કોરોના વોરિયર્સને ડોક્ટર્સ ડે પર અંજલિ આપવામાં આવી

પહેલી જુલાઈએ ડોક્ટર્સ ડે દિવસ

અત્યાર સુધી ૫૭ તબીબોએ કોરોના વાયરસને માત આપી છે, બાદ જુદા જુદા એસોસીયેશન પોતાના કાર્યક્રમ યોજશે
(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ,તા.૩૦
હાલમાં ચાલી રહેલ કોરોનાની મહામારીને કારણે ઇન્ડીયન મેડીકલ એસોસીયેશન પહેલી જુલાઈ ડોકટર્સ ડેને દિવસે સૌ પ્રથમ તમામ કોરોના વોરીયર્સ જેવાકે તબીબો , નર્સ , પેરામેડિકલ સ્ટાફ , પોલીસ વગેરે જેઓ મ્રુત્યુ પામ્યા છે તેમની યાદમાં બે મિનિટનું મૌન પાળશે. અત્યાર સુધીમાં ૫૭ તબીબોએ કોરોનાને માત કરતા પોતે માત થયા છે. ત્યારબાદ જુદા જુદા એસોસીયેશન પોતાના કાર્યક્રમ યોજશે. ડો બી સી રોયની યાદમાં પહેલી જુલાઈ ને ડોકટર્સ ડે તરીકે ઉજવવામા આવે છે. ડો બી સી રોય ડો બિધાન ચંદ્ર રોય તેઓના માનમાં પહેલી જુલાઈ ને સમગ્ર ભારત દેશમાં ડોક્ટર ડે તરીકે ઉજવવામાં આવે છે. તેઓનો જન્મ ૧ જુલાઈ ૧૯૬૨ ના રોજ પટણા ખાતે થયો હતો . તેઓનું મૃત્યુ પણ પહેલી જુલાઈ ૧૯૬૨ ના રોજ કલકત્તા ખાતે દર્દીઓને તપાસ્યા બાદ થયું હતું . ડો બી સી રોયે આઝાદીની ચળવળમાં પણ ભાગ લીધો હતો.૧૮૮૭માં પટણાથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી ત્યારબાદ તેઓને મેડિકલ તથા એન્જિનિયરિંગ બંને ક્ષેત્રમાં પ્રવેશ માટે અરજી કરી હતી અને તેઓએ મેડીકલ ક્ષેત્ર પસંદ કર્યું હતું . તેઓ ઘણા વિદ્વાન અને ખૂબ જ ઉમદા સામાજિક કાર્યકર્તા હતા. ૧૯૪૭માં તેઓ ઉત્તર પ્રદેશના ગવર્નર બન્યા હતા . ૧૯૪૮માં પશ્ચિમ બંગાળના બીજા મુખ્યપ્રધાન તરીકે ચૂંટાયા હતા . તે છેક ૧૯૬૨ સુધી પોતાના મૃત્યુ સુધી ચીફ મિનિસ્ટર રહ્યા હતા. ૧૯૨૮માં તેઓએ ઈન્ડીયન મેડીકલ એસોસિએશનની સ્થાપના કરી હતી સાથે સાથે મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની પણ સ્થાપના કરી હતી. આ ઉપરાંત અનેક સંસ્થાઓ માં તેમનું યોગદાન અમૂલ્ય હતું . ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેન્ટલ હેલ્થની સ્થાપના કરી હતી . ચેપીરોગ હોસ્પિટલ ની શરૂઆત કરી હતી . અનુસ્નાતક મેડિકલ કોલેજની સ્થાપના કરી હતી . મેડિકલ ક્ષેત્રે પણ તેઓ ઘણું કામ કર્યું હતું. ઘણી બધી સંસ્થાઓ શરૂ કરી હતી જેવીકે ટીબી હોસ્પિટલ , ચિતરંજન સેવા સદન , કમલા નહેરું હોસ્પીટલ , વિક્ટોરિયા ઇન્સ્ટિટયૂટ , ચિતરંજન કેન્સર હોસ્પિટલ જેવી અનેક સંસ્થાઓની એમને સ્થાપના કરી હતી . કલકત્તામાં એક સમયે જે તોફાનો થયા હતા.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope