અંગ્રેજી મીડિયમની તિલ્લોતમા શોમને લગ્નનો વિચિત્ર પ્રસ્તાવ

ઈરફાન ખાન સાથે ઘણી ફિલ્મોમાં કર્યું કામ

ફેને મેસેજ કર્યો કે હું તને પ્રેમ કરુંં છું, શું તું મારી સાથે લગ્ન કરીશ? હું વર્જિન અને શુદ્ધ શાકાહારી છોકરો છું
(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ, તા. ૦૮
દિવંગત એક્ટર ઈરફાન ખાનની છેલ્લી ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’ માં જોેવા મળેલી એક્ટ્રેસ તિલ્લોતમા શોમને સોશિયલ મીડિયા પર તેના ફેન દ્વારા લગ્નનો વિચિત્ર પ્રસ્તાવ મળ્યો છે. જેને વાંચીને કોઈને પણ હસવું આવી જ જશે. તિલ્લોતમા શોમે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક મેસેજનો સ્ક્રીનશૉટ શેર કર્યો છે. આમાં લખ્યું છે, ‘હું તને પ્રેમ કરુંં છું. શું તું મારી સાથે જિંદગીભર માટે લગ્ન કરીશ ? હું વર્જિન અને શાકાહારી છોકરો છું, જે ઇદ્ગજી ૧૬ સિક્વન્સ મેલ વર્જિનિટી ટેસ્ટ, લાઈ ડિટેક્ટર નાર્કો ટેસ્ટ, બેઈન મેપિંગ ટેસ્ટ માટે હંમેશાં તૈયાર છે.’ તિલ્લોતમા શોમે પોતાની આ પોસ્ટ પર કેપ્શન લખ્યું, ‘આ કેવી શાકાહારી મજાક છે ભાઈ, નો થેન્ક્સ બાય બાય ટાટા બાટા અલવિદા.’ તેની આ પોસ્ટ પર યૂઝર્સે ખૂબ કૉમેન્ટ્સ કરી છે. એક યૂઝરે લખ્યું, ‘શું પ્રપોઝલ છે !! બેસ્ટ.’ જણાવી દઈએ કે, ફિલ્મ ‘અંગ્રેજી મીડયમ’માં તિલ્લોતમા શોમે એક એજ્યુકેશન કન્સલટન્ટનો નાનકડો રોલ કર્યો હતો. તે ઈરફાન ખાનની સાથે ‘હિન્દી મીડિયમ’ અને ‘કિસ્સા’માં ફિલ્મોમાં કરી ચૂકી છે. ઈરફાનના નિધનથી તિલ્લોતમા ખૂબ દુઃખી થઈ હતી.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope