂની સ્થિતિ યથાવત કરવા માટે તાકીદના ધોરણે ચીની સૈનિકોને ગલવાન ઘાટી, પેન્ગોગ સો અને અન્ય વિસ્તારોમાંથી પરત બોલવવાની માગ કરી હતી. લદ્દાખ પૂર્વમાં ચીનની દગાખોરીભરી નીતિરીતિના કારણે જુદાં જુદાં સ્થળોએ ગત સાત સપ્તાહથી ભારત અને ચીનની સેના વચ્ચે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. તેમાંય ૧૫મી જૂનની ઘટના બાદ બંને દેશોની સેના હાલ આમનેસામને તૈનાત છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope